Karnataka assembly election : બીજેપીએ મોડી રાત્રે કર્ણાટક વિધાસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 23 ઉમેદારોને જગ્યા મળી છે. આ પહેલા 189 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ભાજપે અત્યાર સુધીમાં કુલ 224 સીટોમાંથી 212 સીટો ઉપર ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. ટૂંક સમયમાં ભાજપ ત્રીજી અને અંતિમ યાદી જાહેર કરશે.બીજેપીએ બીજી યાદીમાં કોંગ્રેસી નેતા નાગરાજ છબ્બીને પણ ટિકિટ આપી છે. જે તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. છબ્બી કલઘાટગીથી ચૂંટણી લડશે. કોલાર ગોલ્ડ ફીલ્ડથી એસસી ઉમેદવાર અશ્વિની સમ્પંગી મેદાનમાં ઉતરશે.
એનઆર સંતોષ જે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના નજીકના સંબંધી છે. તેમણે બીજી યાદીમાં જગ્યા મળી નહીં. બીજી યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારનું પણ નામ નથી. શેટ્ટારને આલાકમાને દિલ્હી બોલાવ્યા હતા. બુધવારે તેમણે ભાજપના ચીફ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
શેટ્ટારે કહ્યું હતું કે તેમને છ વિધાનસભા ચૂંટણીઓમાં પોતાની જીત અને પોતાના અનુભવોનો હવાલો આપ્યો ત્યારબાદ પાર્ટી અધ્યક્ષે કહ્યું કે આ મુદ્દા પર અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે ચર્ચા કરવામાં આવશે. બીજેપી લિંગાયત સમુદાય માટે દિગ્ગજ નેતા શેટ્ટારને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.
આ પણ વાંચોઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ BSY પુત્ર, બોમાઈ, કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 52 નવા ચહેરા, શું છે ગણિત?
કોને ક્યાંથી મળશે ટિકિટ
બીજી યાદીમાં જીવી બસવરાજૂને જગ્યા મળી છે. તે અરસીકેરે ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટણી લડશે. મુદ્દિગેરે ચૂંટણી ક્ષેત્રમાંથી દીપક ડોડ્ડૈયાને પાર્ટીએ ટિકિટ આપી છે. મુદ્દિગેરેએ અત્યારના ધારાસભ્ય કુમાર સ્વામી લિસ્ટમાં જગ્યા નહીં બનાવી શકે. આ ઉપરાંત બીજેપીએ બિંદુરસીટથી ગુરુરાજ ગંટીહોલને ટિકિટ આપી છે. તેમણે અયારના ધારાસભ્ય સુકુમાર શેટ્ટીની જગ્યા લીધી.
શિવકુમારને ચન્નાગિરીથી ટિકિટ મળી છે. મદલ વિરુપક્ષપ્પાની સીટી હતી. તાજેતરમાં મદલ વિરુપાક્ષપ્પાનો પરિવાર એક ભ્રષ્ટાચારના મામલામાં સામેલ હતો. જેના કારણે તેમના ઉપર એફઆઈઆર થઈ અને લોકાયુક્તનો છાપો પણ પડ્યો હતો. ભાજપ દ્વારા 12 ચૂંટણી ક્ષેત્રો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેમાં હુબલી ધારવાડ મધ્ય, કૃષ્ણારાજા શિવમોગ્ગા, મહાદેવપુરા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 13 એપ્રિલ : ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ અંગ્રેજોની નિર્દયતાનો કાળો અધ્યાય, ખાલસા પંથનો સ્થાપના દિવસ
નવા ચહેરાઓને તક
ભાજપે પોતાની યાદીમાં અત્યાર સુધી જે ચહેરા મેદાનમાં ઉતાર્યા છે તેમાં નવા લોકોને તક આપવામાં આવી છે. પહેલી યાદીમાં 52 નવા ચહેરાઓને સામેલ કર્યા છે. મંગળવારે જે યાદી જાહેર કરી એમાં ઓછામાં ઓછા નવ ધારાસભ્યોની ટિકિટ આપી છે. જેમાં મંત્રી અંગારા અને આનંદ સિંહનો પણ સમાવેશ થાય છે. બીજી યાદીમાં અત્યારના સાત ધારાસભ્યોની ટિકિટ કાપી છે.