LOk Sabha 2024: લોકસભા 2024 અંગે રોડ મેપ તૈયાર કરશે આ નવ રાજ્યોની ચૂંટણી

Loksabha 2024 Path : લોકસભા 2024 ની( Loksabha 2024 Path)ચૂંટણી માટે આગામી વર્ષે મોદી સરકારના દરેક નિર્ણય અને જાહેરાતને લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી જોવામાં આવશે અને તેનું વિશ્લેષણ કરવામાં આવશે. સરકારની રાજકીય રણનીતિની પહેલી ઝલક કેન્દ્રીય બજેટમાં આવી શકે છે, જે 2024ની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હશે.

Written by shivani chauhan
Updated : February 15, 2024 00:31 IST
LOk Sabha 2024: લોકસભા 2024 અંગે રોડ મેપ તૈયાર કરશે આ નવ રાજ્યોની ચૂંટણી

Manoj C G : ભય સાથે કોવિડની લાંબી તકલીફમાંથી દેશ બહાર આવ્યો છે. જનજીવન અને રાજકારણ ફરી તકલીફમાંથી સામાન્ય સ્થિતિમાં પાછું ફરી રહ્યું છે. 2022 માં વૈચારિક વિભાજન વધુ વણસી ગયું, સામાજિક અને સાંપ્રદાયિક વિભાજનની ખાઇ વધું ઉંડી થઇ. ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય તિરાડ પણ વિવિધ મુદ્દે વધુ વિસ્તરી. જોકે આમ છતાં ભાજપે ચૂંટણીમાં વર્ચસ્વ જાળવી રાખ્યું. ઉત્તર પ્રદેશ સહિત સાતમાંથી પાંચ રાજ્યની ચૂંટણીઓ જીતી બતાવી. પરંતુ વર્ષના અંતે હિમાચલ પ્રદેશમાં ભાજપની હાર થઇ હતી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પોતાની લોકપ્રિયતા સાબિત કરી બતાવી.

કોંગ્રેસે આખરે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના અધ્યક્ષ પદે બેસાડી પક્ષને એક નવી દિશા ચીંધી છે. બીજી તરફ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની મહત્વાકાંક્ષી કૂચથી તેમને નોંધપાત્ર માઇલેજ મળ્યું પરંતુ ચૂંટણીમાં પાર્ટીની મુશ્કેલીઓ ચાલુ રહી જોકે એક માત્ર હિમાચલની જીતે આશા જન્માવી, પરંતુ પંજાબ અને ગુજરાતમાં ધોબી પછડાટ ખાવી પડી.

આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કૉંગ્રેસ (TMC) જેવા પક્ષો નવા પ્રદેશોમાં જૂની પાર્ટી માટે પડકાર ઊભો કરી રહ્યા છે. AAPએ ભારપૂર્વક 2022 માં તેના આગમનની જાહેરાત કરી, પંજાબમાં કોંગ્રેસને પછાડી અને ગોવા અને ગુજરાતમાં તેની હાજરી નોંધાવી હતી.

રાજકીય કેલેન્ડર 2023 : નવ રાજ્યમાં યોજાશે ચૂંટણી

ફેબ્રુઆરી – માર્ચત્રણ રાજ્ય મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી
મેકર્ણાટક વિધાનસભા ચૂંટણી
જૂન ઓગસ્ટરાજ્યસભાની 10 બેઠક માટે ચૂંટણી, પશ્વિમ બંગાળ
નવેમ્બર ડિસેમ્બરપાંચ રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી

સંસદમાં અને બહાર રાજકારણમાં નેતાઓ વચ્ચે એક રીતે કડવાશ વધેલી દેખાઇ, સોશિયલ મીડિયા અને અન્યત્ર વાતચીતોએ સ્પષ્ટ સાંપ્રદાયિક વલણ અપનાવ્યું હતું. જ્ઞાનવાપી મસ્જિદ-કાશી વિશ્વનાથ મંદિર વિવાદના કિસ્સામા, ઉદયપુરમાં ભયાનક ગળું કાપવું અને શ્રદ્ધા વોકરની ઘૃણાસ્પદ હત્યા અને શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણના ગીત પરના વાહિયાત વિવાદમાં, સાંપ્રદાયિક કિસ્સાઓને ગરમ રાખવામાં જાણે બળતામાં ઘી હોમ્યું હોય એવી સ્થિતિ સ્પષ્ટ દેખાઇ.

આ પણ વાંચો: LAC પર ભારતના જડબાતોડ જવાબ પછી હોશમાં આવ્યું ડ્રેગન!

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યપદાર્થો અને ઉર્જાના ભાવમાં વધારો થતાં આર્થિક રિકવરી કામચલાઉ રહી હોવા છતાં પણ સરકારે ભારતના G20 પ્રમુખપદને જાણે જોરશોરથી પ્રજા વચ્ચે લઇ પ્રચારનો પ્રયાસ કર્યો. નોકરીની કટોકટીનો સામનો કરવા માટે, તેણે રસ્તા પરના મોટા વિરોધ છતાં અગ્નિપથ યોજનાને બહાર પાડી હતી, તે ઉચ્ચ ન્યાયતંત્ર સાથે અથડામણ કરી, અને તેણે LAC પર ચીનની આક્રમકતાને વિપક્ષ પરના રાજકીય હુમલામાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

સેમિફાઇનલ મુકાબલો

વર્ષ 2023 દરમિયાન યોજાનાર નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણીના પરિણામ અને ઘટનાક્રમ જાણે લોકસભા ચૂંટણી 2024 ની રાજકીય સ્ક્રિપ્ટને આકાર આપશે. ભાજપ અને કોંગ્રેસ આખું વર્ષ ચૂંટણી મોડમાં રહેશે. ફેબ્રુઆરી-માર્ચમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાંથી, મે મહિનામાં કર્ણાટક અને નવેમ્બર-ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં, તેઓ દેશભરમાં રાજ્યની ચૂંટણીઓમાં ટકરાશે.

શાસક પક્ષે 2022 માં ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર જીત્યા, પરંતુ તે ત્યાં સુધી સીમિત નથી. આવતા વર્ષે જે નવ રાજ્યોમાં ચૂંટણી થશે તેમાં 116 લોકસભા બેઠકો છે. તેમાંથી કેટલાકે ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ મતદાન કર્યું છે. 2018 માં, ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હારી ગયું હતું, પરંતુ એક વર્ષ પછી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડી દીધી હતી.

કર્ણાટકમાં શાસક પક્ષ સારી સ્થિતિમાં નથી,રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિ એટલી સારી નથી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આશ્ચર્યજનક બની શકે છે. તેલંગાણામાં, કે ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) જેનું નામ હવે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) છે અને બીજું દક્ષિણ ભારતીય રાજ્ય પડવા માટે ભાજપ તેના પૂરતા પ્રયાસો કરશે.

આ પણ વાંચો: Bharat Jodo Yatra: જયરામ રમેશનો દાવો, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે વાત કરનારની IB કરી રહી છે પૂછપરછ

પશ્ચિમ બંગાળની બહાર TMC તેની રાજકીય હાજરીને વિસ્તારવા માટે પૂરતા પ્રયાસો કરશે તેવી શક્યતા છે.પંજાબમાં AAPની જંગી સફળતા અને ગોવા (2 બેઠકો) અને ગુજરાતમાં (5 બેઠકો)માં તેની નાની પરંતુ નોંધપાત્ર શરૂઆતે TMCને બેચેન અને આશાવાદી બનાવ્યા હશે. મમતા બેનર્જીની પાર્ટી ત્રિપુરા અને મેઘાલયમાં પ્રવેશ કરવા માટે સખત મહેનત કરી રહી છે.

Election News Gujarati

ભાજપની સરકાર માટે હવે શું?

બીજેપી માને છે કે મોદીની લોકપ્રિયતા અને મતદારો સાથેનું જોડાણ મોટાભાગે અકબંધ છે. જ્યારે જાતિ, સમુદાય અને પ્રાદેશિક સમીકરણો રાજ્યની ચૂંટણીઓમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને ઝુંબેશ ઘણીવાર સ્થાનિક મુદ્દાઓ પર વધારે ભાર આપે છે, શાસક પક્ષ હંમેશા મોદીના રચાયેલી અપીલો પર આધાર રાખે છે.આ સ્ટ્રેટેજી 2023 માં ફરીથી ટેસ્ટ માટે મૂકવામાં આવશે.

આગામી વર્ષે મોદી સરકારના દરેક નિર્ણય અ જાહેરાતને લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી જોવામાં આવશે અને તેનું વિશ્લેષણ કરવામાં આવશે. સરકારની રાજકીય રણનીતિની પહેલી ઝલક કેન્દ્રીય બજેટમાં આવી શકે છે, જે 2024ની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ હશે. રિકવરી ધીમી રહી છે, ફુગાવો વધ્યો છે અને વૈશ્વિક આર્થિક સ્થિતિ અનિશ્ચિત છે.

શું સરકાર લોકપ્રિય વચનો અને પગલાંનો આશરો લેશે? તે કેવી રીતે રાજકીય સમજદારી, આર્થિક વૃદ્ધિ અને ચૂંટણીલક્ષી જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવી રાખશે?

બીજો મુખ્ય પ્રશ્ન: શું મોદી કેબિનેટ આવતા વર્ષે નવો દેખાવ કરશે?

સરકારનું મોટાભાગનું ધ્યાન સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટ પર રહેશે. તે ભારતના પ્રમુખપદની આસપાસ એક હાઇપ પણ બનાવશે. શું જમ્મુ-કાશ્મીરમાં ઉનાળામાં વિધાનસભાની ચૂંટણી? સરકાર વિશ્વને સંદેશ આપવા માટે સમિટ પહેલા J&Kમાં ચૂંટણીઓ કરાવવા માટે ઉત્સુક રહેશે. વર્ષના અંતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારી જોવા મળશે. બાંધકામની દેખરેખ રાખતા ટ્રસ્ટએ સંકેત આપ્યો છે કે લોકસભાની ચૂંટણીના સમયે મંદિર ઓપનિંગની ઉજવણી ડિસેમ્બરમાં થશે.

Election News Gujarati

કોંગ્રેસ: કરો યા મરો જેવી પરિસ્થિતિ

આ વર્ષે કોંગ્રેસે તેના ઈતિહાસથી અલગ બે પ્રયોગોનું અનાવરણ કર્યું હતું. ગાંધીઓએ પ્રથમ વખત પરિવારની બહારની વ્યક્તિને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા, અને રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના નસીબ અને તેમની પોતાની છબી બંનેને ફેરવવાની આશા સાથે તેમની મુશ્કેલ યાત્રા શરૂ કરી છે.

ચાર વર્ષના ચૂંટણી દુષ્કાળ પછી, કોંગ્રેસે રાજ્યની ચૂંટણી (હિમાચલ)માં સફળતાનો સ્વાદ મળ્યો પરંતુ પંજાબ અને ગુજરાતમાં કોંગ્રેસ જોરદાર થયું હતું. રાહુલ ગાંધીની વોકાથોન ” ભારત જોડો યાત્રા” કેટલી સફળ રહી તે હવે આવનારી ચૂંટણીઓમાં ખબર પડશે.

ખડગેએ એક શક્તિશાળી સ્પીકર તરીકે ઉભરવાનો સંકેત દર્શાવ્યો છે જે ભાજપને ટક્કર આપી શકે છે. હવે તેઓ કેટલા વિપક્ષીઓ દળોને એક વિશ્વસનીય ગઠબંધનમાં એકસાથે લાવે છે કે કેમ તે જોવાનું એ છે.

આગામી વર્ષે ચૂંટણી બેઠેલા રાજ્યોમાંથી બે રાજ્યોમાં કોંગ્રેસનું શાસન છે. પાર્ટીએ 2024માં મોદીની જુગલબંધી સામે વિશ્વસનીય પડકાર ઉભો કરવો હોય તો કેટલાક જીતવા પડશે અને કેટલાકને જાળવી રાખવા પડશે. તે કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં તેની તકો પસંદ કરે છે અને માને છે કે તે છત્તીસગઢમાં વધુ વિકેટ પડવાની શક્યતા છે.

જયારે G23, જે દબાણ જૂથ તરીકે કામ કરતું હતું. તેનો સાથ ગુમાવી દીધો છે. ત્યારે મોટા સંગઠનાત્મક પ્રશ્નએ છે કે શું ખડગે ફેબ્રુઆરીમાં રાયપુરમાં AICC ની પુર્ણાહુતીમાં વર્કિંગ કમિટીની ચૂંટણી કરવા માટે સંમત થશે કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ માટે સૌથી મોટા પડકાર રાજનીતિને પલટાવનો રહેશે જે ચૂંટણીના સમયે વધુ ખરાબ થવાની સંભાવના છે.

Lok Sabha Election News in Gujarati

AAP, પ્રાદેશિક દળો, વિરોધી યુનિટી

2022 AAP માત્ર નિર્ણાયક વર્ષ હતું તે એક કરતા વધુ રાજ્યોમાં સત્તામાં રહેનાર ત્રીજી પાર્ટી બની હતી અને તે નવમી રાષ્ટ્રીય પાર્ટી બનશે. મોટો પ્રશ્ન એ છે કે અરવિંદ કેજરીવાલ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેમની વિચારધારાને રાજનીતિમાં અજમાવશે કે કેમ?

જો કેજરીવાલે 2024માં ભાજપ માટે પડકાર તરીકે ઊભ રહેવું હોય તો સ્પર્ધામાં સંયમ કેળવવો પડશે. TMC અને BRS રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ ધરાવે છે, અને નીતિશ કુમારે જાહેર કર્યું છે કે 2025 બિહારની ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે, જે સૂચવે છે કે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાને માટે તક અનુભવે છે. તે નોંધપાત્ર છે કે લગભગ તમામ બિન-કોંગ્રેસી વડા પ્રધાનો જનતા પાર્ટીથી આવ્યા છે.

કેજરીવાલનો આગામી મોટો વિચાર શું છે?વિપક્ષમાં ઘણા લોકો માને છે કે તેમની રાજનીતિની બ્રાન્ડ વધુ કે ઓછું બીજેપીનું પ્રતિબિંબ છે. AAP, TMC અને BRS રાષ્ટ્રીય ભૂમિકાઓ પર નજર રાખે છે.

આ પણ વાંચો: Weather Forecast: ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, મોસમ વિભાગે આ રાજ્યો માટે જાહેર કરી ચેતવણી

ગવર્મેન્ટ-ન્યાયતંત્ર સંઘર્ષ

આ વર્ષના છેલ્લા મહિનામાં ફરી એકવાર સરકાર અને સુપ્રીમ કોર્ટ સામસામે આવી ગયા હતા. સાત વર્ષ સુધી મૌન રહ્યા પછી, સરકારે 2015માં સર્વોચ્ચ અદાલત દ્વારા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટને નાબૂદ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

કોલેજિયમ સિસ્ટમની સરકારની ટીકા સામે સુપ્રીમ કોર્ટે પીછેહઠ કરી છે. ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા નામોની ભલામણ કરવામાં આવી રહી છે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે, સરકાર નિમણૂકોમાં વિલંબ કરી રહી છે.

વિપક્ષને લાગે છે કે ન્યાયતંત્રને લાઇનમાં લાવવા માટે સરકાર NJACને જીવંત કરવાની ધમકી આપી રહી છે. આ સંઘર્ષ આવતા વર્ષે વધુ વણસી શકે છે, કારણ કે કોર્ટ અરજીઓ સાંભળે છે અને રાજકીય અસરો ધરાવતી બાબતો પર ચુકાદો આપે છે. જેમાં ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક, નોટબંધી સામેના પડકારો અને J&Kમાં બંધારણીય ફેરફારો, ચૂંટણી બોન્ડ્સ, નાગરિકતા સુધારો એક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ