scorecardresearch

Karnataka Exit Poll : કર્ણાટક ચૂંટણી એક્ઝિટ પોલમાંથી કયા મોટા 7 રાજકીય સંદેશ નીકળ છે?

exit poll karnataka 2023 : હવે અસલ પરિણામો 13 મેના રોજ આવનારા છે. પરંતુ તમામ એક્ઝિટ પોલ્સ કેટલાક ટ્રેન્ડ દેખાડી રહ્યા છે. ક્યાં કઇ પાર્ટી પાસ થઈ અને કઇ પાર્ટીની ચૂક થઈ ગઈ છે.

exit poll karnataka 2023, karnataka poll 2023, karnataka exit poll election
કર્ણાટક વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ

Karnataka assembly election exit poll : કર્ણાટક ચૂંટણીને લઇને અનેક એક્ઝિટ પોલ સામે આવ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસ આગળ નીકળતી દેખાઈ રહી છે. કેટલાક એક્ઝિટ પોલ્સે પાર્ટીને સ્પષ્ટ બહુમતી પણ આપી દીધી છે. મોટા એક્ઝિટ પોલ્સમાં માત્ર બે એવા રહ્યા જેમણે બીજેપીને જીત મળતા દેખાડી હતી. આવી સ્થિતિમાં પાર્ટી માટે અસલ પરિણામો પહેલા જ ખતરાની ઘંટી વાગી ગઈ છે. હવે અસલ પરિણામો 13 મેના રોજ આવનારા છે. પરંતુ તમામ એક્ઝિટ પોલ્સ કેટલાક ટ્રેન્ડ દેખાડી રહ્યા છે. ક્યાં કઇ પાર્ટી પાસ થઈ અને કઇ પાર્ટીની ચૂક થઈ ગઈ છે. ચાલો તમામ એક્ઝિટ પોલ્સમાંથી નીકળેલા સંદેશ વિશે સમજવાની કોશિશ કરીએ.

કામ કરી ગયો 40 ટકા કમીશનનો દાવ

કર્ણાટક ચૂંટણીની શરુઆતથી જ કોંગ્રેસે આ વખતે ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવ્યો હતો. ચૂંટણીની મૌસમમાં બીજેપી દ્વારા અલગ-અલગ દાવ ચલાવવા અને મુદ્દાઓને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોંગ્રેસે આ વખતે 40 ટકા કમીશન વાળી સરકારનો આરોપને પકડી રાખ્યો હતો. આનો ફાયદો પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે. બીજેપી સામે પહેલા જે સત્તા વિરોધી લહેર હતી. તેમાં ભ્રષ્ટાચારના આ આરોપોએ વધારે ગુસ્સો વધારવાનું કામ કર્યું છે.

બીજેપીના સંકલ્પ પત્ર પર ભારે પડી કોંગ્રેસની ચૂંટણી ગેરંટી

કર્ણાટકમાં કોંગ્રેસે આ વખતે આમ આદમી પાર્ટી મોડલ સંપૂર્ણ રીતે ફોલો કર્યું છે. જે વચનોને આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન અપનાવ્યા હતા. એ જ વચનોને થોડા બદલીને કોંગ્રેસે કર્ણાટકમાં રજૂ કર્યા હતા.એક્ઝિટ પોલના અનુમાન જણવે છે કે જનતાને આ વચનો પસંદ આવી ગયા છે. પાર્ટીએ 2000 યુનિટ મફત વિજળીથી લઇને બેરોજગારી ભથ્થું આપવા સુધીની વાત કરી છે. આ ઉપરાંત દરેક ઘરની મુખ્ય મહિલાને દર મહિને 2000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ સાથે જ ગરીબી રેખાની નીચે આવનારા પરિવારનો મહિનાના 10 કિલો ચોખા મફત આપવાનું પણ વચન આપ્યું છે.

બીજેપીનો બજરંગ દળવાળો દાવ નિષ્ફળ

જો એક્ઝિટ પોલના પરિણામો અસલ પરિણામો તરીકે બહાર આવે તો એ માનવું પડે કે ભાજપનો બજરંગ દળ વાળો નેરેટિવ કંઇ ખાસ ફાયદો લઇને આવ્યો નહીં. ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં તો 40 ટકા લોકોને ભ્રષ્ટાટારને સૌથી મોટો મુદ્દો માને છે. જ્યારે ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં 86 ટકા લોકોએ બજરંગદળ વાળા મુદ્દાને નકાર્યો હતો. એક્ઝિસ માઇ ઇન્ડિયાના એક્ઝિટ પોલે જણાવ્યું કે કોંગ્રેસને જરૂર બજરંગદળનો મુદ્દો ફાયદો પહોંચાડશે. મુસ્લિમ વોટરોએ એક થઈને પાર્ટીને વોટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં બજરંગદળ જેવા નફરત ફેલાવનાર દળો ઉપર બેન કરવાની વાત પણ કહી હતી. બીજેપીએ બજરંગ દળને બજરંગ બિલથી જોડીને કોંગ્રેસને ઘેરવાનું પણ કામ કર્યું હતું.

જેડીએસ બની શકે છે કિંગમેકર, પોતાના ગઢમાં જ પડી નબળી

જેડીએસે કર્ણાટક ચૂંટણીમાં કિંગ બનવાની આશા રાખી નથી. પરંતુ કિંગમેકર બનવાના અનેક મોકા બની ચૂક્યા છે. હવે આ વખતે આવેલા એક્ઝિટ પોલમાં તેમને એકવાર ફરીથી એવું લાગે છે. જેડીએસની કિંગમેકર બનાવી આશા પુરી થઇ શકે છે. આવું એટલા માટે કે 10માંથી પાંચ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાનું અનુમાનવ વ્યક્ત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં બંને બીજેપી અને કોંગ્રેસને જેડીએસનો સાથે લેવો પડશે. એક્ઝિટ પોલ એવો ટ્રેન્ડ દેખાડી રહ્યો છે કે એવું લાગે છે કે બીજેપીથી વધારે કોંગ્રેસને જેડીએસની મદદની જરૂરત પડી શકે છે. પરંતુ આ મદદ મળવી આશાન નથી કારણ કે ચૂંટણી મૌસમ દરમિયાન બંને પાર્ટીઓએ એક બીજા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.

હવે જેડીએસ કિંગમેકર બની શકે છે પરંતુ આ વખતે રાજકીય પાર્ટીના રૂપમાંથી વધારે કમજોર થઇ શકે છે. મોટાભાગના એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે કોંગ્રેસ આ વિસ્તારમાં સારું પ્રદર્શન કરતી દેખાઈ રહી છે. સી વોટરના સર્વે પ્રમાણે ઓલ્ડ મેસૂરની 55 સીટો આ વખતે કોંગ્રેસ 28-32 સીટો જીતી શકે છે. જ્યારે જેડીએસનો આંકડો 19-23 ઉપર સમેટાઇ શકે છે. આ પૂર્વ પીએમ દેવગોડાનું ક્ષેત્ર માનવામાં આવે છે. આખા કર્ણાટકમાં જેડીએસને પણ સીટો મળે છે. જેનું મોટાભાગનો હિસ્સો આ જ ક્ષેત્રથી નિકળે છે.

ઓબીસી વોટરોને કોંગ્રેસની સેંધમારી

છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકારે એવી રાજનીતિ કરી છે કે ઓબીસી વોટબેંક વચ્ચે બીજેપીની સ્થિતિ ખુબ જ મજબૂત થઈ છે. ગત કર્ણાટક ચૂંટણીમાં પણ ઓબીસી વોટરોનું બીજેપીને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. પરંતુ આ વખતે કોંગ્રેસને જે બઢત મળતી જોવા મળી રહી છે. કેટલાક એક્ઝિટ પોલમાં તો બંપર જીત મળી રહી છે. તેમનું ક્રેડિટ ઓબીસી વોટરોનું પાર્ટીના પક્ષમાં આવવું છે. અનુમાન બતાવી રહ્યું છે કે આ વખતે બીજેપીની આ વોટબેંકમાં કોંગ્રેસે સીધી સેંધમારી કરી છે. ટૂડેઝ ચાણક્યય પ્રમાણે આ ચૂંટણી કોંગ્રેસને પણ 40 ટકા નજીક ઓબીસી વોટરોનું સમર્થન મળ્યું છે.

દરેક જગ્યાએ કામ નથી આવતો ડબલ એન્જીન દાવ

ભારતીય જનતા પાર્ટી છેલ્લી કેટલીય ચૂંટણીમાં ડબલ એન્જીન સરકાર સુત્રનું દરવખત પુર્નાવર્તન કરે છે. ઉત્તર પ્રદેશથી લઇને ત્રિપુરા સુધી પાર્ટીને આનો ફાયદો પહોંચ્યો છે. પરંતુ આની એક શરત રહે છે કે આ દાવ ત્યારે જ સફળ રહે છે જ્યારે રાજ્ય સરકારની છવિ પણ એટલી જ સોલિડ રહી જેટલી વર્તમાનમાં કેન્દ્રની મોદી સરકારની છે. પરંતુ જ્યારે કર્ણાટકની વાત આવે ત્યારે અહીં ભાજપ છેલ્લા ત્રણ વર્ષથી બે વખત પોતાના મુખ્યમંત્રી બદલી ચૂકી છે. બસવરાજ બોમ્મઇ તો એટલા લોકપ્રિય પણ નથી બની શક્યા કે તેમના ચહેરા પર વોટ મળી શકે. આવી સ્થિતિમાં એક્ઝિટ પોલનું અનુમાન છે કે લોકોને આ વખતે ડબલ એન્જીન સરકારના દાવ પર વધારે ભરોસો નથી.

આ પણ વાંચોઃ- Karnataka Exit Poll Result 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી : 10 માંથી 8 એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, જાણો કોણે કેટલી સીટો આપી

દક્ષિણની રાજનીતિથી બેજીપીનો સફાયો

જો એક્ઝિટ પોલ જ એક્ઝેટ પોલ નીકળે તો આ સ્થિતિમાં કર્ણાટકમાંથી ભાજપનું જવું નક્કી છે. પરંતુ જો આવું થાય તો દક્ષિણની રાજનીતિમાં ભાજપનું એક્ઝિટ માનવામાં આવે છે. હવે આ સમય ભાજપ માત્ર કર્ણાટકમાં જ સરકાર ચલાવી રહી છે. બાકી બધા દક્ષિણના રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરી શકી નથી. અનેક કારણોથી કર્ણાટકમાં જો હાર થાય છે તો તેની રાજકીય અસર પણ ભાજપને વધારે થવાની છે. અત્યાર સુધી પાર્ટી કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનડુમાં પોતાની જોરદાર ઉપસ્થિતિ નોંધાવી શકી નથી. માત્ર કર્ણાટક જ એક માત્ર રાજ્ય હતું જ્યાં બે વખત સરકાર બનાવી છે.

ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ માટે આ કર્ણાટક ચૂંટણીના પરિણાનો મહત્વના છે. કર્ણાટકમાં પાર્ટીના પ્રદર્શનની અસર બીજા દક્ષિણ રાજ્યો પર પણ જોવા મળી શકે છે.

Web Title: Karnataka election 2023 exit polls political message

Best of Express