scorecardresearch

‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ, રાજ્યમાં શાંતિ જાળવી રાખવા મમતા સરકારનો નિર્ણય

The Kerala Story : મમતા બેનર્જીએ બીજેપી ઉપર મોટો આરોપ લગાવતા કહ્યું કે બીજેપીની સરકાર ખોટી પાયા વગરની અને જુઠી કહાનીવાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે

The Kerala Story Film
'ધ કેરાલા સ્ટોરી' ફિલ્મ પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ મુકાયો (તસવીર – સોશિયલ મીડિયા)

The Kerala Story : મમતા બેનર્જીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. સીએમ મમતા બેનર્જીએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો કે બંગાળના થિયેટરોમાંથી ફિલ્મ હટાવવામાં આવે. નફરત અને હિંસાની કોઈપણ ઘટનાને ટાળવા અને રાજ્યમાં શાંતિ જાળવવા માટે છે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

મમતા બેનર્જીએ બીજેપી પર મોટો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બીજેપીની સરકાર ખોટી પાયા વગરની અને જુઠી કહાનીવાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે. બીજેપી ધ કેરાલા સ્ટોરી નામની ફિલ્મ બતાવી રહી છે, જેની કહાની સાવ ખોટી છે. કેટલાક દિવસો પહેલા તેમના મોકલાવેલા એક્ટર્સ બંગાળ આવ્યા હતા અને પાયા વગરની અને ખોટી કહાનીવાળી ફિલ્મ બંગાળ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે આ લોકો કેરળ અને તેમના લોકોની માનહાનિ કરી રહ્યા છે. આ રોજ બંગાળના માનને પણ હાનિ પહોંચાડે છે. કેમ બીજેપી સામુદાયિક મુશ્કેલી ઉભી કરી રહી છે? આ બધું કરવું શું કોઇ રાજનીતિક પાર્ટીનું કામ છે? તેમને આ કરવાનો હક કોને આપ્યો છે.

આ પણ વાંચો – એક કે બે નહીં, પૂરા 11 સીએમ દાવેદારો! કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ માટે આસાન નહીં રહે આ નિર્ણય

આ ફિલ્મ ઘણી ચર્ચામાં આવી છે. ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક તેનું જોરદાર સમર્થન કરવામાં આવી રહ્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ ફિલ્મને જુઠી હકીહત ગણાવી છે. તેમણે કહ્યું હતું કે પ્રથમ નજરમાં ફિલ્મ કોમી ધ્રુવીકરણ બનાવવા અને રાજ્ય વિરુદ્ધ નફરત ફેલાવવાના હેતુથી જૂઠાણું ફેલાવતી હોય તેવું લાગે છે. સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દેશભરમાં તેનો પ્રચંડ વિરોધ થઇ રહ્યો છે. તમિલનાડુમાં આ ફિલ્મ નહીં બતાવવાનો મલ્ટીપ્લેક્સના માલિકોએ નિર્ણય લીધો છે.

ફિલ્મ કરી રહી છે શાનદાર કમાણી

વિવાદો વચ્ચે પણ ફિલ્મ 5 મેના રોજ તમિલનાડુ સિવાયના સિનેમાઘરોમાં રિલીઝ થઇ અને ફિલ્મે ઓપનિંગ ડે પર શાનદાર પ્રદર્શન કરી કમાણીના મામલામાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મને પાછળ છોડી દીધી હતી. આ સાથે કેરાલા સ્ટોરી વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ સાથે ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આંકડાની વાત કરવામાં આવે તો ‘ધ કેરાલા સ્ટોરી’એ પહેલા દિવસે 8.3 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાર બાદ શનિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો અને તેણે 11.22 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. ત્રીજા દિવસે એટલે કે રવિવારે 16.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મની કુલ કમાણી હવે 35.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જોકે આ અનુમાનિત આંકડા છે ઓફિશિયલ ડેટા આવવાના બાદ નંબર્સમાં થોડો ફેરફાર થઈ શકે છે.

Web Title: Mamata banerjee led west bengal government bans the kerala story

Best of Express