scorecardresearch

કર્ણાટક ચૂંટણી 2023: 75 ટકા અનામતનો અમલ કરવો કોંગ્રેસ માટે સરળ નહીં હોય! તમિલનાડુમાં 69 ટકા અનામતનું શું છે ગણિત?

Karnataka Elections 2023 : સવાલ એ છે કે અનામત માટે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી 50 ટકાની ઉપલી મર્યાદા તોડવી સરળ કામ નથી. આવું કરી રહેલાં ઘણાં રાજ્યો કાયદાકીય ગૂંચવણોમાં સપડાયાં છે ત્યારે કોંગ્રેસ કર્ણાટકમાં આ વચનનો અમલ કેવી રીતે કરી શકશે?

quota in Karnataka
તમિલનાડુમાં 69 ટકા ક્વોટાનો અમલ તેના સામાજિક ન્યાયના લાંબા ઇતિહાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.

Arun Janardhanan : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રમાં કોંગ્રેસે અનામતને 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનું વચન આપ્યું છે. જો આમ થશે તો તે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમિલનાડુમાં હાલમાં નિર્ધારિત 69 ટકાથી વધુ હશે. સવાલ એ છે કે અનામત માટે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી 50 ટકાની ઉપલી મર્યાદા તોડવી સરળ કામ નથી. આવું કરી રહેલાં ઘણાં રાજ્યો કાયદાકીય ગૂંચવણોમાં સપડાયાં છે ત્યારે કોંગ્રેસ કર્ણાટકમાં આ વચનનો અમલ કેવી રીતે કરી શકશે?

જોકે નવેમ્બર 2022માં આર્થિક રીતે નબળા વર્ગો માટે કેન્દ્રના 10% અનામતને જાળવી રાખતા, સુપ્રીમ કોર્ટે 50% ની મર્યાદા નક્કી ન હોવાનું સૂચન કરીને એક માર્ગ ખોલ્યો હતો. છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યો તેમના ક્વોટાની મર્યાદા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તેમના બિલોને બંધારણની નવમી અનુસૂચિ હેઠળ મૂકવામાં આવે. જે ન્યાયિક સમીક્ષાની વાત કરવામાં આવે તો તેમને સુરક્ષિત રાખશે.

આ પહેલા 2021માં સુપ્રીમ કોર્ટે 50 ટકાની મર્યાદાથી વધુ હોવાથી મરાઠા ક્વોટા આપવાની મહારાષ્ટ્ર સરકારની જોગવાઈને રદ કરી દીધી હતી.

તમિલનાડુમાં 69 ટકા અનામત

તમિલનાડુમાં 69 ટકા ક્વોટાનો અમલ તેના સામાજિક ન્યાયના લાંબા ઇતિહાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. હાલમાં તેમાં એસસી માટે 18 ટકા, એસટી માટે 1 ટકા, સૌથી પછાત વર્ગો (MBCs) માટે 20 ટકા અને પછાત વર્ગો (BCs) માટે 30 ટકાનો સમાવેશ થાય છે. જેમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ સામેલ છે.

આઝાદી પછીના દિવસોમાં તામિલનાડુમાં પછાત વર્ગો માટે 25 ટકા સિવાય સંવૈધાનિક રુપથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 16 ટકા અનામત હતી.

1971માં એમ કરુણાનિધિના નેતૃત્વવાળી ડીએમકે સરકારે ઓબીસી અનામતને વધારીને 30 ટકા અને એસસી/એસટી માટે અનામત 18 ટકા કરી દીધી હતી, જ્યારે એસટી માટે 1 ટકા અનામત અલગ રાખી હતી. 1989-90માં જ્યારે કરુણાનિધિ ફરીથી મુખ્યમંત્રી બન્યા ત્યારે ડીએમકે સરકારે માત્ર એમબીસી માટે જ 20 ટકા અનામતની જોગવાઈ કરી હતીય જેમાં તેમને ઓબીસીમાંથી બહાર કરી દીધા હતા. જે રાજ્ય સરકારની શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓ માટે હવે બીસીના રૂપમાં કે એકંદરે 30 ટકા અનામત જાળવી રાખી હતી.

આ પણ વાંચો – રાજકીય પક્ષોને ક્યાંથી દાન મળે છે! અત્યાર સુધી વેચાયેલા ઈલેક્ટોરલ બોન્ડમાં 5 મેટ્રો સિટિનો હિસ્સો 90 ટકા

1980ના દાયકાના અંતમાં પીએમકેના સ્થાપક એસ રામદાસ દ્વારા કરવામાં આવેલા આંદોલન બાદ એમ કરુણાનિધિએ એમબીસી અને બીસીને વિભાજીત કરવાનો નિર્ણય લીધો હતો. 1980ના દાયકાથી એમજીઆર (MGR) શાસન હેઠળ, આને માન્યતા આપતી પેનલો હતી. જેમાં એ.એન. સત્તાનાથન કમિશન (1970) અને જેએ અંબાશંકર કમિશન (1971)નો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે 2021 માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓના કાર્યક્રમની જાહેરાત કરી તેની થોડી મિનિટો પહેલા, તત્કાલીન એઆઈએડીએમકે શાસને ઓબીસી વન્નિયાર માટે વધારાની 10.5% અનામતની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં ભારે ઉથલ-પુથલ થઇ હતી. વન્નિયારનું પ્રતિનિધિત્વ એઆઈએડીએમકે અને એનડીએના સાથી પક્ષ પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે) દ્વારા કરવામાં આવે છે. થેવર અને ગાઉન્ડર્સ જેવી અન્ય ઓબીસી જાતિઓએ વન્નિયારને ક્વોટા વિશેષાધિકાર આપવાના પગલાનો તરત જ વિરોધ કર્યો હતો. તત્કાલીન સીએમ કે. પલાનીસ્વામી ગાઉન્ડર્સ જાતિના હતા અને ડેપ્યુટી સીએમ ઓ પન્નીરસેલ્વમ એક થેવર હતા. બંનેને પોતપોતાની વોટ બેંકો તરફથી પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો.

સંજોગવશાત 2021માં AIADMK સરકારે જાતિઓ, સમુદાયો અને જનજાતિઓ પર પરિમાણપાત્ર ડેટા એકત્રિત કરવા અને જાતિ સર્વેક્ષણ કરવા માટેની પદ્ધતિ નક્કી કરવા માટે એક કમિશનની સ્થાપના કરી હતી. જેમાં મદ્રાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ એ કુલશેખરનની અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. પેનલે હજુ તેનું કામ પૂર્ણ કરવાનું બાકી છે.

જોકે AIADMK 2021ની ચૂંટણી હારી ગઈ અને સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે વન્નિયાર આરક્ષણનું પગલું મદ્રાસ હાઈકોર્ટમાં ટકી શક્યું નહીં. નવેમ્બર 2021માં અદાલતે નિર્ણયને ભારતીય બંધારણના અલ્ટ્રા વાઈર્સ તરીકે રદ કર્યો હતો.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. DMK હવે સત્તામાં છે અને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અગ્રણી વિપક્ષી અવાજોમાંના એક છે જેમની માંગણી છે કે કેન્દ્રમાં મોદીની આગેવાનીવાળી સરકાર જાતિની વસ્તી ગણતરી કરે. ડીએમકે સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે શૈક્ષણિક સંસ્થાઓમાં 69% ક્વોટા અને સરકારી સેવામાં નિમણૂકોના અમલીકરણ અને રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસ માટે કેટલું સરળ

કોંગ્રેસના 75 ટકા ક્વોટાના વાયદા પર જસ્ટિસ ચંદ્રૂ કહે છે કે 75 ટકા અનામત ગેરકાયદેસર નથી પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તમારે પહેલાના આંકડામાં છૂટછાટ આપતી જાતિગત વસ્તી ગણતરીની જરૂર છે. કર્ણાટકનો મામલો એક શક્તિશાળી મ્યૂટ સંસ્કૃતિ અને બે મુખ્ય જાતિઓ લિંગાયત અને વોક્કાલિગાની હાજરીને કારણે કેસ વધુ જટિલ બન્યો છે. તમિલનાડુનું રાજકીય પરિદ્રશ્ય પ્રમાણમાં ઓછું જટિલ છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Karnataka elections 2023 congress promises 75 percentage quota in karnataka how tamil nadu made it to 69 percentage

Best of Express