scorecardresearch

Mamata Banerjee : ગુજરાત પોલીસ પર ભડક્યા મમતા બેનર્જી, હવેથી આવું કરશો તો થશે એક્શન, આપી ચેતવણી

Mamata Banerjee Gujarat Police : સોમવાર 16 જાન્યુઆરી 2023ને લઈને કહ્યું હતું કે ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગાળ સરકારના ગેસ્ટ હાઉસમાં ખોટી રીતે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા હતા.

Mamata Banerjee : ગુજરાત પોલીસ પર ભડક્યા મમતા બેનર્જી, હવેથી આવું કરશો તો થશે એક્શન, આપી ચેતવણી
મમતા બેનર્જી ફાઇલ તસવીર

Mamata banerjee gujarat police Saket Gokhale: તૃણમૂળ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઈને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુજરાત પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. સોમવાર 16 જાન્યુઆરી 2023ને લઈને કહ્યું હતું કે ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગાળ સરકારના ગેસ્ટ હાઉસમાં ખોટી રીતે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા હતા. તેમનું એ પણ કહેવું હતું કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસની મદદ કરી હતી.

મંજૂરી વગર બંગાળ ભવનમાં પ્રવેશ કરવા પર કાનૂની કાર્યવાહી કરવા પર નિર્દેશ

મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવ એચ.કે. દ્વિવેદીને સૂચના આપી છે કે ભવિષ્યમાં જે કોઈ ગેસ્ટ હાઉસના પરિસરમાં પરવાનગી વિના પ્રવેશ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મુર્શિદાબાદના સાગરદિઘીમાં એક સરકારી કાર્યક્રમમાં સભાને સંબોધતા, તેમણે કહ્યું, “ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી નવી દિલ્હીમાં બંગા ભવનના CCTV ફૂટેજ કબજે કર્યા હતા.

હું આ ઉદ્ધતાઈની નિંદા કરું છું. બંગા ભવન એ બંગાળ સરકારની સંપત્તિ છે અને હું મુખ્ય સચિવને કહેવા માંગુ છું કે જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના પરિસરમાં પ્રવેશ કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

સાકેત ગોખલેની ત્રીજી વખત ધરપકડ કરવામાં આવી હતી

તેમણે વધુમાં કહ્યું કે TMCના એક સામાજિક કાર્યકરની ગુજરાત પોલીસે દિલ્હી પોલીસની મદદથી ધરપકડ કરી છે. એકવાર રાજસ્થાનના એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ પણ બંગાળ ભવનમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 17 જાન્યુઆરી, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો

જણાવી દઈએ કે ગોખલેની ગુજરાત પોલીસે 29 ડિસેમ્બરે બંગાળ ભવનમાંથી ધરપકડ કરી હતી. ગયા વર્ષે તેમણે ગુજરાતમાં પુલ તૂટી પડ્યા બાદ PM નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાત વિશે ટ્વિટ કર્યું હતું. આ મામલે ટીએમસી નેતાની આ ત્રીજી ધરપકડ હતી. કોર્ટ દ્વારા તેને બે વખત જામીન મળ્યા બાદ ત્રીજી ધરપકડ કરવામાં આવી હતી.

Web Title: Mamata banerjee lashes out at gujarat police saket gokhale