scorecardresearch

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: ખડગેએ મોદીને ‘ઝેરી સાપ’ કહ્યા તો ભાજપે સોનિયાને ‘વિષકન્યા’ કહ્યા

karnataka election 2023: કર્ણાટકના કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ બાસનગૌડા પાટિલ યતનાલેના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું કે કર્ણાટકમાં ભાજપના નેતાઓએ તેમનું માનસિક અને રાજકીય સંતુલન ગુમાવી દીધું છે

karnataka election 2023
યેલબર્ગામાં એક રેલીમાં બોલતા બાસનગૌડા પાટિલ યતનાલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સોનિયા ગાંધી ચીન અને પાકિસ્તાનની એજન્ટ છે. (સોશિયલ મીડિયા)

karnataka election 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના આક્રમક નિવેદનો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડેએ પીએમ નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહ્યા હતા. જેના પર વળતો પ્રહાર કરતા કર્ણાટકના બીજેપી ધારાસભ્ચ બાસનગૌડા પાટિલ યતનાલે સોનિયા ગાંધીને વિષકન્યા ગણાવ્યા છે. આ સિવાય રાહુલ ગાંધીને પાગલ ગણાવ્યા હતા. પાટિલ યતનાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે ઝેરી સાપની ટિપ્પણી કરનાર મલ્લિકાર્જુન ખડગે ઉપર પણ પ્રહાર કર્યો હતો.

યેલબર્ગામાં એક રેલીને સંબોધિત કરતા કર્ણાટકના બીજેપી ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે સોનિયા ગાંધી પર ચીન અને પાકિસ્તાનના એજન્ટ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. રેલીમાં તેમના ભાષણમાં જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે વડા પ્રધાન માટે કયા શબ્દોનો ઉપયોગ કર્યો? દુનિયાએ પીએમ મોદીને સ્વીકારી લીધા છે. જે વિશ્વના નેતા તરીકે ઉભરી આવ્યા છે અને તેમની સરખામણી કોબ્રા સાથે કરવામાં આવી રહી છે. જો એમ હોય તો શું સોનિયા ગાંધી વિષકન્યા છે? તે ચીન અને પાકિસ્તાનના એજન્ટ તરીકે કામ કરે છે. ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે તેમની વિવાદિત ટિપ્પણી માટે બદનામ છે.

ભાષણમાં તેમણે આતંકવાદને નિષ્ફળ બનાવવાના મોદીના પ્રયત્નોની પ્રશંસા કરતી વખતે તેમણે રાહુલ ગાંધીને “હુક્કા (પાગલ)” ગણાવ્યા હતા. જ્યારે યેલબર્ગા કોંગ્રેસના ઉમેદવાર બસવરાજ રાયરેડ્ડીને “ટિક્કા (માનસિક)” તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે તમારી પાસે ત્યાં હુક્કા રાહુલ ગાંધી છે અને ટિક્કા રાયરેડ્ડી અહીં છે.

આ પણ વાંચો – મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદીને ગણાવ્યા ‘ઝેરી સાપ’, હંગામો થતા કરી સ્પષ્ટતા

એઆઈસીસીના કર્ણાટકના પ્રભારી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ બાસનગૌડા પાટિલ યતનાલેના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું હતું કે કર્ણાટકમાં ભાજપના નેતાઓએ તેમનું માનસિક અને રાજકીય સંતુલન ગુમાવી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના વ્યક્તિગત પ્રિય પાટિલ યતનાલે યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને વિષ કન્યા અને ચીન-પાકિસ્તાનના એજન્ટ તરીકે ગણાવીને સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.

સુરજેવાલાએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ પોતે ભૂતકાળમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ કી વિધવા (કોંગ્રેસની વિધવા) કહ્યા હતા અને તેમના વિશે જર્સી ગાય જેવી ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો. જો વડા પ્રધાનમાં શિષ્ટાચાર અને ગૌરવનો એક અંશ પણ હોત તો ભાજપમાંથી યતનાલને હાંકી કાઢવા જોઈએ.

AICCના જનરલ સેક્રેટરી (સંગઠન) અને રાજ્યસભાના સાંસદ કે સી વેણુગોપાલે પણ ટ્વિટ કર્યું કે દરેક ચૂંટણીમાં તેઓ સોનિયા ગાંધીનું અપમાન કરવા માટે નવા અપશબ્દો કહે છે. સોનિયા ગાંધી જી જેમણે પોતાનું આખું જીવન અત્યંત ગૌરવ અને શાલીનતા સાથે પસાર કર્યું છે. બીજેપી અમારા નેતાઓ સામે તેમની ગંદી ભાષા સાથે સતત નીચલા સ્તર પર જઇ રહી છે. મોદીજી શું તમે આ શબ્દોને સમર્થન આપો છો? યથા રાજા તથા પ્રજા.

Web Title: Karnataka election 2023 after kharge calls modi a snake bjp calls sonia gandhi vishakanya

Best of Express