Madhya Pradesh CM Mohan Yadav: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામની ઘોષણા થઇ ગઇ છે. ભાજપે ડો. મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીક પસંદ કરીને સૌને ચોંકાવી દીધા છે. મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ એક સપ્તાહના લાંબા મનોમંથન બાદ ભાજપે એમપીના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે. આ સાથે છેલ્લા ત્રણ ટર્મથી મુખ્યમંત્રી પદે રહેનાર શિવરાજસિંહ ચૌહાણ ચોથી વખત મધ્યપ્રદેશના સીએમ બને તેવી અટકળો પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયો છે. વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ 13000 મતોથી જીત્યા હતા. ચાલો જાણીયે ડો. મોહન યાદવ કોણ છે અને તેમની રાજકીય કારર્કિદી વિશે વિગતવાર
ડો. મોહન યાદવ કોણ છે? (Who Is Mohan Yadav Of Madhya Pradesh New CM)
ભાજપે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્ર તરીકે ડો. મોહન યાદવની પસંદગી કરી છે. મોહન યાદવ મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈન જિલ્લાના ઉજ્જૈન દક્ષિણ (217) બેઠકના ધારાસભ્ય છે. તેમનો જન્મ 25 માર્ચ, 1965ના રોજ ઉજ્જૈનમાં થયો છે. પિતાનું નામ પૂનમચંદ યાદવ અને પત્નીનું નામ સીમા યાદવ છે. તેને બે પુત્રી અને 1 પુત્ર છે. મોહન યાદવ ઓબીસી સમુદાયમાંથી આવે છે.
મોહન યાદવ કેટલુ ભણેલા છે? (Mohan Yadav Education)
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ બીએસસી, એલએલબી, પોલિટિકલ સાયન્સમાં એમએ, એમબીએ અને પીએચડીની ડિગ્રી ધરાવે છે.
મોહન યાદવની રાજકીય કારકિર્દી (Mohan Yadav Political Career)
મોહન યાદવ કોલેજકાળથી રાજકારણનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓ વર્ષ 1982માં માધવ વિજ્ઞાન યુનિવર્સિટી વિદ્યાર્થી યુનિયનના સહ-સચિવ તેમજ 1984માં પ્રમુખ બન્યા હતા.વર્ષ 2000-2003માં ભાજપ નગર જિલ્લા મહામંત્રી અને સન 2004માં ભાજપના પ્પદેશ કાર્ય સમિતિના સભ્ય બન્યા હતા.વર્ષ 2011-13માં મધ્યપ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ- ભોપાલના અધ્યક્ષ (કેબિનેટ મંત્રીનો હોદ્દો) બન્યા હતા.યાદવને રાષ્ટ્રપતિ દ્વારા 2011-2012 અને 2012-2013માં મધ્યપ્રદેશમાં પ્રવાસન વિકાસ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.વર્ષ 2013માં વિધાનસભા ચૂંટણી જીતીને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.વર્ષ 2018માં બીજી વખત વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 2 જુલાઇ, 2020ના રોજ મંત્રીપદના શપથ લીધા હતા. શિવરાજસિંહ ચૌહાણન સરકારમાં તેઓ શિક્ષણ મંત્રી રહ્યા છે.
મધ્યપ્રદેશના સૌથી ધનિક નેતામાં સામેલ છે મોહન યાદવ, જાણો કેટલી સંપત્તિ છે? (Mohan Yadav Net Worth)
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડો. મોહન યાવદની ગણતરી રાજ્યના સૌથી ધનિક નેતાઓમાં થાય છે. મોહન યાદવની સંપત્તિ 42 કરોડ રૂપિયા છે. તો તેમની ઉપર લગભગ 9 કરોડ રૂપિયા જેટલું દેવુ છે. મધ્યપ્રદેશની વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી વખતે સૌથી વધારે સંપત્તિની ઘોષણા કરનાર ટોચના 3 નેતાઓમાં પ્રથમ ક્રમે ભૂપેન્દ્ર સિંહ અને બીજા ક્રમે ડો. મોહન યાદવ હતા. મોહન યાવદ પાસે 2 હથિયાર છે – જેમાં એક રિવોલ્વર અને એક બારબોરની ગન છે. તેમની પાસે 17 હજાર એકર જમીન છે.
આ પણ વાંચો | મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવ સહિત બે નાયબ મુખ્યમંત્રી હશે
તાજેતરમા યોજાયેલી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં મોહન યાદવે પોતાની સંપત્તિની વિગતો જણાવી છે. જે અનુસાર મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પાસે 1.41 લાખ રૂપિયા રોકડ રકમ છે. તો તેમની પત્ની સીમા યાદવ પાસે 3.38 લાખ રૂપિયાની રોકડ રકમ છે. બેંક બેલેન્સની વાત કરીયે તો મોહન યાદવ અને તેમની પત્નીના બેંક એકકાઉન્ટમાં 28,68,044.97 રૂપિયા જમા છે.





