Government vs Judiciary: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિર્ણયનો ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની ટીપ્પણીના (Chief Justice of India DY Chandrachud) પ્રસંશા કરી હતી. સીજેઆઈએ મુંબઇના બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે તાજેતરમાં એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ક્ષેત્રીય ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયોને ઉપલબ્ધ કરાવવાની દિશામાં કરવાની વાત કરી હતી. તેમણે આ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો વિચાર પણ આપ્યો હતો. આ એક પ્રશંસનિય વિચાર છે જે અનેક લોકોની સાથે વિશેષ રૂપથી યુવાઓની મદદ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ અનેક વખત કોર્ટમાં સ્થાનિક ભાષાઓના ઉપયોગની જરૂરિયાત ઉપર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં અનેક ભાષાઓ છે. જે આપણી સંસ્કૃતિક જીવંતતા વધારે છે. કેન્દ્ર સરકાર ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. જેમાં એન્જિનિયરિંગ અને ચિકિત્સા જેવા વિષયોને પોતાની માતૃભાષામાં ભણાવવાનો વિકલ્પ સામેલ છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી
ઓક્ટોબરમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાયદાની અસ્પષ્ટતા જટિલતા ઉભી કરી છે. નવા કાયદાઓને સ્પષ્ટ રીતે અને ક્ષેત્રીય ભાષાઓમાં ન્યાયમાં સરળતા લાવવા માટે લખવા જોઈએ. જેથી કરીને ગરીબ પણ તેને સરળતાથી સમજી શકે. તેમણે કહ્યું કે કાયદાની ભાષા નાગરિકો માટે બાધા ન બનવી જોઇએ.
તેમણે મે મહિનામાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ હાજરી આપી હતી તેવા અન્ય કાર્યક્રમમાં પણ આ મુદ્દા પર વાત કરી હતી. જસ્ટિસ રમનાએ કહ્યું હતું કે, ‘આ ગંભીર મુદ્દો છે, તેમાં થોડો સમય લાગશે. ઉચ્ચ અદાલતોમાં પ્રાદેશિક ભાષાઓના અમલીકરણમાં ઘણી અડચણો અને અવરોધો છે.
‘સુપ્રીમ કોર્ટે બંધારણને હાઇજેક કર્યું’ કિરેન રિજિજુએ ભૂતપૂર્વ જજનું નિવેદન શેર કર્યું
ન્યાયિક નિમણૂકોના મુદ્દે સરકાર અને ન્યાયતંત્ર વચ્ચેના મતભેદો વચ્ચે આજે વડા પ્રધાનનું ટ્વિટ આવ્યું છે, જેમાં સરકાર મોટી ભૂમિકા ઇચ્છે છે. આ પહેલા આજે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ રવિવારે દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ આરએસ સોઢીનું નિવેદન શેર કર્યું હતું. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ભૂતપૂર્વ ન્યાયાધીશની ટિપ્પણીને ટાંકીને કહ્યું કે આ સૌથી સમજદાર અભિગમ છે.
દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આરએસ સોઢીએ ‘લોસ્ટ્રીટ ભારત’ યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ન્યાયાધીશોની નિમણૂકમાં કોલેજિયમ સિસ્ટમનો વિરોધ કર્યો હતો. પૂર્વ જસ્ટિસ આરએસ સોઢીએ કહ્યું કે તેઓ પોતે જ જજોની નિમણૂક કરશે, સરકારની આમાં કોઈ ભૂમિકા નહીં હોય. સુપ્રીમ કોર્ટે આ રીતે બંધારણને હાઈજેક કર્યું છે.