Jammu Police Recovered Perfume IED: જમ્મુ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આતંકીની ધરપકડ કરી છે. આરિફ નામના આતંકીએ 21 જાન્યુઆરીના રોજ 2 બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. તેની પાસેથી પરર્ફ્યૂમ આઈઈડી પણ મળી આવ્યો હતો. આરિફ પાકિસ્તાનમાં બેસેલા લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં બનેલો હતો. પૂછપરછમાં તેણે ઘણા ખુલાસા કર્યા છે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના મતે 20 જાન્યુઆરીએ બે આઈઈડી પ્લાન્ટ થયા હતા. બીજા દિવસે બે બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ હુમલામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલામાં આરિફ નામના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. રિયાસીનો રહેવાસી આરિફ સરકારી ટીચર છે. તેની પાસેથી પરફ્યૂમ બોમ્બ મળી આવ્યો હતો. પોલીસના મતે આરિફ છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં બેસેલા લશ્કર-એ-તૈયબાના આતંકીઓના સંપર્કમાં હતો.
ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે આતંકી આરિફને ડિસેમ્બરમાં 3 આઈઈડી મળ્યા હતા. તેમાંથી 2 આઈઈડીનો ઉપયોગ નરવાલ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો. તે સતત પાકિસ્તાની આતંકીઓ સાથે સંપર્કમાં હતો. તપાસમાં ખુલાસો થયો કે બ્લાસ્ટ કરવા માટેની પ્લાનિંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કાશ્મીરમાં હઝરતબલ દરગાહએ માથું ટેકીની ભારત જોડો યાત્રા પુર્ણ કરી
વૈષ્ણો દેવી જઇ રહેલી બસમાં પણ કર્યો હતો બ્લાસ્ટ
પૂછપરછમાં આરિફે જણાવ્યું કે મે 2022માં કટરા જઇ રહેલી બસમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા હતા અને 22 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આરિફે માન્યું કે આ બસમાં તેણે આઈઈડી લગાવ્યો હતો.
શું હોય છે પરફ્યૂમ આઈઈડી
પોલીસના મતે પ્રથમ વખત પરફ્યૂમ આઈઈડી જપ્ત કર્યો છે. તેમાં પરફ્યૂમની બોટલમાં આઈઈડી (વિસ્ફોટક) ભરી દેવામાં આવે છે. તેને બ્લાસ્ટ કરનાર સ્થાન પર રાખવામાં આવે છે. જેવો કોઇ બોટલને હાથ લગાવે કે તેને દબાવવાનો પ્રયત્ન કરે તો તે બ્લાસ્ટ થઇ જાય છે. તેના ધમાકા ઘણા ખતરનાક હોય છે. આ બ્લાસ્ટ કોઇ વ્યક્તિના આઈઈડી સાથે સંપર્કમાં આવ્યા પછી થાય છે જેથી જાનમાલનું નુકસાન વધારે થાય છે.