MP Viral Video: આદિવાસી યુવક પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી, આરોપીની ધરપકડ

Madhya Pradesh viral video : મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં આદિવાસી યુવક પર પેશાબ કરવાને મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (shivraj singh chauhan) ટ્વીટ કરી ગુનેગાર સામે NSA લગાવવાનો નિર્દેશ આપ્યો.

Madhya Pradesh viral video : મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં આદિવાસી યુવક પર પેશાબ કરવાને મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (shivraj singh chauhan) ટ્વીટ કરી ગુનેગાર સામે NSA લગાવવાનો નિર્દેશ આપ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Case of urinating on tribal you in MP

મધ્ય પ્રદેશ - આદિવાસી યુવક પર પેશાબ કરવાનો મામલો (ફોટો - વીડિયો ગ્રેબ)

MP Viral Video: મધ્યપ્રદેશના સિધી જિલ્લાનો એક વીડિયો મંગળવારે (4 મે) સાંજે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ પર અન્ય વ્યક્તિ પેશાબ કરતો જોવા મળે છે. આ મામલાએ એટલી ચર્ચા પકડી કે, ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નિવેદન જાહેર કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Advertisment

હવે પોલીસે પ્રવેશ શુક્લા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ માહિતી એએસપી સિદ્ધિ અંજુ લતાએ આપી છે. તેમણે કહ્યું કે, અમે આરોપી પ્રવેશ શુક્લાને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. આરોપીઓ સામે IPCની કલમ 294, 504 અને SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું, NSA હેઠળ કાર્યવાહી કરીશું

વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો. સામાન્ય લોકો મધ્યપ્રદેશ સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં આ પહેલી ઘટના નથી કે જ્યાં કોઈ આદિવાસી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હોય.

,

Advertisment

આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું એક ટ્વિટ સામે આવ્યું, જેમાં તેમણે ગુનેગાર સામે NSA લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું, “સીધી જિલ્લામાંથી એક વાયરલ વિડિયો મારા ધ્યાન પર આવ્યો છે, મેં વહીવટીતંત્રને ગુનેગારની ધરપકડ કરવા અને કડક પગલાં લેવા અને તેના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.

,

કોંગ્રેસે કહ્યું, આરોપી ભાજપનો છે

હવે આ મામલે રાજકારણ પણ વધી ગયું છે. કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાએ એક બેનરની તસવીર સાથે વીડિયો ક્લિપ શેર કરી છે, જેના પર આરોપી પ્રવેશ શુક્લાને 'ધારાસભ્ય પ્રતિનિધિ સીધી' તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “21મી સદીમાં આપણા દેશના આદિવાસીઓ સાથે આવા અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે અને આપણે વિશ્વગુરુ બનવાનું સપનું જોઈ રહ્યા છીએ! આપણા બધા માટે આનાથી વધુ શરમજનક શું હોઈ શકે?

આ પણ વાંચો - દીકરીના લગ્નમાં માતાનો ‘દે ધના-ધન’ ડાન્સ, સાસુના ડાન્સથી નારાજ દુલ્હો જાન લઈ પાછો ફર્યો

રાજ્ય બીજેપીના મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે કહ્યું કે, આરોપી પાર્ટી સાથે જોડાયેલો નથી. તેમણે કહ્યું, ભાજપ આદિવાસી પર થતા કોઈ પણ પ્રકારના અત્યાચારનો હંમેશા વિરોધ કરે છે. ભાજપા આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરે છે.

મધ્ય પ્રદેશ ગુજરાતી ન્યૂઝ વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ