લોકસભા ચૂંટણી 2024 જીતવા AK એન્ટોનીએ આપ્યો કોંગ્રેસને ‘મંત્ર’, કહ્યું – આ લોકોને સાથે લઈને ચાલવું પડશે

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 જીતવા માટે એક એન્ટોની (AK Antony) એ કોંગ્રેસને સલાહ આપી કે, માત્ર લઘુમતીઓના સાથથી ચૂંટણી નહીં જીતી શકાય, બહુમતી લોકોને પણ મોદી સામેની લડાઈમાં સાથે લઈ ચાલવું પડશે.

Written by Kiran Mehta
Updated : December 29, 2022 13:53 IST
લોકસભા ચૂંટણી 2024  જીતવા AK એન્ટોનીએ આપ્યો કોંગ્રેસને ‘મંત્ર’, કહ્યું – આ લોકોને સાથે લઈને ચાલવું પડશે
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખી એકે એન્ટોનીએ કોંગ્રેસને આપી સલાહ

Congress Loksabha Election 2024: કોંગ્રેસના વરિષ્ઠ નેતા (Congress Leader) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટોની (AK Antony) એ લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) વિશે કહ્યું કે, કોંગ્રેસે હિન્દુઓને પોતાની સાથે લાવવા પડશે. તેમણે બુધવારે (28 ડિસેમ્બર) કહ્યું હતું કે, 2024ની સામાન્ય ચૂંટણી (લોકસભા 2024)માં ભાજપને સત્તા પરથી દૂર કરવા માટે માત્ર લઘુમતીઓનું સમર્થન પૂરતું નથી. પાર્ટીએ બહુમતી સમુદાયને પણ સાથે લેવો જોઈએ. તેમણે કહ્યું કે, આ લડાઈમાં એકલા લઘુમતીઓ પૂરતા નથી.

કોંગ્રેસના સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં એકે એન્ટનીએ આ વાત કહી. તેમણે કહ્યું કે, ભારતમાં બહુમતી લોકો હિંદુ છે અને આ બહુમતી સમુદાયને નરેન્દ્ર મોદી સામેની લડાઈમાં સામેલ કરવા જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય એન્ટોનીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું કે, આપણે સજાગ રહેવું જોઈએ અને ફાસીવાદ સામેની લડાઈમાં બહુમતી સમુદાયને સાથે લઈ જવા જોઈએ.

એન્ટોનીએ કહ્યું, “જેમ લઘુમતીઓને તેમની આસ્થા પાળવાની સ્વતંત્રતા છે, તેવી જ રીતે હિંદુઓને પણ તેમના મંદિરોમાં જઈને કપાળ પર તિલક લગાવવાનો અધિકાર છે. પરંતુ તેમને એવા વ્યક્તિ તરીકે જોવામાં આવે છે જે સોફ્ટ હિન્દુત્વની લાઇનને અનુસરે છે, જે યોગ્ય વ્યૂહરચના નથી.

એન્ટનીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ હિંદુ બહુમતી સાથે લઘુમતીઓને પાર્ટીમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસની સોફ્ટ-હિંદુત્વ લાઇન તરીકેના પ્રયાસથી મોદીને જ મદદ મળશે. તેમણે કહ્યું કે આ બાબતોને બધાએ ધ્યાનમાં રાખવી જોઈએ.

BJP vs Congress- BJP નો પલટવાર

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ એકે એન્ટોનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસની ટીકા કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસની નીતિ ‘હિંદુઓ કો દો ગાલી, તાકી મિલે વોટ બેન્ક કી તાલી’ની છે. પૂનાવાલાએ કહ્યું, “ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કોંગ્રેસ ભગવાન શ્રી રામના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવે છે, રામ મંદિરનો વિરોધ કરે છે. એટલું જ નહીં કોંગ્રેસે હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી હતી. તેનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

આ પણ વાંચોRahul Gandhi Interview: ‘પપ્પૂ’ કહે છે તો તકલીફ થાય છે? લગ્ન માટે કેવી યુવતી જોઇએ? જાણો રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ

એકે એન્ટોનીના નિવેદનને ટાંકીને પૂનાવાલાએ કહ્યું કે, જે રીતે કોંગ્રેસ પાર્ટી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે, આજે તેમના જ વરિષ્ઠ નેતાએ આ રણનીતિને નકારી કાઢી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ