scorecardresearch

Leela Palace Hotel: UAEના શાહી પરિવારના સભ્ય બતાવી 5 સ્ટાર હોટલને લગાવ્યો લાખોનો ચૂનો, આરોપીની કર્ણાટકથી ધરપકડ

Leela Palace Hotel: પોલીસના મતે શરીફે એક નકલી બિઝનેસ કાર્ડ રજુ કર્યું અને 2022માં લગભગ ત્રણ મહિના સુધી હોટલમાં રહ્યો અને બિલની ચુકવણી કર્યા વગર ભાગી ગયો હતો. તેણે હોટલની સંપત્તિ પણ ચોરી હતી

Leela Palace Hotel: UAEના શાહી પરિવારના સભ્ય બતાવી 5 સ્ટાર હોટલને લગાવ્યો લાખોનો ચૂનો, આરોપીની કર્ણાટકથી ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે શરીફ ગયા વર્ષે 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો (Photo: Leela Palace, New Delhi)

Leela Palace Hotel New Delhi: દિલ્હી પોલીસે કર્ણાટકના દક્ષિણ કન્નડથી 41 વર્ષીય મહમેદ શરીફની ધરપકડ કરી છે. આરોપીએ દિલ્હીની લીલા પેલેસમાં રોકાવા દરમિયાન પોતાને સંયુક્ત અરબ અમિરાતના એક સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેના પર હોટલમાં 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.

પોલીસના મતે શરીફે એક નકલી બિઝનેસ કાર્ડ રજુ કર્યું અને 2022માં લગભગ ત્રણ મહિના સુધી હોટલમાં રહ્યો અને બિલની ચુકવણી કર્યા વગર ભાગી ગયો હતો. તેણે હોટલની સંપત્તિ પણ ચોરી હતી. કથિત રીતે લીલા હોટલને લગભગ 23,46,413 રૂપિયાનું નુકસાન થયું હતું.

હોટલના મહાપ્રબંધક અનુપમ દાસ ગુપ્તાએ સરોજિની નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે 14 જાન્યુઆરીએ એક એફઆઈઆર નોંધી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ પોલીસના હવાલાથી કહ્યું કે અનુપમ દાસ ગુપ્તાની ફરિયાદ પર પીએસ સરોજિની નગરમાં આઈપીસીની કલમ 419/420/380 અંતર્ગચ કેસ નોંધ્યો હતો.

આરોપી ચાંદીના વાસણ પણ ચોરી ગયો હતો

પોલીસે જણાવ્યું હતું કે શરીફ ગયા વર્ષે 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો. આ વ્યક્તિએ હોટલના રૂમમાંથી ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓની પણ ચોરી કરી હતી, પોલીસે જણાવ્યું હતું કે, વ્યક્તિને હોટલને રૂપિયા 24 લાખ આપવાના થાય છે. હોટલ મેનેજમેન્ટ ફરિયાદ કરવામાં આવતા શરીફ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Explained: ગાંજા, ભાંગ કે ડ્રગ્સ સાથે પકડાય તો શું થાય છે સજા, શું કહે છે NDPS એક્ટ?

ડીસીપી (દક્ષિણ પશ્ચિમ) મનોજ સી એ કહ્યું કે તકનિકી સર્વેલેન્સના આધારે આરોપીની ઓળખ કરી અને આખરે તેની બેંગલુરુંમાંથી તેના ઘરેથી ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પૂછપરછ દરમિયાન પોલીસે જાણ્યું કે શરીફે એક નકલી બિઝનેસ કાર્ડ સાથે હોટલમાં પ્રવેશ કર્યો હતો અને પોતાને સંયુક્ત અરબ અમિરાત સરકારના એક મહત્વપૂર્ણ પદાધિકારીના રુપમાં ઓળખ આપી હતી. તેણે યૂએઈનું રેજિડેન્ટ કાર્ડ પણ આપ્યું.

20 લાખનો ચેક બાઉન્સ થયો

તેણે ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બિલનો અમુક ભાગ ચૂકવ્યો હતો અને બાદમાં હોટલને 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ચેક નવેમ્બરમાં સબમિટ કરવામાં આવ્યો હતો અને તે ચેક અપૂરતા બેન્ક બલેન્સના લીધે બાઉન્સ થયો હતો.

Web Title: Leela palace hotel swindler who posed as uae royal family staff arrested from bangalore

Best of Express