કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇના નેતૃત્વવાળી સરકારે મુસલમાનો માટે 4 ટકા મુસ્લિમ ક્વોટાને ખતમ કરી દીધો છે. તેમને હવે 10 ટકા ઇડબલ્યુએસ અનામત વર્ગમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. મુસલમાનોના 4 ટકા ક્વોટા વોક્કાલિગા (2 ટકા)અને લિંગાયત (2 ટકા)ને આપવામાં આવશે.
શુક્રવારે થયેલી એક કેબિનેટ બેઠકમાં કર્ણાટક સરકારે અનામત ક્વોટા 50 ટકાથી વધારીને 56 ટકા કરી દીધી છે. સરકારે મુસલમાનો માટે 4 ટકા ઓબીસી ક્વોટાને પણ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. હવે તેમને 10 ટકા આર્થિક રુપથી નબળા વર્ગ (ઇડબલ્યુએસ) શ્રેણીમાં લાવવામાં આવશે. નવા ફેરફાર સાથે મુસલમાનોને હવે ઇડબલ્યુએસ ક્વોટાથી મુકાબલો કરવો પડશે, જેમાં બ્રાહ્મણ, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્ય સામેલ છે.
કેબિનેટની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા સીએમ બોમ્મઇએ કહ્યું કે ધાર્મિક અલ્પસંખ્યકોના ક્વોટા સમાપ્ત કરી દેવામાં આવશે અને તેમને ઇડબલ્યુએસ સમૂહના 10 ટકા પૂલ અંતર્ગત લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ ઇડબલ્યુએસ ક્વોટા 10 ટકા છે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીના મુદ્દે બીજેપીની લાઇન: ઓબીસીનું અપમાન, સંસ્થાઓનું અપમાન
સરકારે એ પણ નિર્ણય કર્યો કે મુસલમાનોના 4 ટકા ક્વોટા હવે વોક્કાલિગા (2 ટકા) અને લિંગાયત (2 ટકા) આપવામાં આવશે. જેમના માટે ગત વર્ષે બેલગાવી વિધાનસભા સત્ર દરમિયાન 2સી અને 2ડીને નવી અનામત શ્રેણીઓ બનાવવામાં આવી હતી.
સરકારે એસસી-એસટી ક્વોટા વધાર્યો
આ સિવાય કર્ણાટક સરકારે અનુસૂચિત જાતિ (એસસી) માટે અનામત 15થી 17 ટકા અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે 3 થી 7 ટકા વધારી દીધા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ચાર ટકા (અલ્પસંખ્યકો માટે અનામત)ને 2સી અને 2ડી વચ્ચે બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે. વોક્કાલિગા અને અન્ય માટે ચાર ટકા અનામત વધારીને છ ટકા અને વીરશૈવ પંચમસાલી અને અન્ય (લિંગાયત)માટે હશે, જેમને પાંચ ટકા અનામત મળી રહ્યું છે. કર્ણાટકમાં આ વર્ષે એપ્રિલ-મે મા વિધાનસભા ચૂંટણી થવાની છે અને માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય તેને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.