મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવાર સવારે ત્રણ મંત્રીઓને સામેલ કરીને પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. રાજ્યમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થનારી છે. શપથ ગ્રહણ સમારોહ સવારે 8.45 વાગ્યે આયોજીત કરવામાં આવ્યા હતા. જે ધારાસભ્યોને મંત્રીપદની શપથ આપવામાં આવી છે. તેમને બ્રાહ્મણ નેતા અને વિંધ્ય ક્ષેત્રના રીવાથી ધારાસભ્ય પૂર્વ મંત્રી રાજેન્દ્ર શુક્લા અને મહાકોશલ ક્ષેત્રના બાલાઘાટથી ધારાસભ્ય અને એમપી પછાત વર્ગ આયોગના અધ્યક્ષ ગૌરીશંકર બિસેન તથા ખરગાપુરથી ધારાસભ્ય રાહુલ લોધીના નામનો સમાવેશ થયો હતો. ભોપાલમાં રાજભવનમાં રાજ્યપાલ મંગૂભાઈ પટેલે ત્રણે ધારાસભ્યોને મંત્રી પદની શપથ અપાવી હતી.
મંત્રીઓએ કહ્યું કે જનતાનો વિકાસ છે પ્રાથમિક્તા
મધ્ય પ્રદેશના નવનિયુક્ત મંત્રી રાજેન્દ્ર શુક્લએ કહ્યું કે અમે નજર રાખીશું અને સુનિશ્ચિત કરીશું કે બધા વિકાસ કાર્ય અને જન્મ કલ્યાણ યોજનાઓ નીચે સુધી પહોંચે. પાર્ટીના બધા અનુરોધોને પુરા કરવા માટે કોઈ કસર નહીં છોડીએ. મંત્રી ગૌરીશંકર બિસેને કહ્યું કે અમારી પ્રાથમિક્તા રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ કરવાનો છે.
રાહુલ લોધી બોલ્યા – સારું પ્રદર્શન કરવા માટે દોઢ મહિનો ગણો છે
મધ્ય પ્રદેશના ધારાસબ્ય રાહુલ લોધીએ મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી પદની શપથ લીધા બાદ કહ્યું કે પાર્ટીએ અમારા ઉપર જે વિશ્વાસ દેખાડ્યો છે. તેના માટે અમે બુંદેલખંડમાં જેટલો સંભવ હોય એટલા પ્રયત્નો કરીશું. સારા પ્રદર્શન માટે દોઢ મહિનો જ કાફી છે. સીએમએ યોગ્ય સમય પર નિર્ણય લીધો છે. અમે અમારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. અમારી પ્રાથમિક્તા બુંદેલખંડને મજબૂત કરવા અને તેનો વિકાસ કરવાની છે. હું 150 સીટો જીતવાના પાર્ટીના લક્ષ્યની દિશામાં પ્રયત્ન કરીશ.





