Bangalore girlfriend murder : શુક્રવારે બેંગલુરુમાં એક વ્યક્તિએ તેની 26 વર્ષીય ગર્લફ્રેન્ડનું ગળું કાપી નાખ્યું હતું, મહત્વની વાત એ છે કે, હત્યા પહેલા તેઓએ તેનો જન્મદિવસ એકસાથે ઉજવ્યો હતો.
મૃતકની ઓળખ કનકપુરાની રહેવાસી નવ્યા તરીકે થઈ છે. તે બેંગલુરુમાં રહેતી હતી અને પોલીસ વિભાગના આંતરિક સુરક્ષા વિભાગ (ISD)માં ક્લાર્ક તરીકે કામ કરતી હતી. નવ્યાનો દૂરનો સંબંધી બોયફ્રેન્ડ પ્રશાંત પણ કનકપુરાનો રહેવાસી છે. બંને છેલ્લા છ વર્ષથી પ્રેમમાં હતા.
નવ્યાનો જન્મદિવસ 11મી એપ્રિલે હતો. પરંતુ વ્યસ્ત કાર્યક્રમના કારણે તેણે શુક્રવારે તેની ઉજવણી કરી હતી.
શુક્રવારે રાત્રે તે પ્રશાંતના ઘરે આવી હતી, જ્યાં તેણે કેક કાપી હતી. થોડી જ વારમાં પ્રશાંતે છરી કાઢી તેનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો – મહારાષ્ટ્રના રાયગઢમાં ખીણમાં ખાબકી બસ, 13 લોકોના મોત, અનેક લોકો ઘાયલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું
રાજગોપાલ નગર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવ્યાને વિક્ટોરિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. “પૂછપરછ દરમિયાન, પ્રશાંતે કહ્યું કે, તેણે તેની હત્યા કરી કારણ કે તે અન્ય પુરુષો સાથે ચેટ કરતી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, તાજેતરમાં આ મુદ્દે બંને વચ્ચે પહેલા પણ ઘણી વખત ઝઘડો થયો હતો.