Madhya Pradesh CM : મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી, જગદીશ દેવડા, રાજેશ શુક્લાને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા

Madhya Pradesh New CM Updates : ભાજપે બધાને ચોંકાવતા ઓબીસી મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરી છે, આ નામ જાહેર થશે તેવી કોઇને આશા ન હતી, ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી

Written by Ashish Goyal
Updated : December 11, 2023 18:39 IST
Madhya Pradesh CM : મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી, જગદીશ દેવડા, રાજેશ શુક્લાને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા
મોહન યાદવને મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે

Madhya Pradesh New CM : ભાજપ આખરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની વરણી કરવામાં આવી છે. ભાજપ પાર્ટીએ આ વખતે સીએમનો ચહેરો જાહેર કર્યા વિના જ ચૂંટણી લડી હતી. ભોપાલમાં ભાજપ વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, જ્યોતિરાદિત્ય સિંધિયા, વીડી શર્મા પણ હતા. જોકે ભાજપે બધાને ચોંકાવતા ઓબીસી મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી કરી છે.

ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સહમતિ બની છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ આરએસએસના નજીકના હોવાનું કહેવાય છે. જાણકારી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ જાહેરાત સાથે જ તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે.

આ પણ વાંચો – ભાજપે વિષ્ણુદેવ સાયને જ કેમ બનાવ્યા છત્તીસગઢના મુખ્યમંત્રી? 5 પોઇન્ટમાં સમજો પાર્ટીની રણનીતિ

છત્તીસગઢની જેમ મધ્ય પ્રદેશમાં પણ બે ડેપ્યુટી સીએમ બનશે. આ જવાબદારી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાને સોંપવામાં આવી છે. આ સાથે જ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો હતો

મધ્ય પ્રદેશમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. મધ્ય પ્રદેશની 230 વિધાનસભામાં સીટોમાંથી ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 66 સીટ પર જીત મેળવી હતી. ભારત આદીવાસી પાર્ટીએ 1 સીટ પર જીત મળી હતી. ભાજપને સૌથી વધારે 48.55 ટકા વોટ શેર મળ્યા હતા. કોંગ્રેસને 40.40 ટકા વોટ શેર મળ્યા હતા. આમ બન્ને વચ્ચેનો તફાવત લગભગ 8 ટકાનો હતો. બીએસપીને 3.40 ટકા વોટ શેર મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ