100થી વધારે સંગીન ગુનામાં આરોપી ગેંગસ્ટર અતીક અહમદને પોતાના પુત્ર અસદના પોલીસ એન્કાઉન્ટરમાં મોતના સમાચાર સાંભળી ઘણો અફસોસ છે. તેણે કહ્યું કે આ બધું મારા કારણે થયું છે. પ્રયાગરાજ સીજેએમ કોર્ટથી નૈની જેલ જતા અતીક અહમદે પ્રશાસને કહ્યું કે તે અસદની દફનવિધિમાં જવા માંગે છે.
યૂપી એસટીએફ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો અસદ અહમદ
માફિયા ડોન અને પૂર્વ સાંસદ અતીક અહમદનો પુત્ર અને પાંચ લાખની ઇનામી રકમવાળો આરોપી અસદ અહમદ ગુરુવારે ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો છે. પ્રયાગરાજ સીજેએમ કોર્ટમાં સુનાવણી પછી આ સમાચાર સાંભળી અતીક અહમદનું ગળું સુકાવવા લાગ્યું હતું અને તે રડી પડ્યો હતો. પોલીસના મતે ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અસદ અહમદ અને શૂટર ગુલામ ઝાંસીના વિસ્તારમાં અતીક અહમદની પ્રયાગરાજથી સાબરમતી જેલ વાપસી દરમિયાન આપરાધિક કાર્યવાહીનું ષડયંત્ર કરી રહ્યો હતો.
આ પણ વાંચો – અતીક અહમદના પુત્ર અસદ અહમદ એન્કાઉન્ટરમાં ઠાર, ભણવામાં હોશિયાર વિદ્યાર્થી કેવી રીતે બન્યો ગેંગસ્ટર
યૂપી એસટીએફ સાથે એન્કાઉન્ટરમાં અસદ અહમદના મોત પછી એક ટીવી ચેનલે જણાવ્યું કે અતીક અહમદ ઘણો અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો. અતીક અહમદે કહ્યું હતું કે તે અસદ અહમદની દફનવિધિમાં જવા માંગે છે. તેમણે પ્રયાગરાજ પ્રશાસનને આ માટે વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે. અતીક અહમદે કહ્યું કે અસદ અપરાધની દુનિયામાં તેના કારણે આવ્યો. આ બધું મારા કારણે થયું છે.
ઉમેશ પાલની હત્યામાં અસદની સંડોવણી
થોડાક મહિના પહેલા સુધી અસદ અહમદની વિરુદ્ધ કોઇ અપરાધીક કેસ ન હતા, પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની ધોળા દિવસે હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ તે મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બની ગયો. ઉમેશ પાલ અને તેની સાથે રહેલા બે સરકારી હથિયારી કર્મીઓને કેટલાંક શુટરોએ ગોળીબાર કરીને મારી નાંખ્યા હતા. આ હત્યાકાંડનો જે વીડિયો સામે આવ્યો તેમાં અસદ અહમદ પણ નજરે પડ્યો હતો. આ વીડિયોમાં દેખાઇ રહેલા બે શાર્પ શુટરોને પહેલા જ એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા છે.