મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : હરદાની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, આસપાસના મકાનો ખાલી કરાવ્યા, 8ના મોત, 60થી વધારે ઘાયલ

Madhya Pradesh Crackers factory blast, મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ભૂકંપ જેવી ધ્રૂજારી થઇ હતી

Madhya Pradesh Crackers factory blast, મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ભૂકંપ જેવી ધ્રૂજારી થઇ હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Madhya Pradesh Crackers factory blast, MP factory blast, Madhya pradehs blast

મધ્ય પ્રદેશ બ્લાસ્ટ, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ - photo - ANI

Madhya Pradesh Crackers factory blast, મધ્ય પ્રદેશ બ્લાસ્ટ: મધ્યપ્રદેશના હરદામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 8 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, હરદા શહેરની બહાર ફટાકડાની ફેક્ટરી છે, ફાયર ટેન્ડર અહીં હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે.

મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : ટાકડાની ફેક્ટરીમાં હજુ પણ ઘણા કામદારો ફસાયેલા

મધ્ય પ્રદેશ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં હજુ પણ ઘણા કામદારો ફસાયેલા છે. સીએમઓ પાસેથી મળેલી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના અંગે માહિતી માંગી છે.

Advertisment

અફરા-તફરી મચી ગઈ

Madhya Pradesh Crackers factory blast, MP factory blast, Madhya pradehs blast
મધ્ય પ્રદેશ બ્લાસ્ટ, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ - photo - ANI

જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તે કંપની હરદાના મગરખા રોડ પર આવેલી છે. આ કંપનીમાં સવારે વિસ્ફોટ થયા હતા અને ત્યારબાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીની અંદર અને બહાર અફરા-તફરી મચી ગઈ હતી.

ભૂકંપ જેવો અહેસાસ

ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, હરદાના બૈરાગઢ ગામમાં મગરધા રોડ પર ગેરકાયદેસર રીતે સંચાલિત ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે સવારે 11:30 વાગ્યે આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આસપાસના મકાનો અને દુકાનોના કાચ તૂટી ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિસ્ફોટના કારણે તેમને એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય.

મધ્ય પ્રદેશ બ્રેકિંગ ન્યૂઝ અકસ્માત દેશ