Lucknow Thief : ઉત્તર પ્રદેશના લખનઉથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં બે ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસી જાય છે. તેઓ જે ઘરમાં ઘુસ્યા ત્યાં મોંઘો અને બ્રાન્ડેડ દારૂ જોઈ ગયા અને પછી પીવાનું શરૂ કરી દીધુ. વધારે દારૂ પીવાના કારણે ચોર પલંગ પર જ સૂઈ ગયા, સવારે પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા. ચોરને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે જાગ્યો નહીં અને જ્યારે જાગ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ચોર ચોરી કરવા ગયા અને દારૂની લાલચે સરળતાથી પકડાઈ ગયા
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ શરવાનંદ તેમના પરિવાર સાથે લખનૌના છાવણી વિસ્તારમાં આવેલ નિર્મલાનું કટારી વિસ્તારમાં રહે છે. તે લગ્નમાં હાજરી આપવા ગયા ત્યારે બે ચોર તેમના ઘરમાં ઘૂસ્યા. ઘરમાં મોંઘી અને બ્રાન્ડેડ દારૂની બોટલો જોઈને બંનેએ પીવાનું શરૂ કર્યું. જ્યારે એક ચોર વધુ પડતો દારૂ પી જતા ત્યાં જ એક જ પલંગ પર સૂઈ ગયો હતો.
ચોર દારૂ પીને ઘરમાં જ સૂઈ ગયો
જ્યારે શરવાનંદ પરિવાર સાથે ઘરે પરત ફર્યા ત્યારે તેમને ઘરની તમામ વસ્તુઓ વેરવિખેર અને એક અજાણ્યો વ્યક્તિ પલંગ પર સૂતો જોવા મળ્યો હતો. તેઓએ આ અંગે પોલીસને જાણ કરી અને ચોરને જગાડવાનો પ્રયાસ કર્યો. ચોર એટલો નશામાં હતો કે, જાગ્યા પછી પણ તે જાગતો ન હતો. થોડા સમય પછી, જ્યારે તે જાગી ગયો, ત્યારે તે ચોંકી ગયો કારણ કે, પરિવારના સભ્યોએ તેને પકડી લીધો હતો.
પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તે એક સાથી સાથે ચોરી કરવા આવ્યો હતો. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરવા અને તેના સાથીદારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે.
આ પણ વાંચો – ત્રણ બાળકોએ મળીને કરી મિત્રની ક્રૂરતાથી હત્યા, શાતીરોની જેમ પુરાવાનો કર્યો નાશ, કારણ જાણી આશ્ચર્ય થશે
પૂછપરછ દરમિયાન ચોરે પોતાનું નામ સલીમ હોવાનું જણાવ્યું હતું, જે શારદા નગરનો રહેવાસી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 6 લાખ રોકડા, 10 તોલા સોનું, 2 કિલો ચાંદી, 50 હજારની કિંમતની 40 મોંઘી સાડીઓ સાથે મહત્વના દસ્તાવેજો ગુમ થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.