Karnataka election result 2023, કર્ણાટક વિધાનસભા ચૂંટણી : મુખ્યમંત્રીની પસંદગી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકો દ્વારા પોસ્ટરબાજી શરૂ

karnataka new chief minister : આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકને પસંદગી કરવી સરળ કાર્ય નથી. હાલની સ્થિતિમાં કોંગ્રેસ બહુ સમજી વિચારીને નિર્ણયો લેશે

Written by Ajay Saroya
Updated : May 14, 2023 19:16 IST
Karnataka election result 2023, કર્ણાટક વિધાનસભા ચૂંટણી :  મુખ્યમંત્રીની પસંદગી માટે  સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકો દ્વારા પોસ્ટરબાજી શરૂ
Karnataka election result 2023: બેંગ્લોરમાં સિદ્ધારામૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ પોસ્ટકો લગાવ્યા.

Karnataka election result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી જીત હાંસલ કરી છે. હવે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતી છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર એ છે કે કોને મુખ્યમંત્રી બનવવા. કોંગ્રેસ તરફથી સૌથી વધુ બે નામોની ચર્ચા થઈ રહી છે. પહેલું નામ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું અને બીજું નામ રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકને પસંદગી કરવી સરળ કાર્ય નથી. હાલની સ્થિતિમાં કોંગ્રેસ બહુ સમજી વિચારીને નિર્ણયો લેશે.

કર્ણાટકના વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે રવિવારે (14 મે, 2023) ધારાસભ્યો બેઠક બોલાવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે લગભગ 6 વાગ્યે બેંગલુરુની હોટલ શાંગરી-લામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જે પરિણામ આવશે તેને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવશે.

ડીકે શિવકુમારનો 15મી મેના રોજ બર્થ ડે છે

કર્ણાટકમાં જીત હાંસલ થવાની સાથે જ પોસ્ટરો લગાવવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેમને ‘કર્ણાટકના આગામી મુખ્યમંત્રી’ તરીકે દર્શાવ્યા હતા. તો બીજી બાજુ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકોએ બેંગલુરુમાં તેમના નિવાસસ્થાનની બહાર પોસ્ટર લગાવ્યું હતું. જેમાં ડીકે શિવકુમારને રાજ્યના ‘સીએમ’ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જેમાં શિવકુમારને રાજ્યના આગામી મુખ્યમંત્રી ગણાવીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. ડીકે શિવકુમારનો જન્મદિવસ 15મી મેના રોજ છે. તેમનો જન્મ 15 મે 1962ના રોજ થયો હતો, તેઓ સોમવારે 61 વર્ષના થશે.

પોસ્ટર લગાવ્યા બાદ કોંગ્રેસ નેતાએ નિવેદન આપ્યું

સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારના સમર્થકો દ્વારા પોસ્ટરો લગાવવાના મુદ્દે કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રામલિંગા રેડ્ડીએ કહ્યું કે, “અમે આજે સાંજે 6 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક કરીશું.” જેમાં AICC પ્રમુખ અને મહામંત્રી અભિપ્રાય લઈને મુખ્યમંત્રીની પસંદગી કરશે. દરેક પક્ષમાં કોઈને કોઈ મહત્ત્વાકાંક્ષાઓ હોય છે, પરંતુ એક જ મુખ્યમંત્રી એવો હશે જેને આપણા ધારાસભ્યો અને હાઈકમાન્ડ દ્વારા ચૂંટાશે.

મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયા બની શકે છે પ્રથમ પસંદગી

કર્ણાટકમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળ્યા બાદ પણ શનિવારે રાત્રે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લઈને કોઈ ઉકેલ આવી શક્યો નહોતો. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયા એક જન નેતાની છબી ધરાવતા હોવાથી તેઓ મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગી બની શકે છે. બીજી તરફ વોક્કાલિગા સમુદાયના શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ઉપરાંત ડેપ્યુટી સીએમ તરીકે એમબી પાટીલ (લિંગાયત) અને પૂર્વ ડેપ્યુટી સીએમ પરમેશ્વર (દલિત)ના નામ પણ ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પક્ષ દ્વારા મોકલવામાં આવેલા કેન્દ્રીય નિરીક્ષકો વિધાયક દળના નેતાનું નામ સૂચવશે.

આ પણ વાંચોઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ : ભાજપની ભુંડી હારના 5 કારણો, માત્ર ‘મોદી મેજીક’થી ચૂંટણી જીતી શકાતી નથી

ડીકે શિવકુમારે શું કહ્યું…

કર્ણાટકમાં સ્પષ્ટ બહુમત મળ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ કે, સોનિયા ગાંધી અને ગાંધી ગાંધીને મેં જે વચન આપ્યા હતા, તે જે નિભાવ્યા છે. હું સમગ્ર કર્ણાટકની જનતાના ચરણોમાં પડીને તેમના આર્શીવાદ માંગુ છુ અને સમર્થન આપવા બદલ તેમનો આભારી છું. જનતાએ અમારા પર વિશ્વાસ કર્યો અને મત આપ્યા છે. હું ભૂલી શકતો નથી, જ્યારે સોનિયા ગાંધી મને મળવા માટે જેલ આવ્યા હતા. મારા પર વિશ્વાક દાખવવા બદલ હું ગાંધી પરિવાર અને સિદ્ધારામૈયા સહિત પક્ષના તમામ નેતાઓનું આભારી છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ