કર્ણાટકની બસવરાજ બોમ્મઇ સરકારમાં મંત્રી વી.સોમન્ના હાલના દિવસોમાં ઘણા ચર્ચામાં છે. તેમની એક હરકતને સરકારને અસહજ કરી દીધી છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક મહિલાને થપ્પડ મારતા જોવા મળે છે. આ વીડિયોને લઇને રાજ્ય સરકાર વિપક્ષી દળોના નિશાને આવી ગઇ છે.
જાણકારી પ્રમાણે મહિલા સોમન્ના પાસે પોતાની ફરિયાદ લઇને પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના શનિવારે ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટની છે. બતાવવામાં આવી રહ્યું છે કે જમીનના માલિકાના હક માટે એક મહિલા મંત્રી વી સોમન્ના પાસે પોતાની ફરિયાદ લઇને ગયા હતા. આ દરમિયાન મંત્રીનો મુડ કોઇ વાત પર બગડ્યો હતો અને તેમણે મહિલાને થપ્પડ મારી હતી.
ઘટના પછી ત્યાં રહેલા લોકો અસહજ થઇ ગયા હતા. જોકે મહિલાએ મંત્રી પાસે પોતાની ફરિયાદ યથાવત્ રાખી હતી. જ્યારે મંત્રી ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા. કર્ણાટક સરકારમાં આવાસ મંત્રી વી સોમન્ના, જે ચામરાજનગર જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. ગુંડલુપેટ તાલુકાના હંગલા ગામમાં કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. સૂત્રોના મતે આ દરમિયાન 173 લાભાર્થીઓને ભૂ સ્વામિત્વ વિલેખ સોપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – 45000 રૂપિયાનો ગરબા ડ્રેસ ખરીદીને રાહ જોતા રહ્યા કોંગ્રેસના ધારાસભ્ય, ના આવ્યા પ્રિયંકા ગાંધી
કેમ્પમ્મા નામની એક મહિલા કાર્યક્રમ સ્થળ પર પહોંચી અને તેણે ફરિયાદ કરતા દાવો કર્યો કે લાભાર્થીઓ માટે પસંદ કરવામાં આવેલી પ્રક્રિયામાં ધાંધલી થઇ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કરે જે લોકોના નામ કોંગ્રેસ નેતા નાનજપ્પાએ આપ્યા હતા તેમને ટાઇટલ ડીડ આપવામાં આવ્યા હતા.
બતાવવામાં આવી રહ્યું છે કે મહિલા કેમ્પમ્મા મંત્રી પાસે જઇને માલિકાના હક વહેંચવાના નિર્ણય પર સવાલ ઉઠાવી રહી હતી. આ દરમિયાન ત્યાં રહેલા પોલીસકર્મી મહિલાને મંચથી નીચે ખેંચતા જોવા મળે છે.