Kuno cheetahs : છ કુનો ચિત્તાઓના ગળામાંથી રેડિયો કોલર કાઢી નખાયા, બેમાં ‘ગંભીર ચેપ’, સારવાર માટે ખસેડાયા

Kuno cheetahs infection : કુનો નેશનલ પાર્ક (Kuno National Park) માં બે ચિત્તાને રેડિયો કોલર ઈન્ફેક્શન થયું છે, વન વિભાગે (Forest) સારવાર માટે ખસેડ્યા તથા અન્ય ચારના પણ રેડિયો કકોલર દૂર કરાયા.

Written by Kiran Mehta
July 24, 2023 10:24 IST
Kuno cheetahs : છ કુનો ચિત્તાઓના ગળામાંથી રેડિયો કોલર કાઢી નખાયા, બેમાં ‘ગંભીર ચેપ’, સારવાર માટે ખસેડાયા
કુનો - ચિત્તાને સંક્રમણ - સારવાર માટે ખસેડાયા

Kuno cheetahs infection : ચીત્તાઓના સતત મોત બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. વાઇલ્ડલાઇફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ઓછામાં ઓછા બે ફ્રી-રેન્જિંગ ચિત્તાઓને તેમના રેડિયોકોલર દૂર કર્યા પછી ગંભીર ચેપ માટે સારવાર આપવામાં આવી હતી.

11 અને 14 જુલાઈના રોજ બે ચિત્તાઓના મૃત્યુ બાદ નિયંત્રણ યોજનાના ભાગ રૂપે મુક્ત કરાયેલા છ ચિત્તાઓમાં બે ચિતાઓ છે, જેને તેમના ઘેરામાં પાછા લાવવામાં આવ્યા છે.

મોતની ઘટનાઓ પછી, બે દક્ષિણ આફ્રિકાના ચિત્તા નિષ્ણાતોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, રેડિયો કોલર સમસ્યાઓનું કારણ બની શકે છે.

તેમને તેમના પદ પરથી હટાવવાના થોડા દિવસ પહેલા, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય વન્યજીવન વોર્ડન, જે.એસ. ચૌહાણે પણ આ ઉપકરણોને દૂર કરવાનું સૂચન કર્યું હતું, એમ કહીને કે તેમને શંકા છે કે, આ ચિત્તામાં ચેપનું કારણ બની રહ્યા છે.

રવિવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ છ ચિતાઓ – પાવક, આશા, ધીરા, પવન, ગૌરવ અને શૌર્યના રેડિયો કોલર દૂર કર્યા અને તેમની તબીબી સ્થિતિ પણ તપાસી હતી.

વન્યજીવન અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક ચિત્તાઓને નાના ઘા હતા, પરંતુ નામીબિયન ભાઈઓ ગૌરવ અને શૌર્યના નર ગઠબંધનને ગંભીર ચેપ લાગ્યો હતો. અમે તેના માટે દવાઓનો સંગ્રહ કર્યો છે અને રેડિયો કોલરની સમસ્યા ફરી ન થાય તેની ખાતરી કરવા માટેના ચર્ચા કરી રહ્યા છીએ. ડિઝાઈનમાં કોઈ સમસ્યા હોઈ શકે છે જેની ચર્ચા કરવામાં આવશે.”

વન્યજીવન અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચિત્તા સંક્રમણના વિવિધ તબક્કામાં હતા, પરંતુ સામાન્ય રીતે સ્વસ્થ હતા.

વન્યજીવન અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને ચિત્તાઓને વાડામાં ખસેડવા માટે તથા તેમને શાંત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા અંતરના ડાર્ટિંગ નિષ્ણાતોને બોલાવ્યા પછી જ આ શક્ય બન્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના નિષ્ણાત માઇક ટોફ્ટ દ્વારા ચિત્તાઓને આખરે શાંત કરવામાં આવ્યા હતા.

ગયા સપ્ટેમ્બરથી નામિબિયા અને દક્ષિણ આફ્રિકાથી કુનોમાં સ્થાનાંતરિત 20 ચિત્તાઓમાંથી ઓછામાં ઓછા આઠ વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા છે.

સૌપ્રથમ સાશા નામનો નમિબિયન ચિત્તો હતો, જેનું 27 માર્ચે કિડનીની બીમારીથી મૃત્યુ થયું હતું. અધિકારીઓનું માનવું છે કે કુનો પહોંચતા પહેલા શાશાને આ સમસ્યા હતી.

9 મેના રોજ, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષાનું સમાગમ દરમિયાન બે નર ચિતાઓ સાથે “હિંસક ક્રિયાપ્રતિક્રિયા” પછી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોToday News Live Updates, 24 july 2023 : દિલ્હીમાં ફરી પૂરનો ખતરો, અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર, મદદ માટે 60 ટીમ તૈયાર

11 અને 14 જુલાઈના રોજ મૃત્યુ પામેલા બે નર ચિત્તાના નામ તાજસ અને સૂરજ હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે, તાજસ અને સૂરજનું મૃત્યુ રેડિયો કોલર દ્વારા થતા ચેપને કારણે થયું હતું, તેને “અવૈજ્ઞાનિક” ગણાવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ