તૃણમૃલ કોંગ્રેસ પ્રમુખ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ લોકસભા ચૂંટણી 2024 માટે શંખ વગાડી દીધો છે. મમતા બનર્જીએ એક મોટી ઘોષણા કરી છે. મમતા બનર્જીએ સપીઆઇએમ અને કોંગ્રેસ (Congress) પર ભાજપ સાથે સાઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું કે, જો અપવિત્ર ગઠબંધન હશે તો કોંગ્રેસ ભાજપ સામે કંઇ રીતે લડશે? આ સાથે મમતા બનર્જીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વામપંથી ભાજપ સામે કેવી રીતે લડશે અને સીપીઆઇએમ અને કોંગ્રેસ બીજેપી વિરોધી હોવાનો દાવો કરે છે?
બંગાળની સરદિઘી પેટાચૂંટણીમાં કોંગ્રેસે સત્તાધારી તૃણમૂલ પાસેથી વિધાનસભા સીટ છીનવી લીધી છે. જે અંગે મમતા બેનર્જીએ કહ્યું કે, કોંગ્રેસ, વામપંથી અને ભાજપ બધાએ સરદિઘીમાં “સાંપ્રદાયિક કાર્ડ” રમ્યું છે. તફાવત એ છે કે, ભાજપે તેને ખુલ્લેઆમ રમ્યું છે, પરંતુ સીપીએમ અને કોંગ્રેસે તેને અધિક હદ સુધી ખેલ્યું છે.
વધુમાં મમતા બનર્જીએ નિવેદનમાં કહ્યું હતું કે, “આ એક શબક છે કે આપણે સીપીએમ કે કોંગ્રેસની વાત પર વિશ્વાસ કરવો જોઇએ નહીં, જેઓ ભાજપ મિલિભગત કરીને કામ કરે છે. અમે તેમની સાથે ન ગઠબંધન ન કરી શકીએ. જો કે 2024માં આપણે તૃણમૂલ અને સામાન્ય લોકો વચ્ચે ગઠબંધન જોઈશું. અમે અન્ય કોઈ રાજકીય પક્ષો સાથે નહીં જઈએ. અમે લોકોના સમર્થનથી એકલા હાથે લોકસભા ચૂંટણી લડીશું.”
કોંગ્રેસ પર નિશાન સાધતા CM મમતાએ કહ્યું, “જે લોકો ભાજપને હરાવવા માંગે છે, મને વિશ્વાસ છે કે તેઓ અમને મત આપશે. તૃણમૂલ કોંગ્રેસ આ ત્રણેય તાકતો સામે એકસાથે લડવા માટે પર્યાપ્ત છે. અમે 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આ કરી બતાવ્યું છે, અને અમે ફરીથી કરીને બતાની દઇશું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.”
2019માં બંગાળના નેતા વિપક્ષી ગઠબંધનના મુખ્ય વાટાઘાટકારોમાંના એક હતા. પરંતુ તેમનો ન માત્ર પ્રયાસ જ નિષ્ફળ નહીં, ભાજપે તેમના રાજ્યમાં વ્યાપક રાજ જમાવ્યું અને તેણે 42 સંસદીય બેઠકોમાંથી 18 બેઠકો જીતી. પરંતુ રાજ્યની બહાર પાર્ટીને સકારાત્મક પરિણામો મળ્યા નથી. તૃણમૂલ કોંગ્રેસ ગોવામાં અને પછી ત્રિપુરામાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહી. જો કે પાર્ટીએ મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી.
વર્ષ 2021થી મમતા બેનર્જીને ઘણા લોકો દ્વારા વડાપ્રધાનપદની મહત્વાકાંક્ષી તરીકે જોવામાં આવે છે. જો કે તેમની સાથે બિહારના સીએમ નીતિશ કુમાર, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ છે.