/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/MP-election.jpg)
મધ્ય પ્રદેશ ચૂંટણી
Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશની 230 વિધાનસભા સીટો અંગે મતદાન 17 નવેમ્બરે થવાનું છે. ચૂંટણી પ્રચાર ખતન થયા પહેલા રાજ્યમાં બધા રાજકીય દળ દરેક મતદાતા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના દરેક ખૂણામાં રાજકીય માહોલ ગરમ છે પરંતુ રાજ્યના ઈન્દ્રધનુષ તરીકે ઓળખાતા વિંધ્યાચલમાં રાજનીતિ વધારે ગરમ છે.
વર્ષ 2018માં મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ ક્ષેત્રમાં લગભગ ક્લિન સ્વીપ કર્યું હતું. પરંતુ ક્યારકે ક્યારકે આ વિસ્તારમાં વામપંથીઓથી લઈને બીએસપી વિચારધારાને પણ સિંચ છે. હવે કોંગ્રેસ પાર્ટી અહીં પોતાનો ગ્રાફ વધારવાની કોશિશ કરી રહી છે. જ્યારે અરવિંદ કેજરીવાલની પાર્ટી પોતાનું ખાતું ખોલીને મધ્ય પ્રદેશમાં દસ્તક આપવાનો પ્રયત્નમાં છે.
વિંદ્યાચલ ક્ષેત્રને વર્ષ 1991માં પહેલીવાર બીએસપીને એમપીથી તેના પહેલા લોકસભા સાંસદ આપ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારમાં ચૂંટણી રાજનીતિમાં કમ્યુનિસ્ટોને પણ સફળતા અપાવી. યુપીથી નજીક આવેલા એમપીના વિંદ્યાચલ ક્ષેત્રમાં 30 વિધાનસભા સીટો છે.
આ વિસ્તારમાં 9 જિલ્લા - રીવા, શહડોલ, સતના, સીધી, સિંગરૌલી, અનુપપુર, ઉમરિયા, મય્યર અને મઉંગંજમાં વહેચાયેલા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતકું. કોંગ્રેસને વિંદ્યાચલની જનતાથી માત્ર છ સીટો આપી હતી. જ્યારે બીજેપીને 30માંથી 24 સીટો મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us