MP election : પુરુષોની તુલનાએ વધારે વોટિંગ, કઈ સીટો પર પ્રભાવ, કોની સાથે જશે મધ્ય પ્રદેશની મહિલા વોટર?

MP Assembly Election 2023, Women Become Kingmaker : જાતિઓ ઉપર, ધર્મથી ઇતર એક એવી વોટબેન્ક પણ છે જે નિર્ણાયક પણ રહે છે અને કોઈને પણ સત્તામાં લાવી શકે છે. આ વોટ બેંક મધ્ય પ્રદેશની મહિલાઓની છે. એ મહિલાઓ જેમનું સમાજમાં સંપૂર્ણ યોગદાન છે.

Written by Ankit Patel
August 26, 2023 14:29 IST
MP election : પુરુષોની તુલનાએ વધારે વોટિંગ, કઈ સીટો પર પ્રભાવ, કોની સાથે જશે મધ્ય પ્રદેશની મહિલા વોટર?
મધ્ય પ્રદેશ ચૂંટણી મહિલા વોટર

મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણી વર્ષના અંત સુધીમાં થનારી છે. દરેક ચૂંટણીની જેમ અહીં પણ જાતિગત બોલબાલા છે. ધર્મનું એંગલ છે અને જુબાની જંગ તેજ ચાલી રહી છે. પરંતુ જાતિઓ ઉપર, ધર્મથી ઇતર એક એવી વોટબેન્ક પણ છે જે નિર્ણાયક પણ રહે છે અને કોઈને પણ સત્તામાં લાવી શકે છે. આ વોટ બેંક મધ્ય પ્રદેશની મહિલાઓની છે. એ મહિલાઓ જેમનું સમાજમાં સંપૂર્ણ યોગદાન છે. છેલ્લા કેટલાક વર્ષમાં રાજ્યની રાજનીતિમાં પણ ગણી અસર જોવા મળી રહી છે.

હવે મધ્ય પ્રદેશમાં પણ મહિલાઓની ભાગીદારી વધારે છે એટલા માટે કારણ કે પુરુષોની તુલનાએ વોટિંગના મામલે પણ વધારે આગળ આવતી દેખાય છે. એકઆંકડા પ્રમાણે મધ્ય પ્રદેશમાં આ વખતે કુલ 15 લાક વોટ નાંખનાર વોટ છે એટલે કે પહેલીવાર વોટ આપનાર વોટર છે. અહીં પણ મહિલાઓની સંખ્યા 7 લાખથી વધારે જણાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાત લખ મહિલા વોટર્સ પોતાનો વોટનો ઉપયોગ કયા પ્રકારે કરશે એના ઉપર નિર્ભર છે. અહીં એ સમજવું પણ જરૂરી છે કે રાજ્યમાં કુલ 5.39 કરોડ મતદાતા છે. ત્યાં પણ 48.20 ટકા મહિલાઓ છે. રાજ્યની કુલ 50 એવી સીટો છે જ્યાં વર્તમાનમાં પુરુષોની તુલનામાં મહિલા વોટર વધારે છે. જેમાં 18 આરક્ષિત સીટોનો સમાવેશ થાય છે.

એક આંકડા પ્રમાણે રાજ્યમાં આદિવાસી બહુમતી સીટો ઉપર મહિલા વોટર્સ વધારે સક્રિય છે. તેઓ પુરુષોની તુલનામાં વધારે વોટ કરી રહી છે. એવી 15 વિધાસભા સીટો હાજર છે જ્યાં મહિલાઓ જ કિંગમેકરની ભૂમિકા નીભાવી રહી છે. જે ઉમેદવારને તેમના વોટ મળી જાય તો તેની જીત સુનિશ્ચિત માનવામાં આવે છે.

હવે મહિલાઓના આ મહત્વને પણ દરેક પાર્ટીઓ સારી રીતે સમજવા લાગી છે. એક તરફ મામા વાળી છબીની સાથે શિવારજ સિંહ ચૌહાન મહિલા વોટરો વચ્ચે પોતાને લોકપ્રિય બનાવી રાખવાની કોશિશ કરવામાં લાગ્યા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી કર્ણાટકની તર્જ પર મહિલાઓ માટે અલગથી ઘોષણા પત્ર લાવવાની તૈયારી કરવા જઈ રહી છે. એટલે કે જેને પણ સત્તામાં આવવું છે તે મહિલા મતદાતાઓને પોતાના પક્ષમાં લાવવી પડશે.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશની વારાસિવની, બરઘાટ, પાનસેમલ, અલીરાજપુર, જોબટ, ઝાબુઆ, બાલાઘાટ, સરદાપુર થાંદલા, પેટલાવદ, કુક્ષી, સૈલાના, ડિંડોરી, વિદિશા, દેવાસ, મંડલા, બૈહર, પરસવાડા સીટ એવી છે જ્યાં મહિલાઓની સંખ્યા નિર્ણાયક ભૂમિકામાં છે. આ સીટો પર જો જીત જોઈએ તો મહિલા વોટરોને લલચાવવાની જરૂરત રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ