પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકાર દ્વારા એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ પ્રદાન કરવાનો છે. પરંતુ ધ ઈન્ડિયન એક્સપ્રેસે સમગ્ર મામલે પશ્વિમ બંગાળમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો છે કે, પશ્વિમ બંગાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રશાસન દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં અમુક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના નામ પણ સામેલ છે.
સમગ્ર મામલે બે મહિના પહેલા ગ્રામિણ વિકાસ મંત્રાલયના સચિવ નાગેન્દ્ર નાથ સિંહાએ રાજ્ય પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ પી.ઉલગનાથનને પત્ર લખ્યો હતો. મળતી માહિતી અનુસાર,આ પત્ર આઠ મહિનાથી વધુ સમયના વિરામ બાદ કેન્દ્ર સરકારે આ યોજનાને પુનઃજીવિત કરવાનો નિર્ણય કર્યા પછી લખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યને અમલીકરણ માળખાને વળગી રહેવાનું આહ્વાન કરતાં સિંહાએ “લાંચ અથવા ભ્રષ્ટાચારના કોઈપણ આરોપ સામે શૂન્ય સહિષ્ણુતા”ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સાથે તેમણે રાજ્ય સરકારને એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું કે, જિલ્લાઓ “લાંચ/ભ્રષ્ટાચાર સંબંધિત આરોપોની સત્યતા ચકાસવા અને જો કોઇ દોષિત પુરવાર થાય તો કડક કાયદાકીય પગલાં લેવા માટે એન્જિનિયરો સહિત વરિષ્ઠ અધિકારીઓની વિશેષ ટીમોની રચના કરે.
આ સ્પેશિયલ ટીમની તપાસ કદાચ દક્ષિણ 24 પરગણાના બરુઇપુર બ્લોક હેઠળના મદારહાટ ગ્રામ પંચાયતના મસ્જિદપારા ગામની સ્થિતિને અવગણશે. જ્યાં સંભવિત લાભાર્થીઓની સૂચિમાં જહાંગીર શેખ અને તેના સાત સંબંધીઓનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, ઈન્ડિયન એક્સપ્રેસે પૂર્વ બર્ધમાન, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણાની મુલાકાત લીધી હતી. આ ત્રણેય જિલ્લા આ યોજના સંદર્ભે સ્થાનિક રહેવાસીઓના વિરોધના સાક્ષી બન્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસને તપાસમાં જાણવા મળ્યું કે, ટીએમસી શાસિત પંચાયતના નાયબ વડાથી લઈને પાર્ટીના કોર કમિટીના સભ્ય અને સ્થાનિક તૃણમૂલ કાર્યકર કે જેઓ પંચાયતના કર્મચારી પણ છે તેમની પાસે પાકાં મકાનો છે અને તેમ છતાં તેઓ સ્થાનિક સ્તરે PMAY માટે લાયક હોવાનું તથ્ય સામે આવ્યું છે.