Delhi Sultanpuri Girl Death Case : દિલ્હીના સુલતાનપુરી વિસ્તારના કંઝાવલામાં કથિત અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતીના પોસ્ટમોર્ટમ પછી લાશ તેમના પરિવારને સોંપવામાં આવી છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીડિતાના પરિવાર સાથે વાત કરતા 10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કારની પૃષ્ટી નથી
દિલ્હી પોલીસે મંગળવારે 20 વર્ષીય યુવતીનો ઓટોપ્સી રિપોર્ટ મેળવ્યો છે અને કહ્યું કે તેનાથી માહિતી મળે છે કે પીડિતા પર થયેલી બધી ઇજા ગાડીની નીચે ઘસડતા થઇ છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે પીડિતાના શરીર પર યૌન હુમલાનો સંકેત આપનારી કોઇ ઇજા નથી. એક કાર દ્વારા 10 કિમીથી વધારે ઘસડવાના કારણે 20 વર્ષીય યુવતીનું મોત થયું છે.
વિશેષ પોલીસ આયુક્ત (કાનૂન વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે અમે જાણ્યું કે દુર્ઘટનાના સમયે મૃતક યુવતી સાથે અન્ય એક યુવતી હતી. તેને કોઇ ઇજા પહોંચી નથી અને તે ઘટના પછી ત્યાંથી ચાલી ગઇ હતી. અમે તેની ઓળખ કરી લીધી છે તે તપાસમાં સહયોગ કરી રહી છે. સીઆરપીએસની કલમ 164 અંતર્ગત તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
આ પણ વાંચો – કાંઝાવાલા યુવતીનું ઢસડાવાથી મોતના મામલે ખુલાસો, સ્કૂટી પર બીજી છોકરી પણ હતી, બંને વચ્ચે હોટલમાં બોલાચાલી થઈ હતી
અરવિંદ કેજરીવાલે કરી 10 લાખ સહાયની જાહેરાત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૃતક યુવતીના પરિવારજનો સાથે વાત કરી છે. તેની જાણકારી કેજરીવાલે ટ્વિટ કરીને આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે પીડિતાની માતા સાથે વાત થઇ. પુત્રીને ન્યાય અપાવીશું. મોટા-મોટા વકીલ કરીશું. તેમની મા બીમાર રહે છે. તેની બધી સારવાર કરાવીશું. પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયા સહાય આપીશું. સરકાર પીડિતા પરિવારની સાથે છે. ભવિષ્યમાં કોઇ જરૂરિયાત આવી તો અમે પુરી કરીશું.
પોલીસે આ પાંચ આરોપીઓની ધરપકડ કરી
આ કેસમાં પોલીસે ઝડપેલા આરોપીઓમાં ગ્રામીણ સેવામાં ડ્રાઈવર તરીકે કામ કરતા રાજેશ ખન્નાના પુત્ર 26 વર્ષીય દીપક ખન્ના, 25 વર્ષીય અમિત ખન્ના, સ્વર્ગસ્થ રાજ કુમારનો પુત્ર, એસબીઆઈ કાર્ડનું કામ કરે છે. ઉત્તમ નગરમાં ખન્ના, કનોટ પ્લેસમાં સ્પેનિશ કલ્ચર સેન્ટરમાં કામ કરતા 27 વર્ષીય કૃષ્ણા, 27 વર્ષીય પુત્ર કાશી નાથ, 26 વર્ષીય મિથુન નરૈના વિસ્તારમાં હેર ડ્રેસર તરીકે કામ કરે છે, 27 વર્ષીય- વૃદ્ધ શિવ કુમાર અને પી બ્લોક સુલતાન પુરીમાં 27 વર્ષીય રાશન ડીલર.વર્ષોમાં મનોજ મિત્તલ, પુત્ર સુરેન્દ્ર મિત્તલનો સમાવેશ થાય છે.