પીએમ મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આતંકને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો

Karnataka Assembly Elections : શુક્રવારે પીએમ મોદીએ કર્ણાટકના બેલ્લારીમાં એક જનસભાને સંબોધિત કરી, પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ આતંકવાદ પર બનેલી ફિલ્મનો વિરોધ કરી રહી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે ઉભી છે. વોટબેંક માટે કોંગ્રેસ આતંકવાદનો બચાવ કરે છે

Written by Ashish Goyal
May 05, 2023 16:44 IST
પીએમ મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આતંકને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો
શુક્રવારે પીએમ મોદીએ કર્ણાટકના બેલ્લારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરી (તસવીર - બીજેપી)

Karnataka Assembly Elections : કર્ણાટકની ચૂંટણીમાં મતદાનને હવે 4 દિવસ બાકી છે અને તમામ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ તરફથી પીએમ નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત ચૂંટણી જનસભાઓ કરી રહ્યા છે. શુક્રવારે પીએમ મોદીએ કર્ણાટકના બેલ્લારીમાં એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને ટાંકીને કોંગ્રેસ પાર્ટી પર આતંકવાદી તત્વોને આશ્રય અને પોષણ આપવાનો આરોપ લગાવ્યો હતો

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ 85 ટકા કમિશનવાળી પાર્ટી છે. યેદિયુરપ્પા અને બોમ્મઇ જીના નેતૃત્વમાં કર્ણાટકમાં ડબલ એન્જિન સરકારને માત્ર સાડા ત્રણ વર્ષ સુધી કામ કરવાની તક મળી. કોંગ્રેસની સરકાર અહીં હતી ત્યારે તેણે કર્ણાટકના વિકાસ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપ્યું હતું. આનું કારણ શું હતું કે ખુદ કોંગ્રેસના પૂર્વ પીએમ રાજીવ ગાંધીએ કહ્યું હતું કે તેઓ દિલ્હીથી 100 પૈસા મોકલતા હતા પરંતુ ગરીબો સુધી માત્ર 15 પૈસા જ પહોંચ્યા હતા. આ મુજબ તેમણે પોતે સ્વીકાર્યું કે કોંગ્રેસ 85 ટકા કમિશન ધરાવતી પાર્ટી છે.

આ પણ વાંચો – બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાનો કોઈ પ્રસ્તાવ નથી, કોંગ્રેસ નેતાએ કહ્યું- રાજ્ય પાસે પ્રતિબંધ કરવાનો અધિકાર નથી

પીએમ મોદીએ ફિલ્મ ધ કેરલા સ્ટોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધ કેરલા સ્ટોરી ફિલ્મ આતંકવાદી ષડયંત્ર પર આધારિત છે. તે આતંકવાદનું કદરૂપું સત્ય બતાવે છે. કોંગ્રેસ આતંકવાદ પર બનેલી ફિલ્મનો વિરોધ કરી રહી છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે ઉભી છે. વોટબેંક માટે કોંગ્રેસ આતંકવાદનો બચાવ કરે છે. મને એ જોઈને આશ્ચર્ય થાય છે કે કોંગ્રેસ તેની વોટ બેંક માટે આતંકવાદ સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે. શું આવી પાર્ટી ક્યારેય કર્ણાટકને બચાવી શકશે? આતંકના માહોલમાં અહીંના ઉદ્યોગ, આઈટી ઉદ્યોગ, કૃષિ અને ગૌરવશાળી સંસ્કૃતિ નષ્ટ થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે સુરક્ષા વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થાએ સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત છે. કર્ણાટક માટે આતંકવાદથી મુક્ત રહેવું પણ એટલું જ જરૂરી છે. આતંકવાદ સામે ભાજપે હંમેશા કડક વલણ અપનાવ્યું છે. પરંતુ જ્યારે પણ આતંકવાદ પર કાર્યવાહી થાય છે ત્યારે કોંગ્રેસના પેટમાં દુખે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઢંઢેરો માત્ર પ્રતિબંધ અને તુષ્ટિકરણ વિશે હતો જ્યારે ભાજપ કર્ણાટકને દેશનું ટોચનું રાજ્ય બનાવવા માંગે છે.

પીએમ મોદીએ કોંગ્રેસને આદિવાસી વિરોધી બતાવતા કહ્યું કે આઝાદી પછી પહેલી વાર જ્યારે કોઈ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસે તેમનો પણ વિરોધ કર્યો હતો. જે કોંગ્રેસ આદિવાસીનો વિરોધ કરે, આદિવાસી મહિલાનો વિરોધ કરે તેને શું તમે માફ કરી શકો છો?”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ