Karnataka CM Race: શિવકુમાર કે સિદ્ધારમૈયા? ખડગેના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં મંથન શરૂ

Karnataka CM Race : કર્ણાટકના નવા મુખ્યમંત્રી (Karnataka New CM) કોણ બનશે? સિદ્ધારમૈયા (siddaramaiah) કે ડીકે શિવકુમાર (dk shivakumar)? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (mallikarjun kharge) ના ઘરે રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત કોંગ્રેસ (Congress) નેતાઓ મંથન કરવા ભેગા થયા.

Written by Kiran Mehta
Updated : May 16, 2023 14:40 IST
Karnataka CM Race: શિવકુમાર કે સિદ્ધારમૈયા? ખડગેના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસમાં મંથન શરૂ
કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બનશે? સિદ્ધારમૈયા કે ડીકે શિવકુમાર ?

Karnataka CM Race: કોણ બનશે કર્ણાટકનો રાજા? દરેક જણ આ પ્રશ્નના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ અંગે કોંગ્રેસ પક્ષમાં સતત મંથન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. આ અંગે મંગળવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા પણ હાજરી આપવા માટે ખડગેના ઘરે પહોંચ્યા છે. આ સાથે કર્ણાટક કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ ખડગેના નિવાસસ્થાને દસ્તક આપી છે.

ડીકે શિવકુમાર દિલ્હી પહોંચ્યા

કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા. આ પહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સોમવારે જ દિલ્હી આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રીના નિર્ણય પર કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ નિરીક્ષકોના રિપોર્ટના આધારે નિર્ણય લેશે. તેમાં કોઈ વિલંબ નથી, અમે પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ.

દિલ્હી જતા પહેલા ડીકે શિવકુમારે મીડિયાને કહ્યું હતું કે, તેઓ કોઈ પદ મેળવવા માટે પાર્ટીને છેતરશે નહીં કે બ્લેકમેલ કરશે નહીં. ડીકેએ કહ્યું, “હવે અમારો આગામી પડકાર 20 સીટો (લોકસભા ચૂંટણીમાં) જીતવાનો છે. અમારો પક્ષ એક છે અને હું કોઈને વિભાજિત કરવા માંગતો નથી. હું એક જવાબદાર વ્યક્તિ છું. હું ન તો પાર્ટી સાથે છેતરપિંડી કરીશ કે ન તો પાર્ટીને બ્લેકમેલ કરીશ.

આજે હું જ્યાં પણ છું તે કોંગ્રેસના કારણે છેઃ ડીકે શિવકુમાર

કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ‘સોનિયા ગાંધીએ મને કહ્યું હતું કે, ‘મને તમારામાં વિશ્વાસ છે કે તમે કર્ણાટકનો વિકાસ કરશો. શિવકુમારે કહ્યું, “હું બ્લેકમેલ નહીં કરું, તેવો હું નથી. કંઈપણ અર્થ ન લગાવશો. મારો પોતાનો અભિપ્રાય છે. હું બાળક નથી. હું કોઈ જાળમાં ફસાવાનો નથી.

આ પણ વાંચોRoad to 2024: કર્ણાટકમાં જીત મળી, હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન માટે કેમ વધુ આશાવાદી છે

આગામી 24 કલાકમાં મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે

નિરીક્ષકોની ટીમે સોમવારે હાઇકમાન્ડને કર્ણાટકના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાય વિશે માહિતગાર કર્યા હતા. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી આગામી 24 કલાકમાં કર્ણાટકના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ