Joshimath: જોશીમઠમાં જમીન ધસી જવાથી ઘણા મકાનોમાં પડી તિરાડો, તત્કાલ ડેન્જર ઝોન ખાલી કરવા આદેશ

Joshimath Sinking : જમીન દરકવાની ઘટનાના કારણે તપોવન વિષ્ણુગાડ જલ વિદ્યુત પરિયોજના અંતર્ગત ચાલી રહેલા બધા નિર્માણ કાર્યો આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યા

Written by Ashish Goyal
January 06, 2023 21:40 IST
Joshimath: જોશીમઠમાં જમીન ધસી જવાથી ઘણા મકાનોમાં પડી તિરાડો, તત્કાલ ડેન્જર ઝોન ખાલી કરવા આદેશ
જોશીમઠમાં જમીન ધસી જવાથી ઘણા મકાનોમાં તિરાડો પડી રહી છે (તસવીર - ઉત્તરાખંડ કોંગ્રેસ ટ્વિટર)

landslides in Joshimath : ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. રસ્તાઓ ધસી પડ્યા બાદ ત્યાંથી પાણીની ધાર થઈ રહી છે. પાણીની સાથે માટી આવી રહી છે જે ડર વધારી રહી છે. બદ્રીનાથ ધામથી ફક્ત 50 કિલોમીટર દૂર જોશીમઢમાં ચકિત કરનારી ઘટનાઓ બની રહી છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે.

તત્કાલ ડેન્જર ઝોનને ખાલી કરવાનો આદેશ

આ ઘટનાને લઇને શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જાણકારી પ્રમાણે સીએમે કહ્યું કે તત્કાલ સુરક્ષિત સ્થાન પર એક મોટું અસ્થાયી પુર્નવાસ કેન્દ્ર બનાવવામાં આવે. જોશીમઠમાં સેક્ટર અને ઝોનલ વાર યોજના બનાવવામાં આવે. તત્કાલ ડેન્જર ઝોનને ખાલી કરવામાં આવે. જે પછી અધિકારીઓ કાર્યવાહીમાં લાગી ગયા છે.

6 મહિના સુધી પ્રભાવિત પરિવારોને મકાન ભાડુ આપવાની જાહેરાત

બેઠક પછી જોશીમઠ ક્ષેત્રના પ્રભાવિતો માટે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર પ્રશાસને 6 મહિના સુધી પ્રભાવિત પરિવારોને મકાન ભાડુ આપવાની જાહેરાત કરી છે. અધિકારીઓના મતે જે લોકોના ઘર ડેન્જર ઝોનમાં છે અને રહેવા યોગ્ય નથી તેમને આગામી 6 મહિના સુધી ભાડાના મકાનમાં રહેવા માટે 4000 રૂપિયા સહાય આપવામાં આવે છે. આ સહાયતા મુખ્યમંત્રી રાહત કોષમાંથી આપવામાં આવશે. જોશીમઠમાં 560થી વધારે ઘર પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો – દિલ્હી એમસીડીમાં કેમ થઇ બબાલ? આપ અને બીજેપીના કોર્પોરેટરોના ઝઘડાનું આ છે અસલી કારણ

નિર્માણ કાર્યો તત્કાલ પ્રભાવથી અટકાવી દેવાયા

જમીન દરકવાની ઘટનાના કારણે તપોવન વિષ્ણુગાડ જલ વિદ્યુત પરિયોજના અંતર્ગત ચાલી રહેલા બધા નિર્માણ કાર્યો આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યા છે. સીમા સડક સંગઠન (BRO) દ્વારા હેલંગ બાઇપાસના નિર્માણ કાર્ય ઉપર પણ રોક લગાવી દીધી છે. નગરપાલિકાના અન્ય નિર્માણ કાર્યો પણ તત્કાલ પ્રભાવથી અટકાવી દેવામાં આવ્યા છે.

જિલા આપદા પ્રબંધન અધિકારી એનકે જોશીએ કહ્યું કે ઘરોમાં દરાર પડવાના કારણે જોખમમાં રહેલા 47 પરિવારોને અસ્થાઇ રુપમાં સુરક્ષિત સ્થાનો પર લઇ જવામાં આવ્યા છે.

જોશીમઠ ચમોલી જિલ્લામાં 6000 ફૂટની ઉંચાઇ પર છે

જોશીમઠ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 6000 ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. આ બદ્રીનાથ અને હેમકુંડ સાહિબના માર્ગ પર ઉચ્ચ જોખમવાળા ભૂંકપીય ઝોન-5 માં આવે છે. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ બન્નેની યાત્રા કરનાર પર્યટક જોશીમઠથી થઇને પસાર થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ