joshimath sinking : જોશીમઠની ખતરાની ઘંટી 46 વર્ષ પહેલાથી જુલાઈ 2021 સુધીના રિપોર્ટમાં વાગતી રહી

joshimath sinking reports : જોશીમઠમાં અત્યારે જે ખતરાની ઘંટી વાગી રહી છે તે વર્ષો પહેલાથી જ આપવામાં આવેલા રિપોર્ટોમાં વાગતી રહી હતી પરંતુ આ ખતરાની ઘંટીનો અવાજ જેતે સરકારો સુધી પહોંચ્યો ન્હોતો. હવે કોંગ્રેસ અને ભાજપ બંને સરકારો એકબીજા ઉપર ઢોળી રહી છે.

Updated : January 10, 2023 10:48 IST
joshimath sinking : જોશીમઠની ખતરાની ઘંટી 46 વર્ષ પહેલાથી જુલાઈ 2021 સુધીના રિપોર્ટમાં વાગતી રહી
જોશીમઠમાં ભૂસ્ખલન રિપોર્ટ (Express photo by Avaneesh Mishra)

અવનિશ મિશ્રાઃ અત્યારે પ્રવાસન સ્થળ જોશીમઠ ચર્ચાનો વિષય બન્યો છે. જોશીમઠમાં પડતી ત્રિરાડો પણ સરકાર અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક છે. પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ અચાનક નહીં પરંતુ વર્ષો પહેલા જ થઈ ગઈ હતી. લગભગ અડધી સદી પહેલા જ્યારે 18 સભ્યોની સમતિએ ચેતવણી આપી હતી કે જોશીમઠ શહેર ભૌગોલિક રૂપથી અસ્થિર છે. આ સાથે જ અનેક પ્રતિબંધો અને ઉપચારાત્મક ઉપાયો જણાવ્યા હતા.

7 મે 1976માં આપવામાં આવી હતી રિપોર્ટ

જોશીમઠ શહેરના ભૂસ્ખલન અને ડૂબવાના કારણોની તપાસ માટે તત્કાલિન કમિશ્નર, ગઢવાલ મંડળ મહેશ ચંદ્ર મિશ્રાની અધ્યક્ષામાં સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. 7 મે 1976માં પોતાની રિપોર્ટમાં ભારે નિર્માણ કાર્યો, ઢોળાવ પર ખેતી, વૃક્ષોની કાપણી પર પ્રતિબંધ લગાવવાનું સુચમ આપ્યું હતું. વરસાદી પાણીને યોગ્ય રીતે નિકાલ કરવા માટે પાકી ગટર લાઇનનું નિર્માણ, યોગ્ય ગટર સિસ્ટમ અને નદીના કિમારા ઉપર સીમેન્ટ બ્લોક રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું.

ભાજપ અને કોંગ્રેસનો એકબીજા પર ઉપર નિષ્ફળતાનો આરોપ

અત્યારના સંકટ વચ્ચે હવે કોંગ્રેસ અને ભાજપ રિપોર્ટની ભલામણોને લાગુ કરવામાં વિફલ રહેવા માટે એક બીજા ઉપર આરોપ લગાવી રહ્યા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા સમીક્ષાની કરવામાં આવેલી રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ વિસ્તાર ભૂગર્ભીય રૂપથી અસ્થિર છે. જેના પરિણામસ્વરૂપ ભૂસ્ખલન, રસ્તાઓ તૂટી જાય છે અને સ્થાનિક જમીન ધસી જાય છે. નિર્માણ ગતિવિધિ અને જનસંખ્યામાં વૃદ્ધિની સાથે મહત્વપૂર્ણ જૈવિક ગડબડી પણ થઈ છે.

વારંવાર થનારા ભૂસ્ખલન પર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “સંભવિત કારણોમાં હિમવોશ હોઈ શકે છે. રિપોર્ટનો પ્રાકૃતિક કોણ, ખેતી યોગ્ય ક્ષેત્રનું સ્થાન અને ભૂસ્ખલનના કાટમાળ ઉપર ફરીથી વસવાટ, નદીઓના વહેણથી ઘસારો.” આ પ્રકારે મોટા ફેરફારોની સાથે મૂવમેન્ટના કારણે આવી ઘટનાઓ બની શકે છે.

ઢાળવ ઉપર ખેતીવાળા ક્ષેત્રનું સ્થાન ભૂસ્ખલનને જન્મ આપે છે

આ પ્રકારે ઢાળન ઉપર ખેતીવાળા ક્ષેત્રનું સ્થાન ભૂસ્ખલનને જન્મ આપે છે. અપક્ષયનો પણ પ્રતિકૂળ પ્રભાવ પડશે કારણ કે અલકનંદા અને ધૌલીગંગાની નદીઓની ધારાઓ ચટ્ટાનો પર ઘસારો પાડે છે જે ભૂસ્ખલન લાવવા માટે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. વરસાદ અને બરફ પીગળવાના કારણે પહાડોની ધોવાણ અને પાણી જમે છે. આ પાણી પહાડોમાં જમા થાય છે જે ભૂસ્કલન માટે પણ જવાબદાર છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1962 બાદ ક્ષેત્રમાં ભારે નિર્માણ પ્રોજેક્ટો શરૂ થયા. જેમાં વિનિયમિત જળ નિકાસ માટે પુરતી વ્યવસ્થા ન્હોતી. જેના કારણે પાણી જમા થતાં છેવટે ભૂસ્ખલનનું કારણ બન્યું.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ઢોળાવની વચ્ચે વહેનારું પાણે ઝડપી ગતિથી વહે છે ત્યારે ઘસારો પાડી દે છે. ઢળું પાણી નરમ માટીને પણ સાથે લઇ જાય છે. આ પ્રકારે પથ્થરો વચ્ચે જગ્યા બનતી જાય છે. બોન્ડિંગ વગર એકબીજાને સરાહો મળતો નથી અને જેના પરિણામ સ્વરૂપ સ્લાઇડ થઈ જાય છે. આ પ્રક્રિયાની પુનરાવૃત્તિ ઢોળાવને વધારે વધારી દે છે.

વૃક્ષોનું આડેધડ છેદન પણ મહત્વપૂર્ણ કારણ

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે “વૃક્ષો મહત્વપૂર્ણ છે કારણે વરસાદના સમયમાં યાંત્રિક રક્ષકના રૂપમાં કાર્ય કરે છે. જળ સંરક્ષણ ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. અને ઢીલી માટીને પકડી રાખવાનું પણ કામ કરે છે. વૃક્ષોની આડેધડ કાપણી પણ આવી ઘટનાઓ માટે કારણભૂત છે. જોશીમઠ વિસ્તારમાં પ્રાકૃતિક વન આવરણને અનેક એજન્સીઓ દ્વારા નિર્દયતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા છે. ચટ્ટાનોની ઢલાન ખુલ્લી અને વૃક્ષ રહિત છે. વૃક્ષોના અભાવના કારણે ભૂસ્ખલન થાય છે.”

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસની ઉજવણી, ભારતની ચા પહેલીવાર ઇંગ્લેન્ડ પહોંચી

રિપોર્ટમાં જણાવ્યું છે કે જોશીમઠ રેત અને પથ્થરના સ્થર પર સ્થિત છે. અને જે ટાઉનશિપ માટે યોગ્ય નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે બ્લાસ્ટિંગ અને ભારે ટ્રાફિક થવાના કારણે કંપન ઉત્પન્ન થાય છે જે પ્રાકૃતિક કારકોમાં પણ અસંતુલન પેદા કરે છે.

યોગ્ય ડ્રેનેજ સુવિધાનો અભાવ પણ ભૂસ્ખલન માટે જવાબદાર

“યોગ્ય ડ્રેનેજ સુવિધાનો અભાવ પણ ભૂસ્ખલન માટે જવાબદાર છે. હાજર સોર્પ્શન પિટ્સ માટી અને પથ્થર વચ્ચે પોલાણ બનાવવા માટે જવાબદાર છે. આનાથી પાણી જમવું અને જમીનનું ધોવાણ થશે.” ઉપચારાત્મક પગલાં સૂચવતા અહેવાલમાં જણાવાયું છે કે માટીની લોડ બેરિંગ ક્ષમતાની તપાસ કર્યા પછી જ ભારે બાંધકામની મંજૂરી આપવી જોઈએ. રસ્તાના સમારકામ અને અન્ય બાંધકામના કામો માટે, ટેકરીને ખોદીને અથવા બ્લાસ્ટ કરીને પથ્થરોને દૂર ન કરવાની સલાહ આપવામાં આવે છે. તે જણાવે છે કે ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાં પહાડીની તળેટીમાંથી પત્થરો દૂર કરવા જોઈએ નહીં કારણ કે આ આધારને નુકસાન પહોંચાડશે.

“વસાહતને લાકડું, લાકડા અને કોલસા સાથે સપ્લાય કરવા માટે વૃક્ષો કાપવાનું કડક રીતે નિયમન કરવું જોઈએ અને ભૂસ્ખલન ઝોનમાં કોઈ વૃક્ષો કાપવા જોઈએ નહીં. ઢોળાવ પરની ખેતી ટાળવી જોઈએ. તેના બદલે, માટી અને પાણી વૃક્ષો વાવવાનું એક વિશાળ અભિયાન અને સંસાધનોના સંરક્ષણ માટે શરૂ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ- Ram Mandir opning date: રામ મંદિર અને કોંગ્રેસ : એક રાજકીય વિવાદ અને યોજનાબદ્ધ ચાલ!

“જોશીમઠ વિસ્તાર કાયમી ટેક્ટોનિક ઝોન પર છે, જે હાલમાં સક્રિય હોઈ શકે છે. આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં છે. તેથી ભવિષ્યમાં વધુ કોઈ ભૂસ્ખલન અટકાવવા માટે નીચે ખુલ્લા વરસાદી પાણીના પ્રવાહને રોકવો જરૂરી છે. આવા બાંધકામો ગટર ખૂબ જ જરૂરી છે. યોગ્ય ડ્રેનેજનું બાંધકામ જેમ કે નૈનીતાલમાં કરવામાં આવ્યું હતું, જ્યાં મોલ (રોડ)નો એક ભાગ ડૂબી રહ્યો હતો.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એક્શન મોડમાં

ગયા અઠવાડિયે ઘણા ઘરોમાં મોટી તિરાડોના અહેવાલો પછી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સમાન પગલાં સૂચવ્યા અને તેમણે જણાવ્યું હતું કે “તાત્કાલિક એક્શન પ્લાનની સાથે લાંબા ગાળાની યોજનાઓની પ્રક્રિયા ટૂંકી કરવી જોઈએ અને ડેન્જર ઝોન, ગટર અને ડ્રેનેજની સારવાર પર કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થવું જોઈએ,” ચમોલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર જોશીમઠ વિસ્તારમાં લગભગ 3,900 ઘરો અને 400 વ્યાપારી ઇમારતો છે, જે 2.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. પીએમ આવાસ યોજનાના ભાગ રૂપે લગભગ 195 ઘરો બનાવવામાં આવ્યા હતા.

678 મકાનો અને બાંધકામોમાં તિરાડો પડી

સોમવાર સાંજ સુધીમાં આમાંથી 678 મકાનો અને બાંધકામોમાં તિરાડો પડી હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે વધુ 27 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં કુલ 81 પરિવારોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે માત્ર 1,790 મકાનો જ પ્રોપર્ટી ટેક્સ સબમિટ કરે છે કારણ કે બાકીનું બાંધકામ પરવાનગી વિના કરવામાં આવ્યું છે. “વિસ્તારમાં મોટાભાગના ઘરો કોઈપણ પરવાનગી વિના બાંધવામાં આવ્યા છે. જેમને બેંકો પાસેથી લોનની જરૂર હોય તેઓ જ સ્થાનિક વિકાસ સત્તામંડળ પાસેથી નકશા પાસ કરાવે છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ડિસ્ટ્રિક્ટ લેવલ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે 2018 થી સત્તાવાર રેકોર્ડ મુજબ આ વિસ્તારમાં લગભગ 60 નવા મકાનો બનાવવામાં આવ્યા છે. “જોકે, વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે,”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ