/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Veer-Savarkar.jpg)
મહાત્મા ગાંધી અને સાવરકર (Photo Credit – Express Archive)
Veer Savarkar Row: વીર સાવરકર પર રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર હંગામો જોવા મળી રહ્યો છે. આ મામલે હવે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ સાવરકરે ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડ્સેની મદદ કરવાની વાત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે નાથુરામ ગોડ્સેને સાવરકરે જ હથિયાર ઉપલબ્ધ કરાવ્યા હતા.
તુષાર ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે સાવરકરે ફક્ત અંગ્રેજોની મદદ જ કરી ન હતી પણ તેમણે બાપૂની હત્યા માટે નાથુરામ ગોડ્સેને એક સારી બંદૂક અપાવવામાં મદદ કરી હતી. તુષાર ગાંધીએ કહ્યું કે બાપૂની હત્યાના બે દિવસ પહેલા સુધી નાથુરામ ગોડ્સે પાસે કોઇ સારું હથિયાર ન હતું.
અન્ય એક ટ્વિટમાં તુષાર ગાંધીએ લખ્યું કે 1930ના દાયકામાં બાપૂને મારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પ્રબોધંકર ઠાકરે (બાલાસાહેબ ઠાકરેના પિતા)એ બાપૂના સહયોગીઓને અકોલા અને વિદર્ભમાં હત્યાના ષડયંત્ર વિશે આગાહ કર્યા હતા. અન્ય એક ટ્વિટમાં લખ્યું કે સાવરકર અને હેડગેવાર હિન્દુ સંગઠનના નેતા હતા જેથી પ્રબોધંકરની ચેતાવણી તેમને સંબોધિત કરી હતી. આ પ્રકારના ઇતિહાસને શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેને યાદ અપાવવો જોઈએ.
આ પણ વાંચો - ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીની સાથે આવ્યા મેઘા પાટકર, મહારાષ્ટ્રની ઘટનાથી ગુજરાત ચૂંટણીમાં ગરમાવો
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક રેલી દરમિયાન સાવરકરને લઇને કહ્યું હતું કે તે અંગ્રેજોના ગુલામ હતા અને તેમણે જેલમાં રહેવા દરમિયાન પત્ર લખી માફી માંગી હતી. તેમણે સાવરકર પર કહ્યું કે સાવરકરને બે-ત્રણ વર્ષ અંડમાનની જેલમાં બંધ કરી દેવામાં આવ્યા તો તેમણે છોડી મુકવા માટે ચિઠ્ઠી લખી હતી કે મને માફ કરી દો.
રાહુલ ગાંધીના આ નિવેદન પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને એમવીએના સહયોગી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાર્ટી સાવરકરનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીની ટિપ્પણી સ્વીકાર યોગ્ય નથી.
તુષાર ગાંધી ભારત જોડો યાત્રામાં સામેલ થયા
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ પણ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના બુલઢાણામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહોંચવા પર તુષાર ગાંધી શુક્રવારે રાહુલ ગાંધી સાથે તાલથી તાલ મિલાવતા જોવા મળ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us