Manoj C G: વર્ષ 2024માં લોકસભા ચૂંટણી યોજાશે. ત્યારે પક્ષ વિપક્ષ સક્રિય થઇ ગયું છે. કોંગ્રેસની વાત કરીએ તો તે SC, ST અને OBC સમુદાયને રિઝવવા માટે નવી યોજના પર કામ કરી રહી છે. વર્ષ 2009માં કોગ્રેસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત 131 લોકસભા બેઠકમાંથી 53 બેઠક જીતી શકી હતી. જ્યારે વર્ષ 2014માં આ સંખ્યા ઘટની 12 અને પછી વર્ષ 2019માં 10 થઇ ગઇ હતી. ભલે પક્ષની એકંદર સંખ્યા અભૂતપૂર્વ રીતે ઘટતી જોવા મળી હતી, પરંતુ કોંગ્રેસ ભાજપના હિંદુત્વના પ્રચાર અને પ્રધાનમંત્રી મોદીની સામૂહિક અપીલ, તેના સામાજિક અંકગણિતને તોડીને અને તેના મતના આધારને ખતમ કરવા સાથે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે મક્કમતા સાથે સક્રિય થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે (27 ફેબ્રુઆરી) મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં વિઘાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ પછી હવે તેલંગાણા, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે મહત્વની ભૂમિકા ભજવશે. આ ચૂંટણી પરિણામ નક્કી કરવામાં લઘુમતી સમુદાય પણ મહત્વની ભૂમકિા ભજવશે.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે એવી યોજના પર કામ કરી રહી છે જેમાં ઘણા પાસાઓ છે. જેમાં SC, ST, OBC અને લઘુમતીઓને પક્ષના નેતૃત્વની જગ્યાઓ, 262 વિધાનસભા બેઠક તેમજ 10 રાજ્યોમાં લક્ષિચ આઉટરીચમાં ફેલાયેલી 56 અનામત લોકસભા મતવિસ્તાર તેમજ નવા સામાજિક ન્યાય માળખાનું અનાવરણ કરવું. તેથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) એ રાયપુરમાં પૂર્ણ સત્રમાં બ્લોક સ્તરથી લઇને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) સુધી SC, ST, OBC અને લઘુમતીઓ માટે 50 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય લીધો છે.
“SC, ST, OBC અને અલ્પસંખ્યકો માટે જગ્યા લંબાવવાનો નિર્ણય સંપૂર્ણપણે રાજકારણને વેગ આપશે. કારણ કે આ નેતાઓને તેમનું યોગ્ય સ્થાન મળશે, તેમનો અવાજ દરેક સ્તર સુધી પહોંચશે. એસસી, ઓબીસી, લઘુમતી અને આદિજાતિ વિભાગ માટે કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક કે.રાજુએ જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ પક્ષની રાજનીતિની ગતિશીલતા બદલાશે’.
મહત્વનું છે કે, કોંગ્રેસ પક્ષનું નવુ સામાજિક ન્યાય માળખું નોંધનીય છે. કારણ કે તેણે સમાજિક સુરક્ષા માટે અધિકારોની ટોપલીનો પ્રસ્તાવ મૂક્યો છે.
રવિવારે સંપૂર્ણ રીતે પસાર કરાયેલા ઠારવમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયચંત્ર દેશની સામાજિક વિવિધતાને પ્રતિબિંબિત કરે અને તેથી પાર્ટી ઉચ્ચ ન્યાયતંત્રમાં SC,ST અને OBC માટે આરક્ષણ પર વિચાર કરશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ન્યાયિક સેવા બનાવવા માટે સુધારા લાવશે.
કોંગ્રેસે પૂર્ણ અધિવેશનમાં જણાવ્યું હતું કે, જો તે સત્તામાં પાછા આવશે, તો તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓના શિક્ષણના અધિકાર, સમ્માનની રક્ષા અને સુરક્ષા માટે રોહિત વેમુલાના નામ પર એક વિશેષ કાયદો બનાવશે.
જાતિગત વસ્તી ગણતરી કરવા અંગે ચર્ચા ચાલી રહી છે, મોદી સરકાર પ્રાદેશિક પક્ષોની ઓબીસી વોટ બેંકની માંગનો વિરોધ કરી રહી છે, કોંગ્રેસે દસ વર્ષીય વસ્તી ગણતરીની સાથે સામાજિક-આર્થિક જાતિ ગણતરીનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. પાર્ટીએ અગાઉ જાતિ ગણતરીને સમર્થન આપ્યું હતું.
આ સાથે કોંગ્રેસના ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, SC, ST અને OBCને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) કોટામાંથી બાકાત કરી શકાય નહીં. આ સંદર્ભે કોંગ્રેસ સુનિશ્વિત કરશે કે EWSને વિધાર્થીઓમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે નિર્ધારિત વયમાં છૂટ આપવામાં આવે. કેટલાક પક્ષોએ એવી જ દલીલ કરી છે કે EWS ક્વોટા ઉચ્ચ જાતિઓ સુધી મર્યાદિત ન હોઈ શકે અને SC/ST અને OBC માટે અલગ જોગવાઈ હોવી જોઈએ. “અમે કરેલી દરેક પ્રતિબદ્ધતાની પૃષ્ઠભૂમિ હોય છે. આ પ્રદેશ પ્રત્યે ભાજપ સરકારના અભિગમના વર્ષોના અમારા વિશ્લેષણ પર આધારિત છે,” એમ રાજુએ કહ્યું.
મહત્વનું છે કે, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં પોતાનું સમર્થન પાછું મેળવવા માટે સખત પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ અનિચ્છાએ સ્વીકારે છે કે ભાજપ ખેલમાં આગળ છે, અને જ્યારે રામ નાથ કોવિંદ (એક દલિત) અને દ્રૌપદી મુર્મુ (એક આદિવાસી) ની રાષ્ટ્રપતિ તરીકેની પસંદગી મોટાભાગે “પ્રતિકાત્મક” હતી, તેણે એક શક્તિશાળી રાજકીય સંદેશ મોકલ્યો.
તેલંગાણા રાજ્યમાં કોંગ્રેસ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં 31 અનામત બેઠકોમાંથી માત્ર 7 જ સીટ જીતી શકી હતી. કર્ણાટકમાં તેણે 2018માં 51 અનામત બેઠકોમાંથી 18 જીતી હતી. તો છત્તીસગઢમાં સંખ્યા વધુ સારી હતી કારણ કે પાર્ટીએ રાજ્યની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે જીત મેળવી હતી.
બીજી બાજુ મધ્ય પ્રદેશમાં, પક્ષ પક્ષપલટો છતાં, 82 અનામત બેઠકોમાંથી અડધી બેઠકો ધરાવે છે. રાજસ્થાનમાં, તેણે 59 અનામત બેઠકોમાંથી 30 જીતી હતી. પાર્ટી હવે પાંચ રાજ્યોમાં તમામ 262 અનામત બેઠકો માટે સંયોજકોની નિમણૂક કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: નેશનલ સાયન્સ ડે 2023 : રામન ઇફેક્ટ માટે સીવી રામનએ જીત્યો હતો નોબેલ પ્રાઈઝ
કોંગ્રેસે ઓબીસીના મહિલા સશક્તિકરણ માટે સમર્પિત મંત્રાલયનું વચન આપ્યું છે. જે અંગે તેણે કહ્યું કે, લધુમતી આયોગ અને રાષ્ટ્રીય મહિલા આયોગને બંધારણીય દરજ્જો આપશે. લધુમતીઓ અને એસસી/એસટીના અધિકારોનું રક્ષણ કરવા માટે કાયદાકીય પદ્ધતિને વધુ મજબૂત બનાવવાની વાત કરી છે. સાથે જ શહેરી ગરીબોને મનરેગા યોજના હેઠળ કામ કરવાના અધિકારની ખાતરી માટે કાયદો બનાવવાની પણ માંગ કરી છે.