મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત છ સાંસદોને આપી ટિકિટ

Madhya Pradesh BJP Candidates List : ભાજપે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથની છિંદવાડા બેઠક પરથી પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. છિંદવાડા બેઠક પરથી ભાજપે વિવેક બંટીને ઉમેદવાર બનાવ્યા

Written by Ashish Goyal
Updated : September 25, 2023 23:11 IST
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત છ સાંસદોને આપી ટિકિટ
13 સપ્ટેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી (Express File Photo)

Madhya Pradesh Assembly Election 2023 : ભારતીય જનતા પાર્ટીએ આગામી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 39 ઉમેદવારોના નામ છે. સૌથી મોટી વાત એ છે કે દેશના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પણ ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. દિમની વિધાનસભા સીટથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ફગ્ગનસિંહ કુલસ્તેને નિવાસ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને પણ ઈન્દોર-1થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે . ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ રાકેશ સિંહને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલને પણ ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. નરસિંહપુરથી પ્રહલાદ સિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ત્રણ કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં

ભાજપના 39 ઉમેદવારોની યાદીમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને છ સાંસદો છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહને ભાજપે જબલપુર પશ્ચિમથી ઉમેદવાર બનાવ્યા છે. સીધીથી સાંસદ રીતિ પાઠકને સીધી વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુમાં ભાજપને ફટકો, AIADMKએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી

ભાજપે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથની છિંદવાડા બેઠક પરથી પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. છિંદવાડા બેઠક પરથી ભાજપે વિવેક બંટીને ઉમેદવાર બનાવ્યા છે.

13 સપ્ટેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી

13 સપ્ટેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપની બીજી યાદીને લીલીઝંડી આપવામાં આવી હતી. હવે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં ભાજપે અત્યાર સુધીમાં 78 ઉમેદવારોની યાદી જાહેર કરી

આ વખતે ભાજપ ત્રણેય રાજ્યોની ચૂંટણી માટે અલગ રણનીતિ અપનાવી રહી છે. ભાજપ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. આ પહેલા ભાજપે એમપી ચૂંટણી માટે પોતાના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. કુલ મળીને ભાજપે અત્યાર સુધીમાં 78 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ