Madhya Pradesh Assembly Election Result : મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીને ભારે નિરાશા હાથ લાગી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં 114 સીટો જીતનાર કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં 66 સીટો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસને આશા હતી કે આ વખતે એમપીમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનશે, પરંતુ ‘ભાજપના ગઢ’માં તેને જનતા તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટી પણ ઉત્સાહિત હતી કારણ કે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’એ પણ રાજ્યમાં સારો સમય પસાર કર્યો હતો. એમપીમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કુલ 380 કિલોમીટરની સફર કરી હતી. આ દરમિયાન યાત્રા લગભગ 21 વિધાનસભા સીટોમાંથી પસાર થઈ હતી. પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો કોંગ્રેસને નિરાશા થઇ હતી.
કોંગ્રેસ પક્ષની ‘ભારત જોડો યાત્રા’ જે 21 વિધાનસભા બેઠકો પરથી પસાર થઇ હતી તેમાંથી ભાજપે 17 બેઠકો જીતી હતી. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ ગયા વર્ષે 23 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન મધ્ય પ્રદેશના માલવા-નિમાડ ક્ષેત્રના છ જિલ્લામાંથી પસાર થઈ હતી. જેમાં બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને આગર માલવા સામેલ હતા. કોંગ્રેસ અહીં 21માંથી માત્ર 4 બેઠકો જીતી શકી છે. ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર જિલ્લાની તમામ આઠ બેઠકો પર પહોંચી હતી. જોકે અહીં બધી 8 સીટો પર ભાજપે વિજય મેળવ્યો છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસને કેટલા ટકા વોટ મળ્યા, જાણો
2018ની ચૂંટણીમાં ભાજપે આ 21માંથી 14 બેઠકો જીતી હતી, જ્યારે સાત બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને કારણે આશા હતી કે કોંગ્રેસ તેનો ગ્રાફ વધારશે, પરંતુ પરિણામો બિલકુલ વિપરીત રહ્યા છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ બાદ યોજાયેલી આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અહીં વધુ ચાર બેઠકો ગુમાવી પડી છે. જ્યારે ભાજપે તેની સંખ્યા 14થી વધારીને 17 કરી દીધી હતી.
અહીં કોણ જીત્યું અને કોણ હાર્યું?
બુરહાનપુરથી ભાજપના અર્ચના ચિટનીસની જીત
નેપાનગર બેઠક પર મંજુ દાદુનો વિજય
સુરેન્દ્ર સિંહ શેરા (કોંગ્રેસ)- પરાજય
માંધાતાથી ભાજપના નારાયણ પટેલ જીત્યા
પંધાનાથી ભાજપની છાયા મોરેની જીત
બડવાહથી ભાજપના સચિન બિરલાની જીત
ભિકનગાંવથી કોંગ્રેસના ઉમેદવાર ઝુમા સોલંકીની જીત
મહૂથી ભાજપની ઉષા ઠાકુરની જીત
રાઉથી ભાજપના મધુ વર્મા જીત્યા
ઈન્દોર-1 બેઠક પરથી કૈલાશ વિજયવર્ગીયની જીત
ઈન્દોર-2થી ભાજપના રમેશ મેંદોલાની જીત
ઈન્દોર-3થી ભાજપના ગોલુ શુક્લાની જીત
ઈન્દોર-4થી ભાજપની માલિની ગૌડની જીત
ઈન્દોર-5થી ભાજપના મહેન્દ્ર હાર્ડિની જીત
તુલસી સિલાવટે સાંવર બેઠક પરથી જીત મેળવી