scorecardresearch

કર્ણાટક મુસ્લિમ ક્વોટા રદ કરાયો: અમિત શાહે બોમ્મઇ સરકારની પ્રશંસા કરી, કોંગ્રેસે કહ્યું મતભેદ વધારવાનો પ્રયત્ન

Karnataka Muslim Quota : કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું – તેમની પાર્ટી સત્તામાં પાછા ફરતા આ નિર્ણયને પલટાવી દેશે

Karnataka
અમિત શાહે બોમ્મઇ સરકારની પ્રશંસા કરી (File)

કર્ણાટક કેબિનેટનો 2B કેટેગરી હેઠળ મુસ્લિમોને આપવામાં આવેલી ચાર ટકા અનામતને રદ કરવાનો નિર્ણય રાજ્યમાં ચૂંટણીનો મુદ્દો બની રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે આરોપ લગાવ્યો કે 2B કેટેગરી હેઠળની આ જોગવાઈ અગાઉની કોંગ્રેસ સરકારોની તુષ્ટીકરણ નીતિઓને કારણે કરવામાં આવી હતી.

અમિત શાહ બિદરમાં ગોરાટા શહીદ સ્મારક અને સરદાર પટેલ મેમોરિયલના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે ભાજપ તુષ્ટિકરણની રાજનીતિમાં માનતું નથી. રાજ્યની ભાજપ સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં આપવામાં આવતી અનામતમાં ફેરફાર કરવામાં આવશે. કોંગ્રેસે પોતાની વોટ બેંકને ખુશ રાખવા માટે લઘુમતીઓ માટે ચાર ટકા અનામતની શરૂઆત કરી હતી. આને રદ કરવામાં આવ્યું છે. વોક્કાલિગા અને લિંગાયતો વચ્ચે અનામત ક્વોટા વિભાજિત કરવામાં આવશે.

જનતા દળ (સેક્યુલર)ના સુપ્રીમો એચડી દેવગૌડા દ્વારા 1994માં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ચાર ટકા અનામત ક્વોટા આપવામાં આવ્યો હતો. તત્કાલીન જનતા દળ સરકારનું પગલું મુસ્લિમો માટે 2B શ્રેણીની રચના દ્વારા એક ઐતિહાસિક પ્રક્રિયાનો એક ભાગ હતો જે 1918માં તત્કાલીન મૈસુર રજવાડાના શાસન દરમિયાન શરૂ થયો હતો અને તે સમકાલીન સમય સુધી ચાલુ રહ્યો હતો.

પરંતુ બસવરાજ બોમ્મઈની આગેવાની હેઠળની સરકારે મુસ્લિમો માટેના ક્વોટાને રદ કરવાનો નિર્ણય કર્યો અને તેમને આર્થિક રીતે નબળા વર્ગોને આપવામાં આવતા 10 ટકા અનામતમાં મુક્યા છે. અમિત શાહે બોમ્મઈને તેના નિર્ણય બદલ અભિનંદન આપતા કહ્યું કે લઘુમતીઓને આપવામાં આવેલ અનામત બંધારણીય ન હતું. બંધારણમાં ધર્મના આધારે અનામત આપવાની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસ સરકારે તેની તુષ્ટિકરણની રાજનીતિને કારણે લઘુમતીઓને અનામત આપી.

આ પહેલા કોંગ્રેસે ભાજપને વિશ્વાસઘાત જનતા પાર્ટી ગણાવી હતી. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના અધ્યક્ષ ડી કે શિવકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 90 દિવસમાં ત્રણ વખત અનામત ક્વોટામાં કોઈ આધાર વિના ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી સત્તામાં પાછા ફરતા આ નિર્ણયને પલટાવી દેશે.

આ પણ વાંચો – કર્ણાટકમાં રોડ શો દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક, ઘેરો તોડી યુવકની કાફલા સુધી પહોંચવાની કોશિશ

શિવકુમારે સરકાર પર દલિતો અને અલ્પસંખ્યકો પર અવમાનનાનો આરોપ લગાવતા કહ્યું કે તે પછાત વર્ગો, લઘુમતીઓ, વોક્કાલિગા કે લિંગાયત હોઈ શકે, તેઓ ભિખારી નથી. શું લિંગાયત કે વોક્કાલિગા સમુદાયમાંથી કોઈએ લઘુમતીઓને લૂંટીને તેમની અનામત વધારવા માટે સરકારને કહ્યું હતું? સરકારે અનામતની કુલ ટકાવારી વધારવી જોઈતી હતી અને આ સમુદાયોને ઓફર કરવી જોઈતી હતી.

શિવકુમારે આક્ષેપ કર્યો હતો કે આ કાવતરું વિવિધ સમુદાયો વચ્ચે મતભેદો વધારવા અને રાજ્યમાં શાંતિને ખલેલ પહોંચાડવાનું છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના કર્ણાટકના પ્રભારી જનરલ સેક્રેટરી રણદીપ સિંહ સુરજેવાલાએ બોમ્મઇની તુલના મહાભારતના શકુનીના પાત્ર સાથે કરી હતી. તેમણે કહ્યું કે આ 420 બોમ્મઈ સરકારનું આરક્ષણનું કામ છે. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ બધાને છેતરવાની યોજનાને અનુસરી રહી છે.

ભાજપની રાજકીય નાવ ડૂબ્યા પછી બોમ્મઈ સરકાર પાસે એકમાત્ર ગેમ પ્લાન બચ્યો છે. તે છે કર્ણાટકમાં વિવિધ સમુદાયોને છેતરવાની છે. આ સરકાર અનામતના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહી છે.

કર્ણાટક સુન્ની ઉલેમા બોર્ડે સરકારના નિર્ણયને કાયદેસર રીતે પડકારવાનો નિર્ણય લીધો છે. કર્ણાટક સ્ટેટ બોર્ડ ઓફ ઓકફના અધ્યક્ષ શફી સાદીએ શનિવારે કહ્યું કે લઘુમતી સમુદાય સરકાર અનામત પુનઃસ્થાપિત કરવાની માંગ કરવા માટે રસ્તા પર ઉતરી શકે છે.

Web Title: Karnataka muslim quota scrapped amit shah lauds bommai government

Best of Express