શું એક સિંધિયાએ બીજા માટે ખાલી કરી સીટ? યશોધરા રાજેએ શિવપુરીથી ચૂંટણી લડવાની ના પાડતા બીજેપીમાં હલચલ

Madhya Pradesh Assembly Election : શિવપુરીમાં એક સભાને સંબોધિત કરતા યશોધરા રાજે સિંધિયાએ કહ્યું હતું કે મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું ચૂંટણી નહીં લડું.

Written by Ashish Goyal
Updated : October 09, 2023 18:24 IST
શું એક સિંધિયાએ બીજા માટે ખાલી કરી સીટ? યશોધરા રાજેએ શિવપુરીથી ચૂંટણી લડવાની ના પાડતા બીજેપીમાં હલચલ
યશોધરા રાજે સિંધિયા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશના રમતગમત મંત્રી યશોધરા રાજે સિંધિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ આગામી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી શિવપુરીથી લડશે નહીં. આ કારણે એવી અટકળો થઇ રહી છે કે તેમના ભત્રીજા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા માટે આ બેઠક ખાલી કરવામાં આવી રહી છે. યશોધરા રાજેએ કહ્યું કે તેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું ચૂંટણી લડીશ નહીં.

ગુરુવારે શિવપુરીમાં એક સભાને સંબોધિત કરતા યશોધરાએ કહ્યું હતું કે મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું ચૂંટણી નહીં લડું. હું આપ સૌનો આભાર માનું છું. એક રીતે, આ મારી અલવિદા છે. મેં હંમેશાં મારી માતા રાજમાતા વિજયારાજે સિંધિયાના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. તેમની પ્રેરણાને કારણે જ મેં આ નિર્ણય લીધો હતો. આજે હું આપ સૌને વિનંતી કરૂં છું કે આપ સૌ આ નિર્ણયમાં મારો સાથ આપશો.

નવી પેઢીએ આગળ આવવું જોઈએ: યશોધરા રાજે સિંધિયા

યશોધરા સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમય વીત્યો છે અને નવી પેઢીએ આગળ આવવું જોઈએ. આ પગલું તે પત્ર પછી ઉઠાવવામાં આવ્યું છે જે તેમણે આ વર્ષના ઓગસ્ટમાં ભાજપના ટોચના નેતાઓને વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી નહીં લડવાના તેમના નિર્ણય અંગે લખ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ વી.ડી.શર્માએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્યના કારણોસર યશોધરા પાછળ હટી રહ્યા છે.

આ પણ વાંચો – મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી, પણ હાલ નામ જાહેર નહીં કરે, જાણો કારણ

ભાજપમાં અટકળોનું બજાર ગરમ

ભાજપના અંદરના સૂત્રો શિવપુરી મત વિસ્તાર માટે પાર્ટીની યોજનાઓ શું તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપના વર્તુળોમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી સરકાર સામે સત્તા વિરોધી લહેરને પહોંચી વળવા માટે કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારવાની પાર્ટીની વ્યૂહરચનાને કારણે. એવી સંભાવના છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ યશોધરાના મત વિસ્તારમાંથી અથવા પડોશી મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. પ્રદેશ નેતાગીરી આગામી યાદીની રાહ જોઈ રહ્યું છે, ત્યારે મામલો સ્પષ્ટ થઇ થશે. મધ્ય પ્રદેશ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કંઈપણ શક્ય છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએઅત્યાર સુધી કોઈપણ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી નથી, તેમણે પોતાના પિતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાના નિધન બાદ 2002માં ગુના લોકસભા પેટાચૂંટણી જીતીને રાજકીય શરૂઆત કરી હતી. આ પછી જ્યોતિરાદિત્યે 2002 થી 2019 દરમિયાન કોંગ્રેસના સાંસદ તરીકે ગુનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2002માં જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ