નીતિશ કુમારના મિશન-2024ની રાહ પર તેજસ્વી યાદવ, બીજેપીને રોકવા માટે વિપક્ષને એકજુટ કરવામાં લાગ્યા ડિપ્ટી સીએમ

Lok Sabha Elections 2024 : જોકે આ તમામ પ્રયત્નો છતા મોદી સરકાર સામે વિપક્ષી દળો એકજુટ થાય તેવા હાલ કોઇ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા નથી

Updated : February 16, 2023 23:29 IST
નીતિશ કુમારના મિશન-2024ની રાહ પર તેજસ્વી યાદવ, બીજેપીને રોકવા માટે વિપક્ષને એકજુટ કરવામાં લાગ્યા ડિપ્ટી સીએમ
નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ (Twitter/@yadavtejashwi)

સંતોષ સિંહ : બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પોતાના સ્તરે વિભિન્ન દળોના નેતાઓ અને વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરીને એકતાની વાત ફરીથી શરુ કરી દીધી છે. તેજસ્વીએ ભાજપા સામે વિપક્ષની એકજુટતાને મજબૂત કરવા માટે પોતાની સક્રિયતા વધારી દીધી છે. હાલમાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. આ દરમિયાન વર્તમાન રાજનીતિ અને આર્થિક મુદ્દાને લઇને વિસ્તારથી ચર્ચા કરી હતી.

આ પહેલા ઝારખંડના મુખ્યમંત્રી અને જેએમએમ નેતા હેમંત સોરેન સાથે રાંચી સ્થિતિ તેમના ઘરે મુલાકાત કરી ચુક્યા છે. આ દરમિયાન 2024ની લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાના મુદ્દા પર તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેજસ્વીનું કહેવું છે કે ભાજપાને સત્તાથી હટાવવા માટે વિપક્ષે એકજુટ થવું જ પડશે. આ મુલાકાતો પાછળ સીએમ નીતિશ કુમારના મિશન 2024ને પુરુ કરવાની તાકાત આપવાની પહેલના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

બિહારના ઉપ મુખ્યમત્રી તેજસ્વી યાદવ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનરજી, તેલંગાણાના સીએમ અને ભારત રાષ્ટ્ર સમિતિના મુખિયા કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના સીએમ અને ડીએમકેના મુખિયા એમકે સ્ટાલિન સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. આ સિવાય ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સાથે ગત વર્ષે પટનામાં પોતાના નિવાસસ્થાને આ મુદ્દા પર ચર્ચા કરી ચૂક્યા છે.

આ પણ વાંચો – ટીપૂ સુલતાનની વિવાદિત વિરાસત: કર્ણાટક ભાજપના અધ્યક્ષ શા માટે ટીપૂ સમર્થકોને દૂર કરવા માંગે છે

બિહારના સીએમ અને જેડીયુના સુપ્રીમો નીતિશ કુમાર લોકસભા ચૂંટણી પહેલા ભાજપા સામે વિપક્ષી તાકાતોને એક કરવા માટે દેશવ્યાપી મિશન શરૂ કરવા જઇ રહ્યા છે. તેજસ્વી યાદવ પણ તેની સાથે કદમથી કદમ મિલાવવા માટે પોતાના સ્તરે સક્રિયતા વધારી દીધી છે. બન્ને નેતા વિપક્ષી એકતા અને બીજેપી જૂથ સિવાયના મહત્વના નેતાઓને મળવાની કોઇ તક છોડી રહ્યા નથી.

તેજસ્વીની સક્રિયતા પાછળ બે ઉદ્દેશ્ય છે. પહેલું એક કે રાજનેતાના રૂપમાં પોતાનું કદ વધારવું અને બિહાર બહાર પણ પોતાની સ્વીકૃતિ કરાવવી. બીજુ 2024ની ચૂંટણી લડાઇ માટે વિપક્ષને એકસાથે લાવવામાં નીતિશ કુમારની સહાયતા કરીને વિશ્વાસ જીતવો.

જોકે આ તમામ પ્રયત્નો છતા મોદી સરકાર સામે વિપક્ષી દળો એકજુટ થાય તેવા હાલ કોઇ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા નથી. રાજદ જૂથના મતે તેજસ્વી આ સંબંધમાં પોતાના દમ પર પ્રયત્ન કરી રહ્યા છે. બિહારના સીએમે આવું કરવા માટે તેમની કોઇ જવાબદારી આપી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ