રિશિકા સિંગ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો (Karnataka Election 2023) આજે શનિવારે (13 મે) સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. અગાઉ, ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાના દાવાને રદિયો આપ્યો હતો, જેમણે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) નો ઉપયોગ મતદાન માટે કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, તેણે ક્યારેય તેની ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે દક્ષિણ આફ્રિકામાં EVM મોકલ્યા નથી અને ન તો તેણે ક્યારેય કોઈ અન્ય દેશમાંથી ઈવીએમ આયાત કર્યા.
શું ભારતમાં EVM અન્ય દેશોમાંથી લાવવામાં આવે છે?
ચૂંટણી પંચે જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાની ચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થતો નથી, જે તે દેશની ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ચકાસી શકાય છે કારણ કે તેમાં પેપર બેલેટના ઉપયોગનો ઉલ્લેખ છે. કમિશને કહ્યું કે, કર્ણાટક ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ EVM ECI તરફથી નવા હતા. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે, શું ભારતમાં EVM અન્ય દેશોમાંથી લાવવામાં આવે છે?
ઈવીએમમાં વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે કે કેમ તે પ્રશ્ન પર, ચૂંટણી પંચની વેબસાઈટના FAQ વિભાગ અનુસાર, “ભારત વિદેશમાં બનેલા કોઈપણ ઈવીએમનો ઉપયોગ કરતું નથી. EVM 2 PSU દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બેંગલુરુ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, હૈદરાબાદ. વેબસાઈટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય ચૂંટણીઓમાં ઈવીએમ દાખલ થયા બાદ ભૂટાન, નેપાળ અને નામીબિયા જેવા કેટલાય દેશોએ તેમની ચૂંટણીમાં ભારતીય બનાવટના ઈવીએમનો ઉપયોગ કર્યો હતો.
ઈવીએમ કયા પાર્ટ્સથી બનાવવામાં આવે છે?
ઈવીએમના બે ભાગ હોય છે. એક કન્ટ્રોલ યુનિટ અને એક બેલેટ યુનિટ, જે પાંચ મીટર કેબલ સાથે જોડાયેલા હોય છે. બેલેટીંગ યુનિટ્સ વોટિંગ કમ્પાર્ટમેન્ટમાં હોય છે, જેમાં મતદાર પોતાની પસંદગીના ઉમેદવારના નામ અને પ્રતિકની સામે બટન દબાવી વોટ આપવા મમાટે પ્રવેશ કરે છે, અને કન્ટ્રોલ યુનિટ આના દ્વારા નિયુક્ત મતદાન અધિકારી પાસે હોય છે.
ઈવીએમ મશીનની સુરક્ષા કેવી હોય છે?
કંટ્રોલ યુનિટને ઈવીએમનું મગજ કહેવામાં આવે છે, કારણ કે બેલેટ યુનિટિંગ યુનિટ ત્યારે જ ચાલુ થાય છે જ્યારે પોલીંગ ઓફિસર તેના પર બેલેટ બટન દબાવે છે અને ત્યારબાદ વોટ આપવામાં આવે છે. મશીનો માટે, “સોફ્ટવેર પ્રોગ્રામ કોડ આ બે કંપનીઓ દ્વારા ઇન-હાઉસ લખવામાં આવે છે, આઉટસોર્સ્ડ નથી કરવામાં આવ્યા, અને અખંડિતતા જાળવવા માટે ફેક્ટરી-સ્તરની સુરક્ષા પ્રક્રિયાઓનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રોગ્રામને મશીન કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને તે પછી જ વિદેશમાં ચિપ ઉત્પાદકને આપવામાં આવે છે કારણ કે આપણી પાસે દેશમાં સેમી-કન્ડક્ટર માઇક્રોચિપ્સ બનાવવાની ક્ષમતા નથી.
આ પણ વાંચો – Karnataka Assembly Election Results 2023 Live: કર્ણાટક ચૂંટણી પરિણામ, શરુઆતના વલણોમાં ભાજપના અનેક મંત્રીઓ પાછળ
સિક્રેટ સોર્સ કોડ માત્ર થોડાક એન્જિનિયર પાસે જ હોય છે અને જે એન્જિનિયરો ફેક્ટરીમાં છે, તેમને મતવિસ્તાર મુજબના મશીનની જાણકારી નથી હોતી.