કર્ણાટક ચૂંટણી પરિણામ : મુસ્લિમો એક થયા, જેડીએસનો સૌથી મજબૂત ગઢ તોડ્યો, કોંગ્રેસની જીતની Inside Story

Karnataka Assembly Election Results 2023 : કોંગ્રેસની આ ભવ્ય વિજય ગાથામાં સૌથી મોટી ખાસિયત જૂના મૈસૂરના પરિણામ રહ્યા છે. આ એ જ વિસ્તાર છે જે જેડીએસનો ગઢ માનવામાં આવે છે

Written by Ashish Goyal
May 13, 2023 17:58 IST
કર્ણાટક ચૂંટણી પરિણામ : મુસ્લિમો એક થયા, જેડીએસનો સૌથી મજબૂત ગઢ તોડ્યો, કોંગ્રેસની જીતની Inside Story
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (તસવીર - એક્સપ્રેસ)

Karnataka Assembly Election Results 2023 Updates: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે અણધારી જીત નોંધાવી નથી પરંતુ વિજય તિલક કર્યું છે જેમાં પાર્ટીને તમામ સમાજ, તમામ ધર્મોનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. 2014 પછી એવું કહેવામાં આવે છે કે ભાજપને ઘણી ચૂંટણીઓમાં જાતિમાંથી બહાર આવીને મત આપ્યો છે. એટલે કે તેમના એક એવા લાભાર્થી વોટ બેંક તૈયાર થઇ છે, જે સતત પાર્ટીને મત આપે છે. હવે આવી જ પેટર્ન કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી છે, જ્યાં કોંગ્રેસને જાતિમાંથી બહાર આવીને ઘણા લોકોના વોટ મળ્યા છે. મોટી વાત એ છે કે એક સમયે અન્ય પક્ષોના પરંપરાગત ગઢ ગણાતા તે વિસ્તારોમાં પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે.

કોંગ્રેસની આ ભવ્ય વિજય ગાથામાં સૌથી મોટી ખાસિયત જૂના મૈસૂરના પરિણામ રહ્યા છે. આ એ જ વિસ્તાર છે જે જેડીએસનો ગઢ માનવામાં આવે છે. છેલ્લી ઘણી ચૂંટણીઓથી જેડીએસ કિંગમેકર બનતું હતું, જેમને આ વિસ્તારમાંથી મોટાભાગની સીટો મળતી હતી. પરંતુ આ વખતે અહીં કહાની સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કોંગ્રેસની બેઠકોની સંખ્યા 140ની નજીક પહોંચવાનું મુખ્ય કારણ એ છે કે તેણે આ વખતે ઓલ્ડ મૈસૂરમાં જબરદસ્ત લાભ મેળવ્યો છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ઓલ્ડ મૈસૂરની 49 સીટો પરથી પર કોંગ્રેસ 30માં આગળ ચાલી રહી છે, જ્યારે જેડી(એસ) ફક્ત 14 સીટ પર સમેટાઈ ગઈ છે. ભાજપે પાંચ બેઠકો જીતી છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં જૂના મૈસૂરનું રાજકીય ચિત્ર જરા પણ આવું ન હતું. તે સમયે આ વિસ્તારમાં જેડી(એસ)નો દબદબો હતો અને તેમણે 25 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર 16 બેઠકો જીતી શક્યું હતું, જે આ વખતની સરખામણીએ 14 બેઠકો ઓછી હતી. આ સાથે જ ગત વખતે ભાજપને 9 બેઠકો મળી હતી, તેથી આ વખતે તેને ચાર બેઠકો ગુમાવવી પડી છે.

આ પણ વાંચો – જગદીશ શેટ્ટારથી લઇને યુ બી બાંકર સુધી, પક્ષ પલટો કરનાર 5 હાઇ પ્રોફાઇલ નેતાઓની શું છે સ્થિતિ?

હવે આ જૂના મૈસૂર પ્રદેશની રાજનીતિ સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે તો જ આ ક્ષેત્રમાં કોંગ્રેસની અણધારી જીતને પણ સમજી શકાશે. હકીકતમાં ઓલ્ડ મૈસૂરમાં વોક્કાલિગા અને મુસ્લિમ સમુદાયોની સંખ્યા સૌથી વધુ છે. પાછલી ચૂંટણીઓની મતદાનની પેટર્ન દર્શાવે છે કે એક તરફ વોક્કાલિગાના મત આ વિસ્તારમાં જેડીએસને જાય છે, જ્યારે મુસ્લિમ મતો હંમેશા કોંગ્રેસ અને જેડીએસ બંને વચ્ચે વહેંચાયેલા રહે છે. આ કારણે આ વિસ્તારમાં આટલા વર્ષોથી જેડીએસનું એકતરફી શાસન જોવા મળ્યું છે.

પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. પરિણામો દર્શાવે છે કે આ વખતે મુસ્લિમ સમુદાયે એકતરફી રીતે કોંગ્રેસને વોટ આપ્યો છે. સાથે જ તેને અહીંના વોક્કાલિગા સમુદાયનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે. જેના કારણે પાર્ટીએ 14 સીટો વધારે જીતી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ