મનોજ સી જી : નવ વિપક્ષી નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વિપક્ષના સભ્યો સામે કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટ દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. તે પત્રમાં કોંગ્રેસ, ડીએમકે અને ડાબેરીઓના હસ્તાક્ષર નથી. આ ભાજપ વિરોધી જૂથમાં વિભાજનને દર્શાવે છે અને તેમના માટે પડકારને દર્શાવે છે. જેઓ આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં એક સંયુક્ત વિપક્ષને ભાજપનો સામનો કરતા જોવા માગે છે.
દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ લોંગ-વિચ-હન્ટની નિંદા કરતા પત્ર પર નવ નેતાઓના હસ્તાક્ષર છે. આ નેતાઓમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ભગવંત માન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (તૃણમૂલ કોંગ્રેસ,TMC), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા ફારૂક અબ્દુલ્લા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવાર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર પાછળ AAP અને BRS મુખ્ય પ્રેરક બળ હતા.
દિલ્હી કોંગ્રેસના ચીફ અનિલ ચૌધરી અને વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે ગયા રવિવારે સિસોદિયાની ધરપકડનું સ્વાગત કર્યું હતું અને કોંગ્રેસ હાઈકમાન્ડે કેન્દ્રીય એજન્સીઓના ઉત્પીડન માટે ટીકા કરતું એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કોઈ નામનો ઉલ્લેખ કર્યો ન હતો. પીએમને લખેલા પત્રમાં કોંગ્રેસને ન જોવું કોઇ આશ્ચર્યની વાત નથી.
કોંગ્રેસ અને ટીએમસીના સંબંધો પણ વણસેલા છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટીની તાજેતરની પેટાચૂંટણીમાં સાગરદિઘીમાં થયેલા પરાજય અને પશ્ચિમ બંગાળના સીએમ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઇને રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા કૌસ્તવ બાગચીની ધરપકડના વિવાદને પગલે સ્થિતિ વધારે ખરાબ થઇ છે. રાજ્ય અને દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ વારંવાર મમતા બેનર્જીને નિશાન બનાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉદય માટે તેમને એકલાને જ જવાબદાર ગણાવ્યા છે.
ટીએમસીએ ગયા વર્ષ સુધી પોતાને રાષ્ટ્રીય સ્તરે ભાજપ સામે સંયુક્ત વિપક્ષી ગઠબંધન માટે મોટી પાર્ટી ગણાવી હતી. પરંતુ ગોવા અને પૂર્વોત્તરમાં ચૂંટણીમાં થયેલા પરાજયને પગલે તેની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ પર પાણી ફરી ગયું છે. ત્રિપુરા અને મેઘાલયમાં હાર બાદ મમતા બેનર્જીના નિવેદનમાં આ પ્રતિબિંબિત થયું હતું કે 2024ની ચૂંટણીમાં TMC એકલા હાથે ચૂંટણી લડશે.
આ પણ વાંચો – કોંગ્રેસના કઠિન સમયે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે, ભારત જોડો યાત્રા બાદ હવે પક્ષને બેઠું કરવા પર ધ્યાન આપે
બીઆરએસ અને કોંગ્રેસને પણ એકસાથે ઘણા મતભેદો છે. ગત ઓક્ટોબરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે કેસીઆરની આગેવાની હેઠળની પાર્ટી સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનથી ઇન્કાર કર્યો હતો અને તેની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને ફગાવી દીધી હતી. રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો તેલંગાણાના સીએમ માને છે કે તેઓ રાષ્ટ્રીય પાર્ટી ચલાવી રહ્યા છે તો તેમને તેમ કરવા દો. જો તે માને છે કે તે વૈશ્વિક પાર્ટી ચલાવી રહ્યો છે તો તે પણ ઠીક છે. તે કલ્પના કરી શકે છે કે તે આંતરરાષ્ટ્રીય પક્ષ ચલાવી રહ્યા છે, જે અમેરિકા, ચીન અથવા અન્ય દેશોમાં ચૂંટણી લડી શકે છે, અમે તેને સ્વીકારીને ખુશ છીએ. BRS જ્યાં પણ ચૂંટણી લડવા માંગે છે ત્યાં અમને કોઈ સમસ્યા નથી. જો BRS નીતીશ કુમારની સાથે વાતચીત કરી રહી છે તો અમને કોઈ વાંધો નથી. અમે ભ્રષ્ટાચાર અને બીઆરએસના દ્રષ્ટિકોણ સાથે ઊભા રહી શકતા નથી.
ડિસેમ્બરમાં હૈદરાબાદ પોલીસે તેલંગાણા કોંગ્રેસના વોર રૂમ પર દરોડો પાડ્યો હતો અને KCR વિશે અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ કારણે કોંગ્રેસે તેલંગાણાના મુખ્યમંત્રી પર રાજ્યમાં લોકશાહીનું ગળું દબાવવાનો આરોપ લગાવ્યો હતો.
ગત મહિને રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે કામ કરવાની અને ભાજપનો સામનો કરવા માટે વ્યવહારુ વિકલ્પ બનાવવાની તૈયારી દર્શાવી હતી. તેમણે યૂપીએ મોડેલની વાત કરી હતી જ્યાં કોંગ્રેસે નેતૃત્વ કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે કોઈપણ ત્રીજી શક્તિનો ઉદભવ ભાજપને ફાયદો આપશે.
તેના થોડાક દિવસો પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેણે ભાજપ સાથે સમાધાન કર્યું નથી. ઘણા વિરોધ પક્ષો મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં આવે છે પરંતુ તેમની ક્રિયાઓ બાદમાં શાસક પક્ષની તરફેણમાં હોય છે. અમે બે મુખવાળા નથી અમારો એક જ ચહેરો છે.
ગત અઠવાડિયે ચેન્નાઈમાં એક રેલીમાં ડીએમકેના વડા અને તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને પણ કોંગ્રેસના વાતમાં સૂર પુરાવ્યો હતો અને ત્રીજા મોરચાના વિચારને નકારી કાઢ્યો હતો. ટીએમસી, બીઆરએસ અને ડાબેરીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. સ્ટાલિને કહ્યું હતું કે ત્રીજા મોરચાની આસપાસની દલીલોને અવગણવી જોઈએ. ચૂંટણી પછીના જોડાણની યોજનાઓ પણ ભાજપને હરાવવામાં મદદ કરશે નહીં. પક્ષોએ મતભેદોથી ઉપર ઊઠીને ભાજપને હરાવવા માટે એકસાથે ઊભા રહેવું જોઈએ. ત્રીજા મોરચાની વાતો અર્થહીન છે.





