પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકાર દ્વારા એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ પ્રદાન કરવાનો છે. પરંતુ ધ ઈન્ડિયન એક્સપ્રેસે સમગ્ર મામલે પશ્વિમ બંગાળમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખુલાસો થયો છે કે, પશ્વિમ બંગાળમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રશાસન દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં અમુક તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના નામ પણ સામેલ છે.
જો કે આ માટે હજુ સુધી આ માટે ફંડની જાહેરાત કરવામાં આવી નથી, પણ સ્થાનિક કક્ષાએ આ મામલે વિરોધ ન થયો હોત તો આવા લોકોને સબસીડિ આપી દેવાઇ હોત.
પૂર્વા બર્ધમાનના CPIM જિલ્લા સચિવાલયના સભ્ય અપૂર્બા ચેટર્જીએ જણાવ્યું હતું કે, આખરી નિર્ણય જિલ્લા સ્તર પર લેવાય છે અને તેથી ઘરના માલિકોએ PMAY-G હેઠળ વિસ્તરણ માટે ભંડોળનો ઉપયોગ કરવા માટે સ્થાનિક કર્મચારીઓની મિલીભગતમાં સરળતા રહે છે.” અત્યારે આ મુદ્દો ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદનું કારણ બની ગયું છે. ભાજપ TMC પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે.
મળતી માહિતી મુજબ છેલ્લા આઠ મહિનાથી વધુ સમય માટે રાજ્યમાં આ યોજનાને સ્થગિત કર્યા બાદ કેન્દ્ર સરકારે આખરે નવેમ્બર 2022માં 11,36,488 PMAY-G ઘરો માટે 8,200 કરોડ રૂપિયાની ફાળવ્યા હતા. આ યોજનાએ રાજકીય તોફાન પણ શરૂ કર્યું છે. આ વિવાદ અંતર્ગત ટીમસીનું કહેવું છે કે, કેન્દ્ર તેને ખોટી રીતે નિશાન બનાવી રહ્યુ છે. બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નિશિત પ્રમાણિકના પિતાની પણ કૂચબિહાર જિલ્લામાં યોજનાના સંભવિત લાભાર્થી તરીકે ઓળખ થઇ હોવાની માહિતી છે. જે અંગે નિશિતે દાવો કર્યો કે, મારું નામ એક રાજનીતિક ‘ષડયંત્ર’ના રૂપમાં જોડી ઉછાળવાનો પ્રયત્ન છે.
ઈન્ડિયન એક્સપ્રેસને લાભાર્થીઓની યાદીની, સ્થળની મુલાકાત અને અરજદારો તેમજ સ્થાનિક અધિકારીઓની મુલાકાત કર્યા બાદ તપાસમાં જે પ્રત્યક્ષ આવ્યું તે પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં બ્લોક સ્તરની ક્ષતિઓ હતી.
ઈન્ડિયન એક્સપ્રેસે પૂર્વ બર્ધમાન, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણાની મુલાકાત લીધી હતી. આ ત્રણેય જિલ્લા આ યોજના સંદર્ભે સ્થાનિક રહેવાસીઓના વિરોધના સાક્ષી બન્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું કે, ટીએમસી શાસિત પંચાયતના નાયબ વડાથી લઈને પાર્ટીના કોર કમિટીના સભ્ય અને સ્થાનિક તૃણમૂલ કાર્યકર કે જેઓ પંચાયતના કર્મચારી પણ છે તેમની પાસે પાકાં મકાનો છે અને તેમ છતાં તેઓ સ્થાનિક સ્તરે PMAY માટે લાયક હોવાનું તથ્ય સામે આવ્યું છે.
તૃણમૂલ શાસિત ઉપપ્રમુખ જહાંગીર સેખ ખંડઘોષ બ્લોકની શાખરી ગ્રામ પંચાયત હેઠળના કેશબપુર ગામમાં સીસીટીવી કેમેરાવાળા ત્રણ માળના મકાન અને બાજુમાં બાંધકામ હેઠળના મકાનના માલિક છે. બ્લોક સ્તરે તૈયાર કરાયેલ સંભવિત PMAY-G લાભાર્થીઓની યાદીમાં તેમની પત્ની સિમા, તેમના ભાઈઓ આલમગીર અને આઝમગીર અને તેમના પિતા શેખ મહાસેનના નામ પણ છે, જેઓ ગયા વર્ષે મૃત્યુ પામ્યા હતા.