Karnataka Assembly Election 2023, Exit Poll Result : કર્ણાટકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવી ગયા છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી દેખાડવામાં આવી રહી છે અથવા તો તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. માત્ર બે એક્ઝિટ પોલ જ ભાજપની તરફેણમાં જતા હોય તેવું લાગે છે.
જન કી બાત એક્ઝિટ પોલ
જન કી બાતના એક્ઝિટ પોલમાં ભાજપની લીડ જોવા મળી રહી છે અને તે ફરી સત્તામાં પણ આવી શકે છે તેવો અંદાજ છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 94-117, કોંગ્રેસને 91-106, જેડીએસને 14-24 અન્યને 0-2 બેઠકો મળી શકે છે.
ZEE Matrize એક્ઝિટ પોલ
ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 79-94 બેઠકો, કોંગ્રેસને 103-118, જેડી(એસ)ને 25-33 બેઠકો, અન્યને 2-5 બેઠકો મળવાની સંભાવના છે. એટલે કે કોંગ્રેસ અહીં સત્તા પર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ABP-C વોટર એક્ઝિટ પોલ
એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં પણ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ દેખાઈ રહી છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહી છે પરંતુ બહુમતથી ઓછી પડી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 83-95, કોંગ્રેસને 100-112, જેડીએસને 21-29 અન્યોને 2-6 બેઠકો મળી શકે છે.

PMARQ એક્ઝિટ પોલ
પીએમએઆરક્યૂ એક્ઝિટ પોલ કર્ણાટક ચૂંટણીમાં કોઈને બહુમત આપી રહ્યો નથી. એટલે કે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 85-100, કોંગ્રેસને 94-108, જેડીએસને 24-32, અન્યને 2-6 બેઠકો મળી શકે છે.
આ પણ વાંચો – એક કે બે નહીં, પૂરા 11 સીએમ દાવેદારો! કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ માટે આસાન નહીં રહે આ નિર્ણય
ઇન્ડિયા ટુડે – એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. એક્ઝિટ પોલ મુજબ આ ચૂંટણીમાં કોંગ્રેસને 122-140, ભાજપને 62-80, જેડીએસને 20-25 અને અન્યને 0-3 બેઠકો મળી શકે છે.

TV9 પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલ
TV9 પોલસ્ટ્રેટ એક્ઝિટ પોલની વાત કરીએ તો તેમાં ફરી એકવાર ત્રિશંકુ વિધાનસભા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોલ મુજબ ભાજપને 88-98, કોંગ્રેસને 99-109, જેડીએસને 21-26 અને અન્યને 0-4 સીટો મળી શકે છે.
ટાઇમ્સ નાઉ ETQ એક્ઝિટ પોલ
ટાઈમ્સ નાઉ ઇટીક્યૂના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સાદી બહુમતી મળી શકે છે એટલે કે જોઇએ તેટલી બેઠકો. આ એક્ઝિટ પોલમાં ભાજપને 85, કોંગ્રેસને 113, જેડીએસને 23 અને અન્યને 3 સીટ આપવામાં આવી રહી છે.

ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ
ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ પણ કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવ્યો છે. આ એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. સર્વે મુજબ ભાજપને 92, કોંગ્રેસને 120 અને જેડીએસને 12 સીટો મળવાની સંભાવના છે. અન્યના ખાતા પણ ખૂલતા હોય તેવું લાગતું નથી.
ઇન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલ
ઇન્ડિયા ટીવી સીએનએક્સ એક્ઝિટ પોલમાં પણ કોંગ્રેસને બહુમત બતાવવામાં આવી રહી છે. આ એક્ઝિટ પોલ મુજબ ભાજપને 80-90 સીટો, કોંગ્રેસને 110થી 120 સીટો મળી શકે છે. જેડીએસને 20-24 સીટોથી સંતોષ માનવો પડી શકે છે.