ઉત્તર પ્રદેશના બરેલીમાં એસડીએમ પદ ઉપર ફરજ બજાવતા પીએસસી અધિકારી જ્યોતિ મૌર્ય પોતાના લગ્ન અને સંબંધોને લઈને વિવાદોમાં છે. પતિ આલોક મૌર્યએ આરોપ લગાવ્યો છે કે તેમણે મહેનત કરીને જ્યોતિને ભણાવી અને જ્યારે તે અધિકારી બની ગઈ તો તે તેની સાથે રહેવા માંગતી નથી. હવે આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો હતો.
જ્યોતિ મૌર્ય જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે
મધ્ય પ્રદેશના રીવાના રહેનારા સુશીલ મિશ્રાનો આરોપ છે કે તેમના લગ્ન 20 મે 2013માં થયા હતા. એ સમયે બંને અભ્યાસ કરતા હતા. પત્નીએ 12મું ધોરણ પાસ કર્યું હતું. જ્યારે સુશીલે જણાવ્યું કે લગ્ન બાદ પત્નીને ભણાવી અને એક સૈનિક સ્કૂલમાં નર્સની નોકરી મળી ગઈ. ત્યારબાદ તે હવે તેને ભૂલી ગઈ અને દૂર રહેવા લાગી છે.
પતિએ ગંભીર આરોપ લગાવ્યો
સુશીલ મિશ્રાએ આરોપ લગાવ્યો કે પત્નીના સંબંધ તેની સ્કૂલના એક ટીચર સાથે છે. જેના કારણે તે લગ્ન તોડવા તોડવા માંગે છે. પીડિત પતિ સુશીલે જણાવ્યું કે હું માનસિક રૂપથી પરેશાન થઈ ચૂક્યો છું. મેં બધી જગ્યાએ ફરિયાદ કરી છે પરંતુ મારું કોઈ સાંભળતું નથી. સ્કૂલમાં પણ પતિને મળવા દેવાતી નથી. તેમણે જણાવ્યું કે તેમને પાંચ વર્ષની એક પુત્રી છે તેને પણ મળવા દીધી નથી.
જુઓ પતિએ શું કહ્યં?
સુશીલે જણાવ્યું કે પત્નીને અમેઠીની સૈનિક સ્કૂલમાં નોકરી મળી ગઈ ત્યાંના જ શિક્ષક માર્કંડેય પાંડ્યેયે છળ કપટથી ભોળવીને લગ્ન માટે મનાવી લીધી છે. ભાવુક થઈને સુશીલ મિશ્રાએ કહ્યું કે મને બે વર્ષથી હેરાન કરવામાં આવી રહ્યો છે. હું અત્યારે બેરોજગાર છું. વર્ષ 2021માં પત્નીને નોકરી મળી અને ત્યારથી મારી સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પતિ સુશીલ મિશ્રાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પત્નીએ પોતાની સફાઈ આપી છે. પત્નીએ કહ્યું કે તેનો અભ્યાસ તેના માતા-પિતાએ કરાવ્યો છે. જેના કારણે તેને આ નોકરી મળી છે. પત્નીએ કહ્યું કે પતિ તેને પરિશેન કરતો હતો. પરિવારિક ન્યાયાલયમાં મામલો ચાલી રહ્યો છે. જ્યોતિ-આલોક મૌર્ય પછી આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.





