scorecardresearch

maharashtra politics : ચૂંટણી પંચના સેના પરના આદેશ પછી, ભાજપા વિધાનસભા માટેનો અડધો રસ્તો સાફ જોઈ રહી!

Maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં ચૂંટણી પંચ (Election Commission) ના શિવસેના (Shivsena) ને લઈ નિર્ણયથી ભાજપા (BJP) ને ફાયદો દેખાઈ રહ્યો. હવે શિવસેનાના સત્તાવાર નેતા અને મુખ્ય પ્રધાન અકબંધ છે અને 2024માં અલગ-અલગ લડવાનો કોઈ પ્રશ્ન જ નથી રહ્યો.

maharashtra politics : ચૂંટણી પંચના સેના પરના આદેશ પછી, ભાજપા વિધાનસભા માટેનો અડધો રસ્તો સાફ જોઈ રહી!
ચૂંટણી પંચના શિવસેનાને લઈ આદેશથી મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ જોવા મળી રહ્યો છે, સાથે ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે, તો ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. (ફાઈલ ફોટો)

શુભાંગી ખાપરે : ચૂંટણી પંચના આદેશથી ઠાકરે પરિવારને મોટો ફટકો પડ્યો છે, ભાજપ માને છે કે, તેણે મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી મેળવવાના લક્ષ્યમાં અવરોધ દૂર કરી દીધો છે.

જ્યાં સુધી બાળ ઠાકરે જીવતા હતા, ત્યાં સુધી રાજ્યમાં શિવસેનાને નકારતી ભાજપ પોતાની ચાલ ચાલી રહી છે. જો કે, આ પ્રોજેક્ટને 2019 પછી વેગ મળ્યો, જ્યારે ઉદ્ધવ ઠાકરે એનસીપી અને કોંગ્રેસ તરફ વળ્યા, અને સત્તામાં પાછા ફરવાની ભાજપની આશાઓને નષ્ટ કરી હતી.

એ “વિશ્વાસઘાત” થી સૌથી વધુ પીડીત વ્યક્તિ – જેમ કે ભાજપે જોયું – તે તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હતા. અને જેમ જેમ વ્હીલ ફરે છે, તેમ તેમ ઉદ્ધવે હવે સત્તા ગુમાવી દીધી છે અને તેમની પાર્ટી, ફડણવીસ તેના પાઠ્યક્રમને આગળ વધારવાનો શ્રેય લઈ શકે છે.

ભાજપે વારંવાર એકનાથ શિંદે સાથે ગઠબંધનની વાત કરી છે, હવે શિવસેનાના સત્તાવાર નેતા અને મુખ્ય પ્રધાન અકબંધ છે અને 2024માં અલગ-અલગ લડવાનો કોઈ પ્રશ્ન જ નથી રહ્યો, ડેપ્યુટી સીએમ ફડણવીસ સરકાર અને ગઠબંધન બંનેની લગામ સંભાળી રહ્યા છે. કોઈ પણ અનુમાન લગાવી શકે છે કે, આગામી દિવસોમાં આમાં ફેરફાર થવાની સંભાવના છે કે કેમ.

ફડણવીસના નજીકના સૂત્રો કહે છે કે, તેઓ ઉદ્ધવના 2019ના રાજીનામું અંગત રીતે લઈ રહ્યા છે, જો કે એવા નેતા નથી કે, જેમને નીચા દેખાડવા માટે ઓળખવામાં આવે છે. તેમણે કથિત રીતે કહ્યું હતું કે, “આ સીએમ પદ ગુમાવવા વિશે ન હતું. જેટલું એક મિત્રના વિશ્વાસઘાત વિશે હતું… ચોટ દિલ મેં લગી હૈ (તે હૃદય પર ફટકો છે).”

આથી, જ્યારથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ઉતાવળમાં રચાયેલી મહા વિકાસ અઘાડી સત્તામાં આવી, ત્યારથી ભાજપે નબળી કડીઓ શોધવાનું બંધ કર્યું નહી. શરૂઆતમાં, પાર્ટીએ તેમના સહિયારા હિંદુત્વના કારણને ધ્યાનમાં રાખીને, શિવસેનાને એનડીએમાં પાછા ફરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તે ન થયું, ત્યારે ભાજપે શિંદે દ્વારા હુમલો કર્યો, જે લાંબા સમયથી શિવસેનાના વફાદાર હતા.

ઠાકરે 2022ના મધ્યમાં શિવસેનાના 40 ધારાસભ્યોને સાથે લઈને મુંબઈથી ગુજરાત આસામ સુધીના અભિયાન દરમિયાન ઊંઘતા ઝડપાયા હતા. કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને, અને તેમના પિતાના વારસાના “નિષ્પ્રભાવી” ઉત્તરાધિકારી તરીકે સંદેહ કરનાર લોકોને સાચા સાબિત કરે છે.

અને હવે “હડપવા વાળા” શિંદેને શિવસેનાનું પ્રતીક અને નામ ગુમાવવાનો ફટકો પડ્યો છે.

ભાજપના નેતાઓ કહે છે કે, તેમના આનંદને છુપાવતા તેઓ 2024ની વિધાનસભા ચૂંટણીમાં “150 બેઠકો”નો પક્ષનો લક્ષ્યાંક અને તેની પહોંચને પણ જુએ છે. શિંદે સેના સાથે, તેઓ 288 બેઠકોની વિધાનસભામાં 200ને પાર કરવાની આશા રાખે છે.

2019ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 105 બેઠકો (2014 કરતાં 17નો ઘટાડો) પર જીત મેળવીને પોતાની અપેક્ષાઓ કરતાં ઓછી ઠરી હતી. જ્યારે તે સૌથી મોટો પક્ષ હતો, ત્યારે તે 145ના હાફ-વે માર્કથી ખૂબ જ ઓછો આંકડો હતો, અને શિવસેનાના ગયા પછી સત્તા જાળવી રાખવા માટે પૂરતું સાબિત થયું ન હતું.

પક્ષને લાગે છે કે, તે ફક્ત 2018 કરતાં વધુ સારું કરી શકે છે, કારણ કે તે સમયે શિવસેના સાથેના ગઠબંધનને કારણે તે મર્યાદિત હતી, જે લાંબા સમયથી “તેના સંગઠનાત્મક વિકાસને 125 થી વધુ બેઠકોથી વામણું કરે છે”.

રાજ્યમાં શરૂઆતમાં ભાજપ 117 અને શિવસેના 171 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે બીજેપીએ ત્યાંથી આગળ વધી, શિવસેનાએ હંમેશા મોટા ભાઈ તરીકે એક ધાર જાળવી રાખી.

2014 માં, જ્યારે સીટ-વહેંચણીના વિવાદને કારણે શિવસેના અને ભાજપ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા, ત્યારે ભાજપે 122 બેઠકો અને શિવસેનાએ 65 બેઠકો જીતી હતી – જેને ભાજપના વર્તુળો દ્વારા સેનાની તુલનામાં પોતાની વધતી શક્તિના પુરાવા તરીકે પણ જોવામાં આવે છે. જોકે બાદમાં તેઓ સરકાર બનાવવા માટે ભેગા થયા હતા.

2019 માં, બંનેએ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું હતું, જે હેઠળ શિવસેનાએ 124 બેઠકો અને ભાજપે 164 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપે 105 (64%નો સ્ટ્રાઈક રેટ) જીત્યો હતો, જ્યારે શિવસેનાને 56 બેઠક (45% ખૂબ ઓછી જીતની ટકાવારી) મળી હતી.

મહારાષ્ટ્રમાં બીજેપીના ઉદયને નકારી શકાય તેમ નથી, પરંતુ તેનો લાંબા સમયથી અફસોસ એ છે કે તે રાજ્યમાં પોતાની એકલી તાકાતથી ક્યારેય અડધી સપાટીએ પહોંચી શક્યું નથી. તેણે અગાઉ બે વખત સરકાર બનાવી છે, પરંતુ બંને વખત શિવસેનાની ભાગીદારીમાં – 1995 અને 2014માં. ગયા વર્ષથી સત્તામાં તેની ત્રીજી મુદત પણ શિવસેના તોડ્યા પછી જ આવી હતી.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, ફડણવીસે પક્ષના કાર્યકરોને કહ્યું છે કે, તેઓ ખુશ ન થાય, 2024 માટે કામ કરવાનું શરૂ કરે અને મોટા ચિત્રને હવે ધ્યાનમાં રાખો. સ્ત્રોતો બે-પાંખીય રણનીતિ વિશે વાત કરે છે: 2019ના તેના ચૂંટણી આધારને 150 સુધી લઈ જવા માટે ભાજપનો પોતાનો ચૂંટણી આધાર મજબૂત કરવો; અને શિંદ સેના સાથે પણ ખભેથા ખભો મિલાવી, એ ખાતરી કરવા માટે કે, વધુ સેનાના લોકો સાથે આવે અને ઠાકરે સાથેનો સંબંધ તોડી નાખે.

આ પણ વાંચોશિંદેજૂથને મળ્યું શિવસેનાનું નામ અને ચિન્હ, ચૂંટણી આયોગે કેવી રીતે “અસલી” સેના પર કર્યો નિર્ણય

શિંદે સાથેનું ગઠબંધન પણ આ હેતુને પૂર્ણ કરે છે – હાલ માટે – કારણ કે મરાઠા નેતા ભાજપને પશ્ચિમ મહારાષ્ટ્રના ચીની પટ્ટામાં કોંગ્રેસ અને એનસીપીના સ્થાપિત નેતૃત્વનો સામનો કરવામાં મદદ કરે છે. તે માને છે કે, બાકીનું કામ ફડણવીસ, નરેન્દ્ર મોદી સરકારની કાયમી લોકપ્રિયતા અને કેન્દ્રની લાભદાયી યોજનાઓથી કરવામાં આવશે.

(ભાષાંતર – કિરણ મહેતા)

Web Title: Maharashtra politics after election commission order on shivsena bjp half way assembly looking clear

Best of Express