મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસના વચનો - ખેડૂતોના દેવા માફ, 500માં ગેસ સિલિન્ડર, મહિલાઓને દર મહિને 1500 રૂપિયા

Madhya Pradesh elections : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે આનાથી પછાત વર્ગોને ફાયદો થશે

Madhya Pradesh elections : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે આનાથી પછાત વર્ગોને ફાયદો થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Mallikarjun Kharge | Madhya Pradesh elections 2023

મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યના સાગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની જનતાને મોટા વચનો આપ્યા (તસવીર - મધ્ય પ્રદેશ કોંગ્રેસ ટ્વિટર)

Madhya Pradesh elections 2023 : આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યના સાગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યની જનતાને મોટા વચનો આપ્યા છે. તેમણે કહ્યું કે જો એમપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની દેવા માફ કરાશે.

Advertisment

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જો કમલનાથ સીએમ બનશે તો મધ્ય પ્રદેશના ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. રાજ્યમાં 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી.

રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનું વચન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 100 યુનિટ સુધીના વીજ બિલ માફ કરવામાં આવશે. જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે. આ ઉપરાંત તેમણે રાજ્યમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે આનાથી પછાત વર્ગોને ફાયદો થશે. તેમણે કહ્યું કે આ કારણે જ અમે પછાત વર્ગના 6 યુવાનોને વર્કિંગ કમિટીનો હિસ્સો બનાવ્યો છે.

આ પણ વાંચો - ચાર દિગ્ગજ, ચાર મંદિર અને ચાર યાત્રાઓ, ભાજપે રાજસ્થાનમાં ચૂંટણી જીતવા માટે કર્યો મોટો પ્લાન

Advertisment
,

ભાજપ પર પ્રહાર

આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશની આ સરકાર ગેરકાયદેસર છે. તેઓએ અમારા ધારાસભ્યોની ચોરી કરી, બીજી તરફ તેઓ કહે છે કે તેમણે પોતાના સિદ્ધાંતો પર સરકાર બનાવી છે. તેઓ હંમેશાં પૂછે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. અમે બંધારણને બચાવ્યું તેથી તેઓ વડા પ્રધાન બન્યા.

મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે લોકોને ઈડીનો ડર બતાવીને તેઓ પોતાની સરકાર બનાવી રહ્યા છે. કર્ણાટક અને મણિપુરમાં પણ આવું જ થયું. જ્યાં પણ તેઓ ચૂંટણીમાં ચૂંટાતા નથી, ત્યાં તેઓ આવું જ કરે છે. કેટલાક લોકો બંધારણ બદલવા માંગે છે પરંતુ એવું નહીં થાય. આ દેશમાં 140 કરોડ લોકો બંધારણને બચાવવા માટે જીવિત છે.

મધ્ય પ્રદેશ ચૂંટણી 2023 મલ્લિકાર્જુન ખડગે congress