Today history 13 April : આજે 13 એપ્રિલ 2023 (13 April) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે જલિયાકાંડ હત્યા કાંડ સ્મૃતિ દિવસ છે. વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 400 નિર્દેશ લોકો માર્યા ગયા હતા. વર્ષ 1699માં ગુરુ ગોવિંદસિહ દ્વારા આજની તારીખ ખાલસા પંથની સ્થાપના (khalsa panth ki sthapna) કરાઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (13 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
13 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1699 – ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી રવિ પાકની લણણીની ખુશમાં પંજાબમાં બૈસાખીનો તહેવાર ઉજવાય છે.
- 1919 – જલિયાંવાલા બાગ હત્યાકાંડ. પંજાબમાં અંગ્રેજો સૈનિકોએ નિઃશસ્ત્ર જનતા પર કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ચારસો લોકો માર્યા ગયા.
પેરિસમાં શાંતિ પરિષદનું ઉદ્ઘાટન. બેનિટો મુસોલિની દ્વારા ઇટાલિયન ફાંસીવાદી પાર્ટીની સ્થાપના.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતની આઝાદીની લડાઇની અત્યંત કરુણ અને દુઃખદ છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. અચાનક થયેલા આ હુમલામાં 41 બાળકો સહિત લગભગ 400 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
રોલેટ એક્ટના વિરોધમાં 13 એપ્રિલ, 1919ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પુરુષ-સ્ત્રો અને બાળકો સહિત લગભગ 5000 જેટલા લોકો એકઠા થયા હતા. આ સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વારે પહોંચે છે. તેણે કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી આપ્યા વગર જ સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. અચાનક થયેલા ફાયરિંગથી મેદનીમાં ભાગદોડ મચી ગઈ. સૈનિકોએ લગભગ 10 મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ ડ ગોળીઓ છોડી હતી, જેમાં લગભગ 400 નિર્દેષ લોકોના મોત થયા હતા. જલિયાંવાલા બાગમાં લગાવેલી તકતી અનુસાર 120 મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં 484 શહિદોની યાદી છે, જ્યારે જલિયાંવાલા બાગમાં 388 શહિદોની યાદી મૂકવામાં આવી છે. બ્રિટીશ રાજના દસ્તાવેજમાં જલિયાંવાલા કાંડમાં 200 લોકોને ઇજા થઇ હતી જ્યારે 397 લોકો શહીદ થયા હોવાનો ઉલ્લેખ છે.
- 1994 – નવી દિલ્હીમાં એસ્કેપનું સુવર્ણ જ્યુબિલી સત્ર સંપન્ન થયું, વિશ્વભરમાં બાળકોના શોષણ સામે લડવા માટે 112 નોબેલ વિજેતાઓ દ્વારા ‘ચાઈલ્ડ રાઈટ વર્લ્ડસાઈટ’ સંસ્થાની રચના.
- 2001 – એરલાઇન્સના પાયલોટ પરત ફર્યા બાદ અમેરિકાનું ચીન પ્રત્યે વલણ કડક બન્યું.
- 2002 – યુનાઈટેડ સ્ટેટ્સે એલટીટીઈના વડા વી. પ્રભાકરનની શાંતિ પ્રત્યે પ્રતિબદ્ધતાનું સ્વાગત કર્યું.
- 2003 – એલટીટીઇ એ ટોક્યો સહાયતા કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો.
- 2004 – બ્રાયન લારાએ એન્ટિગુઆમાં ઇંગ્લેન્ડ સામે રમતી વખતે 400 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
- 2005 – વિશ્વનાથન આનંદ ચોથી વખત ‘વર્લ્ડ ચેસ ચેમ્પિયન’ બન્યો.
- 2007 – ભારત – રશિયાના રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થયા.
- 2008 – ચીનના લિપોનિંગ પ્રાંતના હુલુદાઓ શહેરમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 મજૂરોના મોત થયા.
- 2010 – વિશ્વના લગભગ 50 દેશોએ આગામી ચાર વર્ષમાં સંવેદનશીલ પરમાણુ સામગ્રીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવાનું વચન આપ્યું છે. રશિયા અને યુએસએ 68 ટન પ્લુટોનિયમનો નાશ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. કમ્પ્યુટર પર હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગે તેને લગતી તમામ સમસ્યાઓનો ઉકેલ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવ્યો છે. ભારતના ગૃહ રાજ્ય મંત્રી અજય માકને સેન્ટ્રલ હિન્દી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘હિન્દી વર્ડ રિસોર્સ’ના ઇન્ટરનેટ અને બુક વર્ઝનનું ઉદ્ઘાટન કર્યું.
- 2018 – 65મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રી અને વિનોદ ખન્નાને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- રિતુ કરીધલ (1975) – ભારતની મહિલા વૈજ્ઞાનિક.
- સુનીલ અરોરા (1956) – ભારતના 23મા મુખ્ય ચૂંટણી કમિશનર છે.
- વી.આર. ખાનોલકર (1895) – ભારતીય રોગવિજ્ઞાની હતા.
- સ્વાતિ તિરુનલ (1813) – ત્રાવણકોર, કેરળના મહારાજા અને દક્ષિણ ભારતીય કર્ણાટિક સંગીત પરંપરાના શ્રેષ્ઠ સંગીતકાર.
- હેરી ગ્રેહામ હેગ (1881) – ભારતમાં ઉત્તર પ્રદેશ સરકાર હેઠળ રાજ્યપાલના પદ પર કામગીરી કરી.
- ચંદુલાલ શાહ (1898) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક.
- કે.કે. પી. સક્સેના (1932) – એક ભારતીય વ્યંગકાર અને લેખક હતા.
- નજમા હેપતુલ્લા (1940) – પ્રખ્યાત રાજકારણી અને લેખક.
- વર્મા મલિક (1925)- ભારતીય સિનેમાના પ્રખ્યાત ગીતકાર
આ પણ વાંચોઃ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- બલબીર સિંહ જુનિયર (2021) – ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ ખેલાડી હતા.
- બાબુ ગુલાબરાય (1963) – ભારતના પ્રખ્યાત લેખક, નિબંધકાર અને વ્યંગકાર.
- બલરાજ સાહની (1973) – ફિલ્મ અભિનેતા.
- બી. પી. મંડલ (1982) – ભારતીય રાજકારણી અને બિહારના મુખ્યમંત્રી.