Who Is Mohan Yadav: ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામને 11 ડિસેમ્બરના રોજ ભોપાલમાં ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ પછી તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. મોહન યાદવ 2020 થી શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.
પરિવારજનોએ કહ્યું- ભક્તને મહાકાલના આશીર્વાદ મળ્યા (Mohan Yadav Family)
ભોપાલમાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત થતાં જ ઉજ્જૈનમાં તેમના ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. તેમના પરિવારના સભ્યોએ કહ્યું કે તેઓ મહાકાલના પરમ ભક્ત છે અને આ (મુખ્યમંત્રી પદ) મહાકાલના આશીર્વાદ છે કે ભાજપે તેમને તેમની મહેનતનું ફળ આપ્યું. મોહન યાદવ 58 વર્ષના છે. તે ઉજ્જૈનના ફ્રીગંજ (મુંજ માર્ગ)નો રહેવાસી છે. તે એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા નેતા છે. તેમની છબી સ્વચ્છ રહી છે. તેઓ તેમના વિદ્યાર્થીકાળના રાજકારણના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે.

સ્પષ્ટ છબી, પરંતુ નિવેદનોને કારણે વિવાદાસ્પદ
ઉજ્જૈન દક્ષિણમાંથી ચૂંટણી જીતનાર મોહન યાદવની છબી પર કોઈ કલંક નથી, પરંતુ તેમની અસંસ્કારી ભાષાને કારણે તેઓ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે. 2020ની પેટાચૂંટણીમાં ચૂંટણી પંચે યાદવના ચૂંટણી પ્રચાર પર એક દિવસનો પ્રતિબંધ લગાવી દીધો હતો.
જ્યારે રાજ્ય સરકારમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન હતા, ત્યારે મોહન યાદવે સીતા માતાના જીવનને છૂટાછેડા લીધેલી મહિલાઓના જીવન જેવું ગણાવ્યું હતું. ઉજ્જૈનમાં એક કાર્યક્રમમાં કાર સેવકોને સંબોધિત કરતી વખતે મોહન યાદવે કહ્યું હતું કે, “સીતા માતા, જેમને રામ આટલા મોટા યુદ્ધ પછી લાવ્યા હતા, તેમને ગર્ભવતી હોવા છતાં રાજની મર્યાદાને કારણ ત્યાગ કરવો પડ્યો હતો. સીતા માતાના બાળકો જંગલમાં જન્મ થયો. આટલા દુઃખો સહન કરવા છતાં પણ તેમને પોતાના પતિ પ્રત્યે એટલો આદર છે કે તે બધી તકલીફો ભૂલીને ભગવાન રામની સુખાકારીની કામના કરે છે… આજના જમાનામાં આવું જીવન છૂટાછેડા પછીના જીવન જેવું છે. તેમણે ભગવાન રામના ગુણો શીખવવા માટે તેમણે બાળકોને પણ સંસ્કાર આપ્યા હતા.” સીતાના ધરતી પ્રવેશ વિશે યાદવે કહ્યું હતું કે, “આજની ભાષામાં તેને આત્મહત્યા કહેવામાં આવે છે.” જુઓ વીડિયો-
મોહન યાદવના પિતાનું નામ પૂનમ ચંદ યાદવ છે. તેમની પત્નીનું નામ સીમા યાદવ છે. તેમને ત્રણ બાળકો છે. ચૂંટણીના સોગંદનામા મુજબ, એક પુત્ર અભિમન્યુ તેના પર નિર્ભર છે. મોહન યાદવે 2010માં વિક્રમ યુનિવર્સિટીમાંથી પીએચડી ડોક્ટર હાંસલ કરી છે.
મધ્ય પ્રદેશમાં ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો હતો
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. મધ્ય પ્રદેશની 230 વિધાનસભામાં સીટોમાંથી ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 66 સીટ પર જીત મેળવી હતી. ભારત આદીવાસી પાર્ટીએ 1 સીટ પર જીત મળી હતી. ભાજપને સૌથી વધારે 48.55 ટકા વોટ શેર મળ્યા હતા. કોંગ્રેસને 40.40 ટકા વોટ શેર મળ્યા હતા. આમ બન્ને વચ્ચેનો તફાવત લગભગ 8 ટકાનો હતો. બીએસપીને 3.40 ટકા વોટ શેર મળ્યા હતા.
આ પણ વાંચો | મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ પાસે છે કરોડોની સંપત્તિ, આંકડો જાણી ચોંકી જશો
મધ્યપ્રદેશના સૌથી ધનિક નેતામાં સામેલ છે મોહન યાદવ
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો. મોહન યાવદની ગણતરી રાજ્યના સૌથી ધનિક નેતાઓમાં થાય છે. મોહન યાદવની સંપત્તિ 42 કરોડ રૂપિયા છે. તો તેમની ઉપર લગભગ 9 કરોડ રૂપિયા જેટલું દેવુ છે. મધ્યપ્રદેશની વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી વખતે સૌથી વધારે સંપત્તિની ઘોષણા કરનાર ટોચના 3 નેતાઓમાં પ્રથમ ક્રમે ભૂપેન્દ્ર સિંહ અને બીજા ક્રમે ડો. મોહન યાદવ હતા. મોહન યાવદ પાસે 2 હથિયાર છે – જેમાં એક રિવોલ્વર અને એક બારબોરની ગન છે. તેમની પાસે 17 હજાર એકર જમીન છે.





