Soumyarendra Barik : ગયા અઠવાડિયે, માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ યુટ્યુબ અને ટ્વિટરને બીબીસી ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ શેર કરતી લિંક્સને ડિલીટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. માહિતી ટેકનોલોજી નિયમો, 2021 ની કટોકટીની જોગવાઈઓ હેઠળ આદેશ પસાર કરવામાં આવ્યો હતો. “ભારતની સર્વોચ્ચ અદાલતની સત્તા અને વિશ્વસનીયતા પર આક્ષેપો, વિવિધ સમુદાયો વચ્ચે વિભાજન થવા, અને ભારતમાં વિદેશી સરકારોની ક્રિયાઓ અંગે બિનસત્તાવાર આક્ષેપો કરવા” વગેરે કથિત રીતે કાસ્ટ કરવા પર આદેશ કરવામાં આવ્યો હતો.
ડોક્યુમેન્ટરીની લિંક્સ તૃણમૂલ સાંસદ ડેરેક ઓ’બ્રાયન, હોલીવુડ અભિનેતા જોન કુસેક અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ જેવા અગ્રણી વ્યક્તિઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
કટોકટીની જોગવાઈઓ શું છે?
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 (IT નિયમો, 2021) હેઠળ, MIB પાસે કટોકટીની પરિસ્થિતિઓમાં “જેના માટે કોઈ વિલંબ સ્વીકાર્ય નથી” YouTube, Twitter અને Facebook જેવા સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને કન્ટેન્ટ દૂર કરવાની સૂચના જારી કરવાની સત્તા છે.
નિયમો કહે છે કે, ” કટોકટી વખતે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ, જો તેઓ સંતુષ્ટ હોય કે કોઈ પણ કોમ્પ્યુટર રિસોર્સ દ્વારા માહિતી કે પછી તેના જાહેર એક્સેસને અવરોધિત કરવા કે યોગ્ય અને વ્યાજબી છે અને મધ્યસ્થ મેઝર્સ તરીકે ઓળખ અથવા ઓળખી શકાય તેવી વ્યક્તિ અથવા કોપ્યુટર રિસોર્સ કન્ટ્રોલમાં રહેલ મધ્યસ્થી અથવા તેને હિઅરીંગની તક આપ્યા વિના આવી માહિતી અથવા તેની માહિતી હોસ્ટ કરવા માટે જરૂરી તેવા નિર્દેશો જારી કરે છે.
જો MIB માને છે કે સામગ્રી ભારતની સાર્વભૌમતા, અખંડિતતા, સંરક્ષણ અથવા સુરક્ષા, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર વ્યવસ્થાને અસર કરી શકે છે અથવા કોઈપણ ગંભીર ગુના માટે ઉશ્કેરણી અટકાવવા માટે આ ઇમરજન્સી નોટિસ જારી કરી શકાય છે.
આ રૂલ્સ ક્યારે લાદવામાં આવે છે?
2021 થી, MIBએ ઓછામાં ઓછી સાત વખત ઇમર્જન્સીની જોગવાઈઓનો ઉપયોગ કર્યો છે, જેમાં સૌથી વધુ YouTube માટે થયો છે. આ સાત કિસ્સાઓ એટલા માટે જાણીતા છે કારણ કે મંત્રાલયે પ્રેસ રીલીઝ દ્વારા કાર્યવાહી વિશે વાત કરી હતી.
જો કે, બીબીસી ડોક્યુમેન્ટરીના કિસ્સામાં, મંત્રાલયે તેની સત્તાવાર ચેનલ, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા અત્યાર સુધી કઈ રિલીઝ કર્યું નથી. MIBના સલાહકાર તરીકે કામ કરતા ભૂતપૂર્વ પત્રકાર કંચન ગુપ્તા પાસેથી સત્તાવાર સામ્યતા ધરાવતા બ્લોકિંગ ઓર્ડર વિશેની એકમાત્ર માહિતી આવી હતી અને આ પગલાં વિશે શનિવારે ટ્વિટ થ્રેડ જાહેર કર્યો હતો.
’21 ડિસેમ્બર, 2021: MIB એ YouTube પર 20 ચેનલો અને ઇન્ટરનેટ પર “ભારત વિરોધી પ્રચાર” અને ફેક ન્યુઝ ફેલાવતી બે વેબસાઇટ્સને અવરોધિત કરવાનો આદેશ આપ્યો હતો. MIBએ કહ્યું હતું કે, “ચેનલો અને વેબસાઈટ્સ પાકિસ્તાનથી સંચાલિત ડિસઈન્ફોર્મેશન નેટવર્કની છે.” “ચેનલોનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવતો હતો.”
આ પણ વાંચો: Assam News: બાળ લગ્ન કરનાર પર થશે POCSO એક્ટ અંતર્ગત કાર્યવાહી
21 જાન્યુઆરી, 2022: MIB એ 35 YouTube-આધારિત ન્યૂઝ ચેનલો, બે ટ્વિટર એકાઉન્ટ્સ, બે Instagram એકાઉન્ટ્સ, એક Facebook એકાઉન્ટ અને ડિજિટલ મીડિયા પર “ભારત વિરોધી ફેક ન્યુઝ ફેલાવવા”માં સામેલ બે વેબસાઇટ્સને અવરોધિત કરી હતી. યુટ્યુબ ચેનલો તમામ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહી હતી અને ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર વગેરેને લગતું સેન્સિટિવ કન્ટેન્ટ પોસ્ટ કરવા ઉપરાંત, પાંચ રાજ્યોમાં આગામી ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવા માટે કન્ટેન્ટ પણ પોસ્ટ કર્યું હતું.
ફેબ્રુઆરી 18, 2022: સરકારે ભારતમાં ગેરકાનૂની જાહેર કરાયેલી સંસ્થા શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે ગાઢ સંબંધ ધરાવતા “પંજાબ પોલિટિક્સ ટીવી”ની અસ્પષ્ટ એપ્લિકેશન્સ, વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કર્યા હતા. તે જાણવા મળ્યું કે કન્ટેન્ટ “કોમ વિરુઘી અને અલગતાવાદને ઉશ્કેરવાની” ક્ષમતા ધરાવે છે; અને “ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા” માટે હાનિકારક રીતે અસર કરતું હતું.
4 એપ્રિલ, 2022: યુટ્યુબ આધારિત 22 ન્યૂઝ ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટ બ્લોક કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પ્રથમ વખત MIBએ ભારતીય એકાઉન્ટ્સને બ્લોક કર્યાનો ખુલાસો કર્યો હતો ,22 YouTube એકાઉન્ટમાંથી, 18 ભારતના હતા. બ્લોક કરાયેલા એકાઉન્ટ્સ યુક્રેન કટોકટી સાથે સંબંધિત “ફેક કન્ટેન્ટ” સિવાય ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા હતા.
25 એપ્રિલ, 2022: છ પાકિસ્તાન- આધારિત અને 10 ભારત-આધારિત યુટ્યુબ ન્યૂઝ ચેનલો જેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા, ભારતના વિદેશી સંબંધો, સાંપ્રદાયિક સંવાદિતા અને જાહેર વ્યવસ્થાને લગતી બાબતો પર ફેક કન્ટેન્ટ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો તેને અવરોધિત કરવામાં આવી હતી.
26 સપ્ટેમ્બર, 2022: ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સના આધારે, MIB એ YouTube ને 10 ચેનલોમાંથી 45 વીડિયો બ્લોક કરવા નિર્દેશ આપ્યો હતો. કન્ટેટમાં “ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય” સાથે ફેક ન્યુઝ અને મોર્ફ કરેલા વીડિયોનો સમાવેશ થાય છે. “મંત્રાલય દ્વારા અવરોધિત કેટલાક વીડિયોનો ઉપયોગ અગ્નિપથ યોજના, ભારતીય સશસ્ત્ર દળો, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા ઉપકરણ, કાશ્મીર વગેરે સંબંધિત મુદ્દાઓ પર ફેક ઇન્ફેર્મેશન ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.”
જે વપરાશકર્તાઓના કન્ટેન્ટ પર અસર થાય તેઓ શું કરી શકે?
જ્યારે IT નિયમો, 2021 વપરાશકર્તા માટે કશાકનો આધાર લેવા જેવા વિકલ્પો સૂચવે છે, તે સોશિયલ મીડિયા કંપની દ્વારા લેવામાં આવતી ક્રિયાઓ સુધી મર્યાદિત છે. ઉદાહરણ તરીકે, જો કોઈ પ્લેટફોર્મે પોતાની જાતે જ કેટલુંક કન્ટેન્ટ કાઢી નાખે, તો વપરાશકર્તા વિવાદ ઊભો કરવા પ્લેટફોર્મના ફરિયાદ અધિકારીનો સંપર્ક કરી શકે છે, જેનું નિરાકરણ તેમણે 15 દિવસની અંદર કરવાનું હોય છે.
આ પણ વાંચો: Express Investigation – Part 2 : PM awas, પશ્ચિમ બંગાળમાં શંકાસ્પદ પીએમ આવાસની યાદી
જો કે, જો કોઈ પ્લેટફોર્મે નિયમોમાં કટોકટીની જોગવાઈઓના આધારે કન્ટેન્ટને દૂર કરવું હોઈ, તો કાયદો કોઈ સીધો સપોર્ટ કરતો નથી.
આ કિસ્સામાં વપરાશકર્તાઓ પાસે એકમાત્ર વિકલ્પ છે કે તેઓ કોર્ટનો સંપર્ક કરે. જો કે, તે પણ મુશ્કેલ છે. તેમના સ્વભાવથી, અવરોધિત ઓર્ડર પ્રાઇવેટ હોય છે, જેનો અર્થ એ થાય છે કે વપરાશકર્તાઓને તે જોગવાઈઓની ખબર નથી કે જેના હેઠળ તેમનું કન્ટેન્ટ ફ્લેગ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, સરકારે એવી રીતે નિર્ણય લીધો કે કન્ટેન્ટના ચોક્કસ ભાગને રીમુવ કરવો જોઈએ તે નાગરિકોને ખબર નથી.
Twitter જેવા પ્લેટફોર્મ સ્વેચ્છાએ વપરાશકર્તાઓને જાણ કરે છે કે તેઓએ સરકારની વિનંતીના આધારે તેમનું કન્ટેટ રીમુવ કરી શકે છે. અને Lumen ડેટાબેઝ સાથે માહિતી પણ શેર કરે છે. જે અન્ય કાનૂની દૂર કરવાની વિનંતીઓ સાથે દૂર કરવાની સૂચનાઓનો અભ્યાસ કરતો સ્વતંત્ર સંશોધન પ્રોજેક્ટ છે.